Morbi, તા.18
વાંકાનેરમાં આવેલ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાંથી દારૂની નાની 17 બોટલ અને મોટી 5 બોટલ આમ કુલ મળીને 22 બોટલ દારૂ મળી આવતા પોલીસે 14,880 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરની મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 5 અને નાની 17 આમ કુલ મળીને 22 બોટલો મળી આવી હતી.
જેથી કરીને 14,880 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા (41) રહે. મિલન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ફિનાઇલ પી લેતા
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વિવેક પ્રવીણભાઈ કંઝારીયા (23) નામના યુવાને કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા.

