(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૪
માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માધાપર ઝાપા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી માધાપર ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર હારજીતનો નસીબ આધારિત નોટ નંબરી જુગાર રમતા કાનજી રામજીભાઈ પરમાર, પરષોતમ દેવરાજભાઈ ડાભી, સલીમ ઓસમાણ દલ અને ચંદ્રેશ અશોકભાઈ જોષી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૬૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

