(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪
મોરબીના જેતપર ગામે ઉપવાસ આંદોલન સતત ચાલી રહ્યું છે અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીની તબિયત લથડી હોવા છતાં આંદોલન અવિરત ચાલી રહ્યું છે જેમાં ગત રાત્રીના વધુ એક ઉપવાસી નેહુલ અમૃતિયા વોશરોમો ગયા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
તેમજ જેતપર ઉપવાસી છાવણીમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ રાત્રીના પહોંચ્યા હતા જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને ગાંધીનગરમાં વાટાઘાટો માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું જોકે ખેડૂતોએ હાલ ગાંધીનગર નહિ જઈએ તેવો સ્પષ્ટ નિર્ણય લીધો હતો જે મામલે આંદોલન કરનાર રાકેશભાઈ ઉર્ફે કાળું અમૃતિયાએ જણાવ્યું હતું કે ૩ દિવસથી અધિકારીઓ આવે છે ગઈકાલે એસપી અને કલેકટર આવ્યા હતા અને તેઓ ઉભા થઇ જાઓ તેમ કહે છે અને અમે નાં પાડીએ છીએ જ્યાં સુધી પરિપત્ર ના મળે ત્યાં સુધી આંદોલનનો અંત નહિ આવે ગાંધીનગર આવાનું કહે છે પરંતુ જ્યાં સુધી મુખ્યમંત્રી પત્ર ના લખે અને મળવા માટે સમય ના ફાળવે ત્યાં સુધી ગાંધીનગર નથી જવું તેવું નક્કી કરવામાં આવ્યું છે સરકાર માંગણીઓ સ્વીકારી લે તો ગાંધીનગર જશું મળવા સમય આપે એટલે ઉપવાસ ચાલુ હોવા છતાં સમિતિના સભ્ય સહિતના અન્ય પાંચને મોકલીશું અને સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી જે એમ આલ સહિતના અધિકારીઓ મીડિયાને જોઇને ચાલતી પકડી હતી
જેતપર ઉપવાસી છાવણીમાં મહારક્તદાન કેમ્પ
૫૪૧૯ બોટલ રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે ત્યારે આજે જેતપર ઉપવાસી છાવણીમાં રેકોર્ડ તોડી નાખવાના શુભ આશય સાથે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળેથી ૧૨ બ્લડ બેંકના સહ્યોથી રક્તદાન કરવામાં આવી રહ્યું છે બપોર સુધીમાં ૧૦૦૦ બોટલ એકત્ર થઇ હતી તેમજ રાત્રીના દરરોજ ૧૦ થી ૧૫ હાજર લોકો છાવણીની મુલાકાત લે છે અને રાત્રે મોટી સંખ્યામાં રક્તદાન કરી રેકોર્ડ તોડી નાખવા આયોજકોએ કટીબધ્ધતા દર્શાવી હતી
માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ પદ સહિતના તમામ હોદેથી રાજીનામું
જેતપર ગામે ચાલતા ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કરી ભાજપ હોદેદારે તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે ભાવિકકુમાર મીતેશભાઇ કાવર હાલ માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને તેને ખેડૂત આંદોલનના સમર્થનમાં તાલુકા ઉપપ્રમુખ સહિતના તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સ્વીકારી ખેડૂતોના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા પણ જણાવ્યું છે

