(મિલાપ રૂપારેલ)
Amreli તા.31
ઓસ્ટ્રેલિયાનાં સિડની સ્થિત ભારતીય નાગરિક સૌરભ જોલીએ અમરેલી જિલ્લા પોલીસ વડાને જુન (2026)માં ઇ-મેઇલ કરી તેમની સાથે થયેલી રૂ.11 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર, મૂળ નવી દિલ્હીના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સૌરભ જોલી નામના બિન-નિવાસી ભારતીયએ સોનું ખરીદવા માટે એપ્રિલ (2026) અમરેલીના એક વ્યક્તિને રૂપિયા 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પેમેન્ટ થઇ ગયુ હોવા છતાં તેમને સોનું મળ્યુ ના હતુ. જ્યારે તેમણે અમરેલી ફરિયાદ નોંધાવી ત્યારે જોલી ઓસ્ટ્રેલિયામાં હતા. નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીમાં રહેતા હતા.
આ કેસમાં નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો. અમરેલી પોલીસે મામલાની ગંભીરતા જોઈને નાણાં મેળવનાર વ્યક્તિ સાથે વાત કરી અને પૈસા પાછા આપવા કહ્યું હતું. આખરે તેણે પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી.” અમરેલી પોલીસની આ ત્વરિત કામગિરી વિશે સૌરભ જોલીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું
કે, હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ તપાસથી અલગ છે. તેમણે પોલીસ ટીમની ઝડપી કમ્યુનિકેશન, તેમના પ્રશ્નોના નિવારણ માટે દર્શાવેલી ધીરજ અને વ્યવસ્થિત અભિગમની પ્રશંસા કરી હતી.

