Mumbai,તા.02
બોલિવુડના વિતેલા યુગના દિગ્ગજ ફિલ્મ સર્જક વી. શાંતારામની બાયોપિકમાં તમન્ના ભાટિયાની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં વી. શાંતારામની મુખ્ય ભૂમિકા સિદ્ધાંત ચતુર્વેદી ભજવી રહ્યો છે. ‘ચિત્રપતિ વી. શાંતારામ’ એવું ટાઈટલ ધરાવતી ફિલ્મ માટે કાસ્ટિંગ શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં કુલ ત્રણ હિરોઈનો હોઈ શકે છે. વી. શાંતારામની સંધ્યા અને જયશ્રી એમ બે પત્નીઓ હતી. વધુમાં તેમની દીકરી રાજશ્રી પણ એક સમયે બોલિવુડની ટોચની હિરોઈન રહી ચૂકી છે. આમ, તમન્ના ઉપરાંત વધુ બે હિરોઈનો આ ફિલ્મમાં સામેલ થાય તેવી સંભાવના છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અભીજીત દેશપાંડે કરી રહ્યા છે. અભીજીત અગાઉ ડો. કાશીનાથ ઘાણેકરની બાયોપિક બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ હિંદી ફલ્મ ‘ટેબલ નંબર ૨૧’ અને ‘વઝીર’ પણ બનાવી ચૂક્યા છે.

