(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૨ઃ
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ગત રાત્રિ ના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાટણ ના એક પરિવાર ની ઇક્કો ગાડી રોડ ની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા પરિવારના નાના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓ ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવા માં આવ્યા હતા. પાટણના સુભાષનગર સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા રાજુલજી ફુલસંગજી ઠાકોર (ઉ.વ. ૨૨) પોતાના પરિવાર સાથે ઇક્કો ગાડી નંબર જીજે-૨૪-એ.એન. ૦૭૧૮માં મુસાફરી કરી રહ્યા હતા. આ ગાડી તેમનો મિત્ર વિશાલભાઇ છનાજી ઠાકોર ચલાવી રહ્યો હતો. ગત રાત્રિના આશરે ૨ વાગ્યાની આસપાસ જ્યારે ગાડી ધ્રોલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલક વિશાલભાઈએ ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ઇક્કો ગાડી રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક પાછળ જોરદાર રીતે અથડાઈ હતી.અકસ્માતના આ બનાવ માં રાજુલજી ના નાના ભાઈ ને ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ થયું.હતું આ ઉપરાંત રાજુલજીના પત્ની અને તેમના સાળા ના પત્ની ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ બનાવવાની જાણ થતા જ ધ્રોળ પોલીસ સ્ટેશન નો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને રાજૂલજી ઠાકોર ની ફરિયાદના આધારે ઇકો કારના ચાલક વિશાલ ઠાકોર સામે બેફિકરાઈ થી વાહન ચલાવવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

