Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યા
    અમદાવાદ

    Ahmedabad માં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,11

    અમદાવાદથી ફરી એકવાર એવા અહેવાલ સામે આવ્યાં છે જેના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો. કાર ધીમી હંકારવાનું કહેવા મામલે નજીવી બાબતમાં ઝઘડો એટલો વધી ગયો કે MICA કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. આ મામલો શેલા વિસ્તારનો છે. 

    શેલામાં આવેલી માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

    ઉત્તરપ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલામાં આવેલી માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતના આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યુ હોવાથી તે દિવસે પહેરવા માટેના કપડા સીવડાવવા માટે બોપલમાં સરકારી ટયુબવેલ પાસે આવેલા એક ટેલરમાં શુટનું માપ આપવા માટે ગયા હતા. બાદમાં જમીને રાતના સાડા દશ વાગે પરત હોસ્ટેલ પરત આવી રહ્યા હતા. ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પુરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને અવાજ કરીને વાહન સરખુ ચલાવવાનો ઠપકો આપતા કારચાલકે કારને પરત લાવીને પ્રિયાંશુ અને તેના મિત્ર સાથે તકરાર કરી હતી. 

    આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો.  જેથી પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.

    MICA એ આપ્યું નિવેદન 

    MICA તરફથી આ ઘટના અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બદલ અમે દુઃખી છીએ. આ ઘટના પરિસરની બહાર બની હતી. પ્રિયાંશુ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ માઈકા સમુદાયનું મોટું નુકસાન છે. તેના પરિવારને અમે દરેક પ્રકારે મદદ કરીશું અને પોલીસને પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું. 

    Ahmebad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.