Rajkotતા.૨૯
શહેરના નાણાવટી ચોક પાસેના નંદનવન આરોગ્ય કેન્દ્રમાં સિનિયર સિટીઝન્સને કલાકો સુધી લાઇનમાં ઉભા રખાતા હોવાની ફરિયાદ સ્ટાફના ઉધ્ધત વાણી, વર્તન અને વ્યવહારની રાવ વારંવાર સર્વર ડાઉન અને સિસ્ટમ એરરની રોજિંદી સમસ્યા ઉભી થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૯માં રૈયા ચોકડી અને નાણાવટી ચોક નજીકની નંદનવન સોસાયટી શેરી નં.૪માં આવેલા આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ રિન્યુઅલમાં ધાંધિયાને કારણે આજે સવારે ભારે દેકારો બોલી ગયો હતો.
નંદનવન સોસાયટીનું આરોગ્ય કેન્દ્ર સવારે ખુલે તે પહેલાથી જ અરજદારોની લાઇન લાગી જતી હોવા છતાં વારો આવતો નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આજે વ્હેલી સવારથી લાઇનમાં ઊભેલા અરજદારોએ જણાવ્યું હતું કે બબ્બે કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો આવતો નથી, તેના કારણે સિનિયર સિટિઝન્સની હાલત કફોડી થઈ જાય છે. આરોગ્ય કેન્દ્ર ખાતેથી એવા જવાબો અપાય છે.
કે ગમે તેટલા લોકો ભલે લાઇનમાં ઉભા હોય એક દિવસમાં મહત્તમ ૨૫ નાગરિકોના આયુષ્યમાન કાર્ડ જ રિન્યુ કરવામાં આવશે ! આ ઉપરાંત વારંવાર સર્વર ડાઉન થવાની તેમજ રિન્યુઅલ પ્રોસેસ ચાલુ હોય તે દરમિયાન ટેકનિકલ એરર આવે છે જેના કારણે ક્યારેક તો એક દિવસમાં ૨૫ નાગરિકના આયુષ્યમાન કાર્ડ પણ રિન્યુ થઇ શકતા નથી તેવી ફરિયાદ છે.

