Washington તા.2
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ઘણા કૃષિ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકવીપમેન્ટ પર ટેરિફમાં 10 ટકાના કપાતની જાહેરાત કરી છે. આથી આ વસ્તુઓ પર આગામી વર્ષના અંત સુધી ટેરિફ રેટ 25 ટકાથી ઘટીને 15 ટકા રહી જશે. આ ફેરફાર અંતર્ગત કમ્બાઈન, હાર્વેસ્ટર અને અન્ય કૃષિ સાધનો જેવા મશીનો પર ટેરિફ હાલના 25 ટકાથી ઘટીને 15 ટકા થઈ જશે.
રિપબ્લીક એડમીનીસ્ટ્રેશને કહ્યું છે કે આ કપાતનો ઉદેશ ઉત્પાદકો માટે ખર્ચને ઘટાડવાનો અને સાથે સાથે અમેરિકાના કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. આ જાહેરાતથી એ ઔદ્યોગીક ઉપકરણોનું ક્ષેત્ર પણ વધી ગયુ છે, જે 15 ટકાથી ઓછો ટેરિફ રેટ માટે એલિજીબલ છે.
વધુ કોને અપાઈ છે રાહત: યુએસ વ્યાપાર સમજુતીના ક્ષેત્રમાં આવનારા દેશોથી આયાત કરવામાં આવતી મોબાઈલ ઈન્ડસ્ટ્રીયલ મશીનરી (જેમાં બુલડોઝર, ફોર્કલિફટ અને આ પ્રકારના અન્ય ઉપકરણો સામેલ છે) પર હવે ઓછો ચાર્જ લાગશે. અમેરિકામાં ઘરેલુ મેટલ પ્રોડકશનને મજબૂત બનાવવાના ઉદેશથી આપવામાં આવેલ એક વધુ પ્રોત્સાહન અંતર્ગત વિદેશી નિર્માતા 10 ટકાના વધુ પણ ઓછા ટેરિફ રેટનો લાભ ઉઠાવી શકશે, શરત એ કે તેમના દ્વારા આયાત કરવામાં આવેલ કેપીટલ ઈકવીપમેન્ટમાં વતનના હિસાબે ઓછામાં ઓછું 85 ટકા સ્ટીલ કે એલ્યુમીનીયમ અમેરિકી હોવું જોઈએ.
આ એલજીબીલીટીને પુરી કરવા માટે સ્ટીલને અમેરિકામાં જ પિગળાવવું અને ઢાળવુ ફરજીયાત છે, જયારે એલ્યુમીનીયમને ઘરેલુ સ્તર પર જ ઓગાળવુ અને ઢાળવુ જોઈએ. રોકાણને મળશે ઝડપ: વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ અસ્થાયી ઉપાય, જે ડિસેમ્બર 2027 સુધી લાગુ રહેશે. જેનો ઉદેશ ઓછા સમયમાં થનારા રોકાણને ગતિ આપવાનો અને અમેરિકાના ઔદ્યોગીક આધારને ફરીથી ઉભો કરવામાં મદદ કરવાનો છે. આ પગલું રાષ્ટ્રપતિના નવા આદેશથી ઉઠાવવામાં આવ્યું છે, જે મેટલ્સ સાથે જોડાયેલા હાલના વ્યાપાર ઉપાયોમાં ફેરફાર કરે છે.
શું છે આ ઉપાયોનો ઉદેશ: વ્હાઈટ હાઉસનું કહેવું છે કે આ ઉપાયોનો ઉદેશ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી ચિંતાઓને દુર કરવાનો છે, સાથે સાથે કૃષિ, આવાસ અને મેન્યુફેકચરીંગ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો પણ છે, વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આયાતિત એલ્યુમીનીયમ સ્ટીલ અને તાંબા પર ટેરિફનો ઉપયોગ કરીને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, મહત્વના ઉદ્યોગોની આર્થિક મજબૂતી અને અમેરિકી પરિવારો, સમુદાયો અને વ્યવસાયોની નાણાકીય સ્થિતિને ઓછી કિંમતવાળા વિદેશી આયાતના ખતરાથી બચાવ્યા છે.

