Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Nalasoparaમાં ૧૪ મા માળે અડધી રાતે ભીષણ આગ
    અન્ય રાજ્યો

    Nalasoparaમાં ૧૪ મા માળે અડધી રાતે ભીષણ આગ

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026Updated:October 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૧૪

    મહારાષ્ટ્રના નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલી ઇમ્પીરિયલ બિલ્ડિંગની ૧૪માં માળ પર મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણ દુર્ઘટનામાં ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી બે મહિલાઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય છ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધરાતે બનેલી આ ઘટનાને કારણે આખી બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.

    આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને મહિલાઓની ઓળખ ફાલ્ગુની શાહ (ઉંમર ૫૦ વર્ષ) અને અશ્વિની પારકર (ઉંમર ૫૦ વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, બંનેના મોત આગને કારણે ફેલાયેલા ભારે ધુમાડાથી શ્વાસ રુંધાવાને કારણે થયા હોવાની પ્રબળ આશંકા છે. જો કે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

    આગના પ્રકોપથી બચવા માટે બિલ્ડિંગમાં રહેલા ચાર લોકોએ બહારની બાજુએ બનેલી એક નાની જગ્યાનો આશરો લીધો હતો અને ત્યાં જ ફસાઈ ગયા હતા. આ લોકો જીવ બચાવવા માટે આશરે ૪૦થી ૪૫ મિનિટ સુધી મદદની રાહ જોતા રહ્યા હતા, કારણ કે ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.

    ઘટનાની જાણ થતા જ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ મોટી ક્રેનની મદદથી ભારે જહેમત ઉઠાવીને આ ચારેય લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

    ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પણ હાજર રહી હતી અને આચોલે પોલીસ દ્વારા સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પૂર્વ મેયર રૂપેશ જાધવ પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાલ ઇમ્પીરિયલ બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી હતી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ સંપત્તિને કેટલું નુકસાન થયું છે તેની વિગતો પણ હજુ સામે આવી નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    Nalasopara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCJPના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા
    Next Article પૂર્વ દિલ્લીના Jafrabadના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ૧.૯ મિલિયનથી વધુ નકલી મતદારો પકડાયા, ભાજપ હાર્યા પછી ચૂંટણી પંચની પાછળ છુપાઈ ગયો, Akhilesh Yadav

    October 15, 2026
    અન્ય રાજ્યો

    Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે

    October 15, 2026
    અન્ય રાજ્યો

    Suigamમાં પત્ની રિસામણે જતાં અઢી વર્ષના પુત્રને પિતાએ જીવતો સળગાવ્યો

    October 15, 2026
    અન્ય રાજ્યો

    પૂર્વ દિલ્લીના Jafrabadના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ

    October 14, 2026
    અન્ય રાજ્યો

    Hajipurમાં ગંગા નદીમાં બોટ પલટતાં ૧૪ લોકોનાં મોત

    October 14, 2026
    અન્ય રાજ્યો

    Punjabમાં ડ્રગ્સના દુરૂપયોગનો વિરોધ કરવા બદલ સામાજિક કાર્યકર પરવિંદર જોટાની ગોળી મારીને હત્યા

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,040
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,870
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 06:56
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.