(દિનેશ જોશી દ્વારા) Kodinar તા.૧૨
કોડીનારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૫૩૦ કલાકે જંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજાશે.દેશભક્તિના ગીતો સાથે રાષ્ટ્રભાવના ઉજાગર થશે.સેંકડો લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
૧૯૪૭માં ભારતના થયેલા વિભાજન અને તે દરમિયાન થયેલી ખુવારીના સ્મરણ સાથે અખંડ ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મેહુલભાઈ ઉપાધ્યાય (કુટુંબ પ્રબોધન સંયોજક, સોમનાથ જિલ્લો) માર્ગદર્શન આપશે.જ્યારે વિશેષ અતિથિ તરીકે કે. વી.બારડ સાહેબ (આર્ટ ઓફ લિવિંગ, સોમનાથ જિલ્લા કોઓર્ડિનેટર) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.આ કાર્યક્રમમાં કોડીનાર શહેર, તાલુકા તથા આસપાસના વિસ્તારના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આહવાન કરવામાં આવ્યું છે.

