(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪
માળિયા (મી.) જુના બસ સ્ટેન્ડ સામે રહેતા મોવર પરિવારની ૧૫ વર્ષની સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા (મીં.) જુના બસ સ્ટેન્ડ સામે રહેતી સાયનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ.૧૫) નામની સગીરા તા. ૨૦ ના રોજ બપોરના પોતાના મકાને ઘરના અંદરના રૂમમાં કોઈ કારણોસર પોતાની જાતે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી માળિયા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

