(એચ.એસ.એલ)Gandhinagar,તા.૧૫
સચિવાલય નજીક આવેલું મીના બજાર સરકારી કર્મચારીઓ અને સ્થાનિક લોકો માટે ખરીદીનું એક જાણીતું અને મનપસંદ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. સસ્તા કપડાં અને અન્ય ચીજવસ્તુઓ માટે પ્રખ્યાત એવા આ બજારમાં કપડાં વેચવાના બહાને આંતરરાષ્ટ્રીય સ્તરની મોંઘીદાટ બ્રાન્ડના વિદેશી દારૂનું એક આખું હાઈપ્રોફાઈલ નેટવર્ક ચાલતું હોવાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર સેક્ટર-૭ પોલીસને મળેલી પાકી બાતમીના આધારે આ સમગ્ર કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે, મીના બજારમાં કપડાંની આડમાં મોંઘીદાટ બ્રાન્ડનો વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતી સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડને મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ જે. એચ. મકવાણા અને તેમની ટીમે રાત્રીના સમયે બજારમાં દરોડો પાડવાનું આયોજન કર્યું હતું. તપાસ દરમિયાન શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓની લારીઓની હરોળમાં સસ્તા કપડાં વેચવાના બહાને ઊભેલી બે શંકાસ્પદ લારીઓ પોલીસના રડારમાં આવી હતી.
પોલીસે જ્યારે આ લારીઓના તાળાં તોડીને અંદર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લારીઓ ખોલતાની સાથે જ ઉપર ગોઠવેલા સસ્તા કપડાંના જથ્થાની નીચે છુપાવેલો મોંઘીદાટ વિદેશી દારૂ અને પ્રીમિયમ બિયરના ટીનનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. કપડાં વેચવાના બહાને ગ્રાહકોને આકર્ષીને અંદરથી બ્રાન્ડેડ દારૂની બોટલો સપ્લાય કરવાનું આ હાઈપ્રોફાઈલ નેટવર્ક જોઈને ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
આ દરોડા દરમિયાન પોલીસે લારીમાંથી અંદાજે ૧.૫૦ લાખથી વધુની કિંમતની કુલ ૧૧૦ નંગ પ્રીમિયમ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલી બોટલોમાં ૫થી ૭ હજાર રૂપિયાની કિંમત ધરાવતી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરીને લારીના માલિક અને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધાર એવા વોન્ટેડ બુટલેગર રાજુ રાણાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
- Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
- રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
- સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
- સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
- બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
- ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
- Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

