Jammu and Kashmir તા.19
જમ્મુ-કાશ્મીરમાં લગભગ 37 વર્ષથી ચાલુ આતંકવાદના દોરમાં 18 નવેમ્બર 2026ની તારીખ એક મહત્વના પડાવ તરીકે નોંધાઈ છે. પહેલીવાર સુરક્ષા એજન્સીઓની જાણકારીમાં એવો કોઈ સ્થાનિક આતંકી સક્રિય નથી જે હજુ સુધી તેમની પહોચની બહાર હોય. કુલગામના જંગલપોરામાં લતીફ અહમદ બટના ઠાર માર્યા ગયા સાથે જ ખીણમાં સક્રિય છેલ્લા સાત સ્થાનિક આતંકીનો પણ અંત આવી ગયો છે.
લગભગ દોઢ મહિના પહેલા બડ ગામના યુસમર્ગમાં પાકિસ્તાની આતંકી આસિફ ફોજી ઉર્ફે મુસાના માર્યા ગયા બાદ લતીફનો ખાત્મો આ ફેરફારની મહત્વની કડી બન્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 23 આતંકીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે, જયારે વર્ષ 2025માં આ સંખ્યા 46 હતી.
એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાને નિશાન બનાવાયા હતા. તે સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓના સફાયા અને તેના નેટવર્કને તોડવા માટે અભિયાન તેજ બનાવાયા હતા. આથી લશ્કરે તૈયબા, જેશ એ મોહમ્મદ અને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈના આતંકી નેટવર્કને મોટો ઝટકો લાગ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના સુરક્ષા મામલાના જાણકારોના અનુસાર છેલ્લા ચાર દાયકાના ઈતિહાસમાં 18 નવેમ્બર 2026 એટલા માટે ખાસ છે કારણ કે સુરક્ષા એજન્સીઓની જાણકારીમાં હવે ખીણમાં કોઈ સ્થાનિક આતંકી સક્રિય નથી.
આ સ્થિતિમાં પહોંચવા માટે જમ્મુ-કાશમીર પોલીસ, સેના, સીઆરપીએફ અને જાસૂસી એજન્સીઓ વચ્ચે બહેતર તાલમેલ સાથે સ્થાનિક લોકોનો તાલમેલ સાથે સહયોગ પણ મહત્વપૂર્ણ રહ્યો છે.

