Maharashtra,તા.21
પોતાની મનગમતી નંબર-પ્લેટ મેળવવા માટે આ વર્ષે સૌથી વધુ ખિસ્સાં મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના કોલ્ધપુરન લોકોએ ખાલી કર્યાં હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.
રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસએ બહાર પાડેલા આંકડાઓ મુજબ કોલ્હાપુરવાસીઓએ આ વર્ષે 19 નવેમ્બર સુધી પોતાને જોઈતી હોય એવી નંબર-પ્લેટ મેળવવા માટે 19 કરોડ રૂપિયા ખર્ચીને RTOની તિજોરી ભરી છે.
ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના માલિકોને પોતાના વાહન પ્રત્યે જેટલો પ્રેમ હોય છે એટલો જ પ્રેમ એની નંબર-પ્લેટ પ્રત્યે હોય છે અને પોતાની મનગમતી નંબર-પ્લેટ રાખવાના શોખ માટે લોકો ગમે એટલા પૈસા ચૂકવવા પણ રાજી હોય છે જેમાં આ વર્ષે પહેલો નંબર કોલ્હાપુરવાસીઓએ મેળવ્યો છે.
RTO ના આંકડાઓ મુજબ 2026માં કોલ્હાપુરમાં 18,600 લોકોએ પોતાનાં વાહનો માટે મનગમતી ફેન્સી નંબર-પ્લેટ માટે અરજી કરીને એના માટે પૈસા ચૂકવ્યા હતા. ફેન્સી નંબર-પ્લેટ મેળવવા માટે કોાપુરના વાહનમાલિકોએ પૈસા ખર્ચનિ RTOને 19 કરોડ રૂપિયાનો વધારાની મહેસૂલ મેળવી આપી હતી.
કોલ્હાપુરવાસીઓને ફેન્સી નંબર-પ્લેટનો ક્રેઝ
કોલ્હાપુરના લોકોમાં આ વર્ષે ફેન્સી અને પોતાને મનગમતી નંબર-પ્લેટનો કેઝ વધુ જોવા મળ્યો છે. એમાં પણ ખાસ કરીને 6666, 7777, 1111, 2222 અને 4747 આંકડા ધરાવતી નંબર-પ્લેટની સૌથી વધુ માગણી જોવા મળી હતી. અનેક લોકો તો પહેલાં પોતાને ગમતી નંબર-પ્લેટ મળે પછી જ વાહન ખરીદતા હોવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે.

