(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪
શ્રી ખારચિયા ગ્રામ પંચાયત દ્વારા પીએમ કિશાન સન્માન નિધિ યોજનાના છેલ્લા બે હપ્તા જમા ના થયા હોવાની રાવ સાથે જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે
જે રજુઆતમાં જણાવ્યું છે કે ખારચિયા ગામના અને આમરણ ચોવીસીના આજુબાજુના ગામોના મોટાભાગના ખેડૂતોના બેંક ખાતા ધી જામનગર ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લીમીટેડ આમરણ શાખામાં આવેલા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રૂ ૨૦૦૦ ના છેલ્લા બે હપ્તા અમારા વિસ્તારના ખારચિયા અને આમરણ ચોવીસી આસપાસના તમામ ખેડૂતોના ખાતામાં હજુ જમા થયા નથી ખેડૂતો નિયમિત રીતે યોજનાનો લાભ મેળવતા હતા તેમના ખાતા પણ સક્રિય છે તેમ છતાં છેલ્લા બે હપ્તાથી વંચિત રહેવાને કારણે ખેતીકામ અને આર્થિક આયોજનમાં ખુબ મુશ્કેલી પડી રહી છે સમસ્યા કોઈ એક વ્યક્તિગત ખેડૂતની નથી પરંતુ આખી બેંક શાખા અને સમગ્ર પંથકના ખેડૂતોની છે આમાં કોઈ ટેકનીકલ ખામી અથવા બેંક સ્તરે કોઈ પ્રક્રિયા અટકેલી હોય તેવી સંભાવના છે જેથી યોગ્ય તપાસ કરી ખેડૂતોના ખાતામાં જલ્દીથી હપ્તો જમા થાય તેવી કાર્યવાહીની માંગ કરી છે

