વર્ષ ૨૦૦૧માં આવેલી ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય ખન્ના, આમિર ખાન અને સૈફ અલી ખાને ત્રણ મિત્રોની ભૂમિકા ભજવી હતી
Mumbai, તા.૨૪
બોલીવુડના સુપરસ્ટાર Aamir Khan વર્ક ફ્રન્ટ પર પોતાના દરેક કામમાં પરફેક્શન લાવવા જાણીતો છે. આમિર ખાનની આ આદતે તેની ઘણી ફિલ્મો અને સીનને યાદગાર બનાવ્યા હતા, પરંતુ ઘણી વખત આ પરફેક્શનની કિંમત પણ ખૂદ પોતાને ચૂકવવી પડી હતી. આવું જ કંઈક વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના શૂટિંગ દરમિયાન થયું હતું. એક સીનને પરફેક્ટ બનાવવા માટે આમિર ખાને અક્ષય ખન્ના પાસેથી એક-બે નહીં, પરંતુ કુલ ૧૭-૧૭ વખત થપ્પડ ખાધી હતી. એક્ટર-ફિલ્મમેકર ફરહાન અખ્તરે એક ઇવેન્ટ દરમિયાન ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે એ સમયે આમિર ખાન પોતે પણ ત્યાં હાજર હતો.
અક્ષય ખન્નાની ભૂલને કારણે Aamir Khanને વારંવાર થપ્પડ પડતી નહોતી, હકીકતમાં, આમિર ખાન પોતે જ સીનને પરફેક્ટ બનાવવા માટે અક્ષય ખન્નાને વારંવાર તેને થપ્પડ મારવા માટે કહી રહ્યો હતો. ફરહાન અખ્તરે ફિલ્મના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર આ કિસ્સો સંભળાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં એક સીન છે, જેમાં સિદ્ધાર્થનું પાત્ર ભજવનારા અક્ષય ખન્ના ગુસ્સામાં આકાશ એટલે કે આમિર ખાનને થપ્પડ મારે છે. ફરહાન ઈચ્છતો હતો કે આમિર ખાનનું રિએક્શન એકદમ વાસ્તવિક લાગે, તેથી તેણે અક્ષય ખન્નાને સૂચન કર્યું હતું કે સીનના અંતે તે આમિર ખાનને અચાનક થપ્પડ મારે.આમિર ખાનને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે આ સીનમાં તેને ખરેખર થપ્પડ મારવામાં આવશે.
તેના પર આમિર ખાને કહ્યું હતું કે, કોઈ વાંધો નથી, મારવા દો. ફરહાનને લાગ્યું હતું કે અચાનક થપ્પડ પડતાં આમિર થોડો ચોંકી જશે અને સીનનો રિએક્શન સ્વાભાવિક લાગશે. પરંતુ આમિર ખાન પોતાના પરફેક્શનિસ્ટ અંદાજ માટે જાણીતો છે. ફરહાન અખ્તરના જણાવ્યા મુજબ, આમિરને આ સીન માટે એવી માનસિક સ્થિતિમાં પહોંચવું હતું, જે વારંવાર થપ્પડ ખાધા બાદ જ શક્ય બની રહી હતી. તેથી આમિર પોતે જ કહેતા રહ્યા, ‘એક વાર વધુ, એક વાર વધુ…’ શોટ ઓકે થાય ત્યાં સુધી અક્ષય ખન્ના આમિર ખાનને કુલ ૧૭ વખત થપ્પડ મારી ચુક્યો હતો.ફરહાન અખ્તરે ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે ફાઇનલ શોટ પૂરો થયો ત્યાં સુધીમાં તો આમિર ખાનના ચહેરાની એક બાજુનો ગાલ સંપૂર્ણ રીતે સૂજી ગયો હતો અને તેના પર નિશાન પણ પડી ગયું હતું.
આ જ ઇવેન્ટ દરમિયાન સૈફ અલી ખાનએ આમિર ખાનની મજાક કરતાં પૂછ્યું હતું કે શું ખરેખર તેને અસલી થપ્પડ મારવામાં આવી હતી?વર્ષ ૨૦૦૧માં આવેલી ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય ખન્ના, આમિર ખાન અને સૈફ અલી ખાને ત્રણ મિત્રોની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા, સોનાલી કુલકર્ણી અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. લગભગ ૮ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર આશરે ૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

