Mumbai, તા.8
ભારતના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ આખરે ટીમ ઈન્ડિયામાં જોડાયા છે. ગિલ રવિવાર, 7 ડિસેમ્બરના રોજ કટક પહોંચ્યા અને ટીમ સાથે પ્રથમ T20I માટે તૈયારી શરૂ કરી.
ગરદનની ઈજાને કારણે તે ટેસ્ટ અને ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન તેને આ ઈજા થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી.
ગિલે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાનું રિહેબ પૂર્ણ કર્યું. તેમણે પ્રગતિશીલ બેટિંગ સત્રો, ગ્રાઉન્ડ ક્નડીશનીંગ અને ફિટનેસ ડ્રીલ્સમાંથી પસાર થયા. મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર, ગિલે તમામ ફિટનેસ માપદંડો સફળતાપૂર્વક પાસ કર્યા છે અને હવે તેને ત્રણેય ફોર્મેટમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
ટીમ બસમાં અભિષેક શર્મા સાથે બેઠેલા ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકો તેમના પાછા ફરવાથી ખુશ છે.

