- ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
- યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
- CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
- iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
- Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
- ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
- મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
- PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય
Author: Vikram Raval
Mithapur, તા.20 દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા ગામે આર્થીક પરિસ્થિતી તંગ હોય જેનાથી કંટાળીને મહીલાએ આપઘાત કરી લીધો છે. ખંભાળીયા હરસિઘ્ધી નગરમાં રહેતા રાણીબેન રામભાઈ રૂડાચના પતિનુ ત્રણ વર્ષ પૂર્વે મરણ થયુ હતુ. જેથી ઘરની તમામ જવાબદારી તેણી પર આવતા આ પરિસ્થિતિને પહોંચી વળવા તેણીએ ખોડીયાર રેસ્ટોરન્ટ ચાલુ કર્યુ હતુ જે પણ બરાબર નહિ ચાલતા આર્થીક તંગ સ્થિતિથી કંટાળી તેણીએ ગળાટુંપો ખાઈને આપઘાત કરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.
Mithapur, તા.20 દેવભૂમી દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ફતેપુર ગામે જગદીશ રાવલીયા નાલ ઉઘરાવીને જુગારધામ ચલાવતો હોય તેવી બાતમી દેવભૂમી દ્વારકા જીલ્લા એલસીબીને મળતા ત્યાં દરોડો પાડીને જગદીશ રાવલીયા, રમેશ ભાટુ, કાના ભાટુ, કીશોર જોશી, ગોવિંદ રાયદે અનુ ગુલમામદ જેઠવાને પકડી પાડેલ છે અને તેઓ પાસેથી કુલ રૂા.૧,૮૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો છે.
New Delhi,તા.20 દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે, તામિલનાડુ 66 સાથે બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો…
New Delhi,તા.20 ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રૂટ અને ફ્રૂટની સુગંધવાળાં ‘સોફ્ટ-ડ્રીંક્સ’ તેમજ કાર્બોનેટેડ ડ્રીન્કસની આયાત પ્રતિબંધિત કરી છે. જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ આવતો બાંગ્લાદેશનો માલ હવે ભારતમાં મળી નહીં શકે. બાંગ્લાદેશના ભૂમિ ઉપરના ‘પોર્ટસ’, ‘ડ્રાય-પોર્ટસ’ પૈકી અખૂરા અને ડાવકી ‘પોર્ટસ’ ઉપરથી બાંગ્લાદેશનો માલ ભારતમાં આવે છે. હવે ભારતે આયાત બંધ કરતાં બાંગ્લાદેશને ઓછામાં ઓછો ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે. આ પૂર્વે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતું ‘યાર્ન’ (ભૂમિ માર્ગે આવતું) બંધ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશને અપાતી ‘ટ્રન્શિપમેન્ટ ફેસિલીટી’ પણ બંધ કરી છે. હવે બાંગ્લાદેશ આ આર્થિક ઘેરાબંધીથી ખરેખરૃં મુંજાયું છે તેથી જ તેના વ્યાપાર-વાણિજય મંત્રીના…
Ankleshwar,તા.20 રાજ્યભરમાં સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સર્જાયો છે. નેશનલ હાઇવે પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર બાઇક સવારને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે 48 પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં સજોદ ગામના જયેશ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફીકજામના દ્વશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવ પગલે સ્થાનિક લોકો ટોળુ એકઠું થઇ ગયું હતું. પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો…
Washington,તા.20 અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે અમેરિકાએ કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું. ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને તેમના સ્વદેશમાં પાછા ડિપોર્ટ કરવાનું અમેરિકા નિયમિતપણે કરતું રહે છે. ૨૦૦૯થી હજુ સુધી ભારતમાં અમેરિકાથી ૧૫,૭૫૬ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટસને ડિપોર્ટ કરાયા હતા તેવું વિદેશપ્રધાન એસ. જયશંકરે ફેબુ્રઆરી મહિનામાં સંસદમાં કહ્યું હતું. ૨૦૦૯થી ૨૦૨૫ સુધી દર વર્ષે ૫૦૦થી વધુ ભારતીય વસાહતીઓને સ્વદેશ પાછા ધકેલાયા છે. ૨૦૧૬થી ૨૦૨૦ દરમ્યાન આ આંકડો વધીને ૧૦૦૦ થયો હતો. યુએસએ ૧૭મી મે, શનિવારે ચેતવણી આપી હતી…
Washington,તા.20 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિને બે કલાક કરતાં પણ વધારે સમય વાતચીત કરી હતી અને યુદ્ધ બંધ કરવા અંગે ચર્ચા કરી હતી. પુતિને યુદ્ધ બંધ કરવાના માર્ગ પર આગળ વધવાની તૈયારી બતાવી છે. ચર્ચાના અંતે બંને નેતાઓ તે વાત પર સંમત થયા હતા કે બધા પક્ષોને અનુકૂળ આવે તે પ્રકારનું સમાધાન શોધવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. ટ્રમ્પ સાથેના ફોન કોલ પછી પુતિને જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નોના મોરચે પ્રગતિ થઈ છે અને રશિયા કીવ સાથેની સીધી મંત્રણાને સમર્થન આપે છે. પુતિને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે અમેરિકન પ્રમુખ સાથે તે…
Washington,તા.20 ચીનનું જિયુ ટિયાન-Jiutian એસએસ-યુએવી ડ્રોન આકાશમાં પણ અમેરિકાના પ્રભુત્વને પડકારવા તૈયાર થઈ ગયું છે. ડ્રોનની હાઇ-ટેક રેસમાં ચીનના નવા Jiutian ડ્રોને અમેરિકાની આંખો પહોળી કરી દીધી છે. ૧૫માં ઝુહાઈ એરશોમાં આ Jiutian ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન પર અમેરિકનોની ચાંપતી નજર છે. તેને એવીઆઇસી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે. એવીઆઇસીએ આ ડ્રોનને શેન્ક્સી અનમેન્ડ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી અને હૈગ કમ્યુનિકેશન્સના સહયોગમાં વિકસાવ્યું છે. Jiutianને ડ્રોનમાં નવી જ કેટેગરી ઊભી કરી છે. આ કેટેગરી સુપર હાઇ ઓલ્ટિટયુડ મધરશિપની કેટેગરી છે. આ Jiutian ડ્રોન મહત્તમ ૧૬ ટન વજન લઈ ઉડી શકે છે, તેની પાંખ ૨૫ મીટરની છે અને તે ૧૫ હજાર…
Gandhinagar,તા.20 ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી 22 થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 23મીએ છોટા ઉદેપુર-નર્મદા,…
Israel,તા.20 ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હૂએ ગાઝાને નિયંત્રણમાં લેવાના શપથ લીધા છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નેતન્યાહૂની યોજના પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ નવેસરથી લશ્કરી હુમલાઓ બંધ નહીં કરે, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગાઝા સુધી અનાજ ન પહોંચવા દેવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. આ દેશોએ કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. વધુમાં, આ દેશોએ ઇઝરાયલી સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ગાઝાની નાગરિક વસ્તીને બળજબરીથી વિસ્થાપિત કરવાની ધમકી આપતા નિવેદનોની નિંદા કરી, તેને…
