New Delhi, તા.14
ઇરાન યુધ્ધને કારણે ભારતને પણ વિવિધ મોરચે સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ વચ્ચે સરકારે એક્શન શરૂ કર્યા જ છે અને તેના ભાગરૂપે કાંડની નિકાસ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે.
સરકારના આ આદેશ મુજબ, કાચી સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક રહેશે વધુમાં, આ પ્રતિબંધના સમયગાળાને પરિસિ્થતિ મુજબ ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાંડ એ સામાન્ય માણસના રસોડાની અનિવાર્ય વસ્તુ હોવાથી, તેના ભાવ આસમાને ન પહોંચે તે માટે સરકારે અગમચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. નિકાસ પર રોક લાગવાને કારણે હવે દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો મોટો જથ્થો સ્થાનિક બજારોમાં જ રહેશે, જેનાથી ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેશે.
યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા માં CXL અને TRQ ક્વોટા હેઠળ થતી નિકાસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.આ ઉપરાંત એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ સ્કીમ હેઠળ થતી નિકાસ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં. તથા જે ક્નસાઇનમેન્ટ્સ પહેલેથી જ એક્સપોર્ટ પાઈપલાઈનમાં છે અથવા ભૌતિક રીતે નિકાસની પ્રક્રિયામાં છે, તેમને પણ મુક્તિ આપવામાં આવી છે.

