(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
Jamnagar તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે.
દરેડ ગામના બસ સ્ટેશન સામે રહેતા ૧૬ વર્ષીય સાગર રમેશભાઈ ખરા અને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી વચ્ચેના પ્રેમસંબંધ ના ચકચારી પ્રકરણમાં પ્રેમિકાના પિતા દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદીશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભી અગ્રાવતે મળી ચારેય શખ્સોએ સાગરને ધોકા વડે માર મારી હત્યા નિપજાવી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પીયુષ રમેશભાઈ ખરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવત સહિત ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૫૪, જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ ૩(૨)(૫) હેઠળ ગુનો નોંધી ચારેય ની ધરપકડ કરી હતી.જે ચારેય આરોપીઓ પાસેથી પોલીસે હત્યામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા. તેઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં ચારેયને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

