Author: Vikram Raval

બોનીએ કાનૂની અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ત્રણેય દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે Mumbai,, તા.૨૭ બોલિવૂડના ડિરેક્ટર અને પ્રોડ્યુસર બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ચેન્નાઈના ફાર્મહાઉસની માલિકીનો દાવો કરી રહ્યા છે જે એક સમયે તેમની સ્વર્ગસ્થ પત્ની, સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું હતું.બોનીએ કાનૂની અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ત્રણેય દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. ચેન્નાઈમાં ઈસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત વિવાદિત મિલકત શ્રીદેવીએ ૧૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ એમ.સી. સંબંદા મુદલિયાર પાસેથી ખરીદી હતી. મુદલિયારના પરિવારે ૧૯૬૦માં પરસ્પર મિલકતનું વિભાજન કર્યું હતું અને આ પારિવારીક વહેંચણીના…

Read More

વિકી કૌશલનો પહેલો લૂક જાહેર કરીને ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ કરવાની જાહેરાત કરાઈ હતી Mumbai,, તા.૨૭ વિકી કૌશલની મેડોક ફિલ્મ્સ સાથેની બીજી ફિલ્મ ‘મહાવતાર’ની થોડી વધુ રાહ જોવી પડી શકે છે. શરૂઆતમાં ૨૦૨૬માં ક્રિસમસ દરમિયાન રિલીઝ થવાની હતી. પરંતુ એક અહેવાલ મુજબ, આ માઇથોલોજિકલ ફિલ્મ હવે ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘લવ એન્ડ વૉર’ના શૂટિંગને કારણે આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.મેડોકની ‘મહાઅવતાર’ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાનું હતું. પરંતુ હવે ‘મહાવતાર’નું શૂટ આગામી એપ્રિલમાં જ શરૂ થવાની ધારણા છે, જેના કારણે ડિસેમ્બર ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા ઓછી…

Read More

યશરાજ ફિલ્મ્સની સર્જનાત્મક ટીમ પહેલાથી જ એજન્ટ વિક્રમ માટે એક સ્ટેન્ડઅલોન ફિલ્મ વિકસાવી રહી હતી Mumbai, તા.૨૭ ‘વૉર ૨’ની નિષ્ફળતાએ યશરાજ ફિલ્મ્સને તેનાં મૂળ સુધી હચમચાવી નાખ્યું છે, ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ માટે તો તેને ટીકાનો સામનો કરવો જ પડ્યો છે, સાથે જ તે થિયેટરમાં પણ મુશ્કેલીથી ટકી શકી છે, જેના કારણે તમામ હિસ્સેદારોને ભારે નાણાકીય નુકસાન થયું છે. સાથે જ આદિત્ય ચોપરાએ જુનિયર એનટીઆરનાં પાત્ર ઉર્ફે એજન્ટ વિક્રમ પરની પહેલાં જ નક્કી થયેલી સ્ટેન્ડઅલોન ફિલ્મ પણ આદિત્ય ચોપરાએ હાલ તો કોરાણે મુકી દીધી છે.સ્ટુડિયોની નજીકના એક સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, યશરાજ ફિલ્મ્સે જુનિયર એનટીઆરની લોકપ્રિયતાનો સમગ્ર ભારતમાં લાભ…

Read More

શિલ્પા શેટ્ટીએ કહ્યું, કુન્દ્રા પરિવારમાં ૧૩ દિવસનો શોક હોવાથી ધાર્મિક ઉજવણી નહીં Mumbai,, તા.૨૭ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. તેના ભવ્ય અને ભક્તિમય ગણપતિ ઉત્સવ માટે જાણીતી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે, ચાહકોને માહિતી આપી છે કે કુન્દ્રા પરિવાર હાલ શોકમાં હોવાથી તેઓ તેઓ ૧૩ દિવસ સુધી શોક પાડશે.પોતાની પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ લખ્યું, “પ્રિય મિત્રો, ઊંડા શોક સાથે, અમને તમને જણાવતા દુઃખ થાય છે કે, પરિવારમાં શોકને કારણે, આ વર્ષે અમે અમારા ઘેર ગણપતિ ઉત્સવ યોજીશું નહીં. પરંપરા મુજબ, અમે ૧૩ દિવસનો શોક પાડીશું અને તેથી…

Read More

સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે Mumbai,, તા.૨૭ અભિનેત્રી સૈયામી ખેર સત્તાવાર રીતે પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ના કલાકારો સાથે જોડાઈ ગઈ છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારો અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે એવી આ ફિલ્મનું શૂટિંગ કોચીમાં શરૂ થઈ ગયું છે અને તેની પહેલાંથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે.‘હૈવાન’ ઘણા કારણોસર એક ખાસ ફિલ્મ બની રહી છે. સૈયામી ખેર પહેલી વાર અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને ડિરેક્ટર પ્રિયદર્શન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. દર્શકો માટે અક્ષય અને સૈફ છેલ્લે ‘ટશન’માં જોવા મળ્યા હતા અને હવે, ૧૮ વર્ષ પછી અક્ષય…

Read More

આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે, જે ગાંધી જયંતિ અને દશેરા સાથે રિલીઝ થવાની છે Mumbai, તા.૨૭ ધર્મા પ્રોડક્શન્સે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના પોસ્ટરનાં રિલીઝ સાથે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે. આ પોસ્ટર, એક મોશન પિક્ચર ડિઝાઇન છે, જેમાં ફક્ત મુખ્ય પાત્રો જ નહીં પરંતુ રોહિત સરાફ અને સાન્યા મલ્હોત્રાને પહેલા ક્યારેય ન જોયેલા અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે, જે ફિલ્મમાં સંબંધોના ગૂંચવાડા તરફ સંકેત આપે છે.આ પોસ્ટરે ટિ્‌વસ્ટેડ લવસ્ટોરીને સમજવા માટે ઉત્સુક ફૅન્સમાં ચર્ચાઓ જગાવી છે. બ્રાઇટ ગોલ્ડન સાડીમાં જોવા મળતી જાહ્નવી કપૂર અને સુંદર કાળા…

Read More

મૃતકની બે સગી ભાણેજ સહિત ચાર સામે ફરિયાદઃ બનાવમાં ઉપયોગમાં લીધેલું દોરડું સળગાવી પુરાવાનો નાશ કરાયો Morbi, તા.૨૭ રફાળેશ્વર ગામે એક મહિલા દારૂ પીને અવારનવાર માથાકૂટ કરતી હોવાથી તેની બે સગી ભાણેજે અન્ય સાથે મળીને મહિલાને ખાટલામાં દોરડા વડે ધોકાથી માર મારતા બાંધી માથામાં જીવલેણ ઈજાઓ કરી હત્યા નીપજાવી હતી. મોરબી તાલુકા પોલીસે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના વૃદ્ધાએ આરોપીઓ હીના લક્ષ્મણ રાઠોડ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ, હુશેન ફિરોજ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીને દારૂ…

Read More

Amreli, Bagasara તા.૨૭ બગસરા તાલુકાના સાપર ગામમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં સંતાનોના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક ભાઈએ પોતાની સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણ (ઉ.વ.૫૦)ની આજે તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મૂકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી…

Read More

મૃતક મહેશ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના મોટા ભાઈ સાથે કારખાને અવારનવાર જતો હોવાથી તે ત્યાં પરિચિત હતો Rajkot, તા.૨૭ રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગત તારીખ ૨૩ના રોજ એક કરુણ ઘટના બની હતી. અહીં માલવાહક લિફ્ટમાં માથું આવી જતાં એક ૧૮ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ,  મૃતકનું નામ મહેશ બાબુભાઈ સોલંકી છે અને તે સોરઠીયાવાડી પાસે ઝૂંપડામાં રહેતો હતો. મહેશ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલા ‘આકાશ વોચ ટાઇમ’ નામના કારખાનામાં તેના ભાઈને મળવા ગયો હતો, જે ત્યાં કામ કરતો હતો. આ દરમિયાન, તે પુઠાનો સામાન લેવા માટે માલવાહક લિફ્ટમાં ગયો. ત્રીજા…

Read More

આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં. : કોર્ટનું અવલોકન Ahmedabad, તા.૨૭ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ ૨૦૨૩માં ૧૨ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં યુવતી સહિત ત્રણ આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ૨૦-૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે જ ચુકાદામાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે.એલ.ચોવટિયાએ નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, યુવતી સહિતના આરોપીઓના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા દાખવી શકાય નહીં.…

Read More