New Delhi, તા.21
સિંધુ જળ મુદ્દે ભારતના હાથ કાપી નાખવાની ધમકી આપનાર પાકિસ્તાનનાં મંત્રી હાલ ભારતમાં એસસીઓ (શાંધાઈ સહયોગ સંગઠન)ની બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા છે.
અહીં તેમણે તાજમહલ અને નિઝામુદીનની દરગાહે જવાની ઈચ્છા વ્યકત કરતા ભારત સક્કારે તેમને મંજુરી નહોતી આપી અને સ્પષ્ટ સંભળાવી દીધુ હતું કે તેઓ પોતાની યાત્રા માત્ર એસસીઓ કાર્યક્રમ સુધી સીમીત રાખી શકે છે. અન્ય કોઈ જગ્યાએ જઈ નથી શકતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં જલવાયું મંત્રી મુસાદીક મલીક શાંધાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. બીજા દેશોનાં મહેમાનોને સિવીલાઈઝેશનલ ડાયલોગ ફોરમ (સભ્યતા સંવાદ મંચ) સિવાયના કોઈપણ કાર્યક્રમમાં જવા માટે ભારત સરકારની મંજુરી લેવાની હોય છે.
સરકારની મંજુરી મળ્યા બાદ જ વિદેશી મહેમાન કોઈ આંતરીક પ્રવાસે જઈ શકે છે.સુરક્ષા સબંધી વસ્તુની તપાસ બાદ જ સરકાર તેની મંજુરી આપે છે. સુત્રો મુજબ પાક મંત્રીએ આગ્રામાં તાજમહલ અને દિલ્હીમાં નિઝામુદીન દરગાહમાં જવા માટે મંજુરી માગી હતી પણ ભારત સરકારે તે ફગાવી દીધી હતી.

