- ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
- યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
- CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
- iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
- Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
- ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
- મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
- PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય
Author: Vikram Raval
Rajkot, તા.20 સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ગૌરવ એવા એઈમ્સ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાઓ માળખાને પ્રગતિ સાથે વધુ મજબૂત બનાવવા એઈમ્સ રાજકોટના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રો.ડો.ગોવર્ધન દત્તપુરી હસ્તે અત્યંત આધુનિક ઓપરેશન થિયેટરનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. એઈમ્સ સંસ્થાની ઝડપી પ્રગતિ ગતિશીલ નેતૃત્વ પુરૂ પાડવા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને ખુબ સારી સારવાર મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા એકઝીકયુટીવ ડિરેકટર પ્રો.ડો.ગોવર્ધન દત્તપુરીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન થિયેટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નવુ ઉદઘાટન કરાયેલ ઓપરેશન થિયેટર દર્દી સંભાળ વધુ સેવાઓ માટે ખાસ કરીને રાજકોટ અને આસપાસના પ્રદેશોના લોકોને ફાયદો પહોંચાડે છે. વિવિધ સર્જીકલ વિભાગોની કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો પણ કરશે…
Rajkot, તા.20 રાજકોટ જીલ્લામાં ૭૦ થી વધુ હિજરતી મિલ્કતો પડતર હાલતમાં છે આ મિલ્કતોનુ લીસ્ટ કલેકટર તંત્ર દ્વારા મુંબઈના કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રને મોકલી દેવામાં આવેલ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જીલ્લામાં આવેલી આવી હિજરતી મિલ્કતો અંગે કલેકટર તંત્ર દ્વારા સર્વે કરવામાં આવેલ હતો. તેમજ મુંબઈના કોસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી તંત્રના અધિકારીઓએ પણ રાજકોટ આવી આ અંગેનો રિપોર્ટ કલેકટર તંત્ર પાસેથી મેળવેલ હતો. કલેકટર તંત્રના સુત્રોએ આ અંગે જણાવ્યું હતુ કે રાજકોટ જીલ્લમાં ૭૦ થી વધુ આવી હિજરત મિલ્કતો આવેલી છે જે હાલ પડતર હાલતમાં છે. આ મિલ્કતોમાં સૌથી વધુ ૪૫ જેટલી મિલ્કતો જેતપુર શહેરમાં આવેલી…
Rajkot, તા.20 રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.૨૩ ને શુક્રવારે લેન્ડગ્રેબીંગની બેઠક જીલ્લા કલેકટર પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને યોજાનાર છે જેમાં ૮૦ જેટલા કેસો સુનાવણી માટે મૂકવામાં આવનાર છે. જે પૈકીના ૨૦ કેસોના અરજદારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરી ખાતે ગત શનિવારે આ લેન્ડગ્રેબીંગની બેઠક આયોજીત કરવામાં આવી હતી પરંતુ સેવા સેતુ કાર્યક્રમને લઈ આ બેઠક મુલત્વી રાખી દેવામાં આવી હતી. જે હવે આગામી તા.૨૩ ને શુક્રવારે યોજવામાં આવનાર છે. લેન્ડગ્રેબીંગની આ બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલ્કતો પચાવી પાડનારાઓ સામે કાયદાનો શિકંજો કસવામાં આવશે. અહીં એ…
Jetpur, તા.20 રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં સૌપ્રથમ ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણુંક પત્રો અપાયા હતા. કોઈ પણ પ્રકારની સંભવિત આપાતકાલીન પરિસ્થિતિમાં દેશસેવા કરવા માગતા દેશના નાગરિકો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાઈને પોતાની સેવા આપી શકે છે. આ યોજનામાં જોડાવા માગતા નાગરિકોએ નિયત ફોર્મ તથા એકરારનામું જિલ્લા વહીવટી તંત્રને રજૂ કરવાનુ હોય છે. જેતપુરના મેવાસા ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તથા જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણૂંક પત્રો આજે એનાયત કરાયા હતા. આ તમામ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને અને જરૂર પડયે રાષ્ટ્રહિત…
Manavadar, તા.20 માણાવદર તાલુકાના ૫૫ ની જુદી જુદી જમીનની લે-વેચ કે નામ ફેર કમી જેવા કામોની અરજી કરે છે ત્યારે ખેડૂતોને ચોમાસાની સીઝન હોય જમીનના કામો આટોપી ખેતી કામ કરવા માંગે છે પરંતુ આવી અરજીમાં વહાલા દવલાની નીતિ મામલતદાર કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે ધારાસભ્ય અને ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી છે જેમાં જણાવેલ છે કે જમીન એન્ટ્રીમાં ખાનગી વહીવટ કરો તો નિયમ ના નડે જો કોઈ ખેડૂત કે અરજદાર ખાનગી વહીવટના કરે તો તેને નિયમો બતાવવામાં આવતા હોવાની ચોકાનારી ફરિયાદ થાય છે વાલા દવલાની નીતિ થાય છે વહીવટ કરો તો ૩૫ દિવસે મંજૂર નહીં તો ૪૫ દિવસ થાય તેવી…
ચેકની રકમ ૪૪.૬૧ લાખ વળતર તરીકે ચુકવવા હુકમ Mithapur ,તા.20 મીઠાપુર ખાતે આવેલી આનંદ એજન્સીઝના ભાગીદારોએ ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી સામે ડીઝલના બાકી લેણા રૂા.૪૪,૬૧,૭૬૮,૩૪ નો ચેક આપેલો હતો તે ચેક બેંકમાં જમા કરતા ચેક વસુલ થયા વિના ઈનસફીસ્યન્ટ ફંડસના શેરા સાથે પરત થયેલો તેથી ફરીયાદી પેઢીને ચેક વાળી રકમ ન મળતા ફરીયાદી પેઢીએ ડીમાન્ડ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલુ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદી પેઢીને ચેકવાળી રકમ ન ચુકવતા મુખત્યાર ગોવિંદ ખેતાભાઈ રાઠોડ મારફત ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી સામે ઓખાની કોર્ટમાં વકીલ આર.સી.ભાયાણી મારફતે ફરીયાદ કરેલ છે તે અંગેનો કેસ ચાલી જતા લેખીત મૌખિક પુરાવો અને ફરીયાદ પક્ષે કરવામાં…
તાબા-પીતળ અને કાસાના વાસણો મળી ૨૮૫૦૦ નો મુદામાલ સાથે બેલડીને ઝડપી લીધી Junagadh, તા.20 ગીરસોમનાથ જીલ્લાના તાલાલા શહેરના પીપળવા રોડ ઉપર રીક્ષા સ્ટેશન પાસે બે શખ્સોને ચોરાઉ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઈ વિસાવદર પોલીસ મથકે દાખલ થયેલા ગુનાનો ભેદ ઉકેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ તાલાલા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એન.ગઢવી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ત્યારે મુળ તાલાલાનો અને હાલ રાજકોટ રહેતા અર્જુન ભાવેશ વાળા અને રાકેશ ધીરૂ સોલંકી સહિત બન્ને શખ્સો શંકાસ્પદ હાલતમાં પીપળવા રોડ પર રીક્ષા સ્ટેશન પાસે બાઈકમાં બાચકુ રાખીને ઉભા હોવાની મળેલી બાતીમના આધારે સ્ટાફે દરોડો પાડી બન્ને શખ્સો પાસે રહેલુ બાચકાની…
સોમનાથમાં એક સમયે શેરીએ-શેરીએ નરવા સાદ દેતી મહિલાઓ મધ લેવાં વ..હો..મધનું વેચાણ કરતી ઔષધિય ગુણો, પર્યાવરણ જતન, પૌષ્ટિક ગુણોનો ભંડાર મધ-નામ અને સ્વાદ જેવા જ ગુણો સમગ્ર વિશ્વ ૨૦ મે.ના રોજ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે મધ મીઠા નામ એવા જ ગુણો ધરાવતા મધ સોમનાથ-પ્રભાસ-પાટણમાં છવાયેલ રહેલુ છે. એક સમયે પ્રભાસની શેરીઓમાં કોઈ-કોઈ વાર શ્રમિક મહિલાઓ માથે સુંડલો લઈ તેમા મધના પુડા સાથે નરવા સાદે મધ-લેવાં..ગ..હો..અ..બોલી મધ વેંચવા આવતી કેટલાક વર્ગ ઝાડમાંના મધપુડા દૂર કરવાનુ કામ પણ કરતા જેમાં કપડાના ડૂચાની મશાલ બનાવી મધમાખીના પુડાને ભગાડતા પણ હતા અને મધમાખી કરડવાની વેદનાથી દવાખાને જવાના કિસ્સા પણ બનતા.…
Mithapur, તા.20 ઘણા લોકો જમીન સ્વાહા કરવા માટે કે પચાવી પાડવા માટે કે જમીનમાં ફેરફાર કરવા માટે અનેક તરકીબો કરતા હોય છે પરંતુ પરીણીત પુરૂષને અપરીણીત બતાવીને વારસાઈ એન્ટ્રી પડાવવામાં આવે તેવુ લગભગ પ્રથમ વખત સાંભળવા મળેલ છે. દેવભૂમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં એક જમીન વિવાદે ચડી છે જેમાં પરીવારના એક વ્યકિત પરીણીત હતા તેને અપરીણીત બતાવીને વારસાઈ એન્ટ્રી કાચી નોંધ કરાવ્યાનુ સાંભળવા મળેલ છે. આ પ્રકરણની તપાસ થાય તો સતાસત બહાર આવે અને અનેકના ધોતીયા ઢીલા થઈ જાય તે નિશ્ચિત માનવામાં આવે છે. ઘણા સમય પૂર્વે આ વ્યકિતના લગ્ન થયા હતા અને પ્રેમલગ્ન કરીને બીજી પત્ની સાથે રહેતા હોવાનુ…
Mithapur, તા.20 યાત્રાધામ દ્વારકામાં પ્રતિરોજ હજારો અને તહેવારોના દિવસોમાં લાખોની સંખ્યામાં યાત્રીકો દર્શનાર્થે આવે છે ત્યારે સ્થાનીક લોકોની સાથે યાત્રીકો પણ દ્વારકામાં ખેલાતા આખલા યુઘ્ધથી ત્રાહિમામ પોકારી ગયા છે. દ્વારકામાં આખલાની હડફેટે એક યુવતિનુ મરણ થયુ તો પણ દ્વારકા ન.પા.ને જાણે શરમ ના હોય તેવુ લાગે છે કારણ કે આ આખલાઓ માટે કોઈ જ પગલા લેવામાં આવતા નથી હાલમાં તો જાહેરમાં આખલાઓ તોફાને ચડયા હતા અને એક હોટેલનો કાચ તોડી હોટેલના કાઉન્ટર સુધી પહોંચી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. દ્વારકામાં ઘણા ઘણા લોકો પોતાને રાજકીય માંધાતા સમજે છે તો તેઓ આવા આખલાઓના પ્રશ્ને કેમ મોઢામાં મગ ભરીને બેઠા…
