Jamnagar, તા.ર3
જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા વસઈ નજીક ગત મોડી રાત્રે ફાયરિંગ થવાની જોરશોરથી ચર્ચા જાગતા ખળભળાટ મચી ગયો છે. જામનગરના પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા ઉપર હુમલો કરી કારમાં તોડફોડ અને ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા વહેતી થઈ છે. જેને લઈને સિક્કા પોલીસ તપાસમાં લાગી છે. આ ચર્ચાને પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઇ છે.
પોલીસે બનાવનું કારણ જાણવા સહિતની દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. ગત મોડી રાત્રે, જામનગર-ખંભાળિયા હાઇવે આવેલ વસઇ ગામ નજીક ફાયરીંગની ચર્ચા જાગી છે. કોંગ્રેસ મુકી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ નગરસેવક અસલમ ખીલજીના ભત્રીજા પર હુમલો અને ફાયરિંગ કરાયું હોવાની ભારે ચર્ચા છે. ઇજાગસ્તને તાત્કાલિક સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સિક્કા પોલીસ તપાસ જોતરાઈ છે.
સાંજ સમાચાર સાથેથી વાતચીતમાં પોલીસે પ્રથમ ફાયરિંગ થયાનું સ્વીકાર્યા બાદ થોડી જ વારમાં ફાયરિંની ચર્ચા હોવાનો ફોડ પાડ્યો હતો. મોડી રાતના બનાવની પોલીસે છે કે 10 વાગ્યા સુધી તપાસ ચાલુ હોવાના જવાબની પરંપરાગત કેસટ વગાડી હતી. લાંબા સમય બાદ પણ પ્રાથમિક તપાસની વિગતો ન આપતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

