Author: Vikram Raval

વારંવાર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો નોંધાવી ત્રાસ આપતો હોવાનો આક્ષેપ Rajkot,તા.20 શહેરની ભાગોળે આવેલ ભુપગઢ ગામના રહીશોને રાકેશ રાઠોડ નામનો શખ્સ વારંવાર ટાર્ગેટ કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો કરી ત્રાસ આપતો હોય તેવા આક્ષેપ સાથે ગ્રામજનો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને રાકેશ રાઠોડના રંઝાડમાંથી મુક્તિ અપાવવા રજુઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમારા ગામ ભુપગઢ   ખાતે રાકેશભાઈ જસાભાઈ રાઠોડ રહે છે અને તેઓ અનુસુચિત જાતિના હોય તેઓ પોતાની જાતિને લઈને કાયદાનો દૂરઉપયોગ કરીને ગ્રામજનોનો બ્લેક મેઈલ કરવા માટે વારંવાર ગ્રામજનો વિરૂદ્ધ યેનકેન પ્રકારે ખોટી ફરીયાદો, આવેદનો આપીને…

Read More

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને પકડી પાડવા જેતપુર સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ Jetpur,તા.20 જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા બુટલેગર સાજીદ શેખની ફૂલવાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સો હત્યા કરી નાસી છૂટતાં ચકચાર મચી ગઇ હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.ગઈકાલે સાજીદ શેખને માથાકૂટ થયાં બાદ તેને ઢોર માર માર્યો હતો, સારવારમાં ખસેડાયા બાદ ત્યાંથી નાસી ગયો હતો, આજે ફરીવાર માથાકૂટ થઈ અને અજાણ્યાં શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠે રહેતા સાજીદ ભાઈ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ 25…

Read More

થોરાળા પોલીસે દરોડો પાડી  ચાર  શખ્સની ધરપકડ કરી 11,500 નો મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.20 શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગંજીવાડા સોસાયટીમાં જાહેરમાં ધમધમતા જુગાર ધામ પર થોરાળા પોલીસે દરોડો પાડી ચાર શખ્સની ધરપકડ કરી 11,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાડા પોલીસ મથકના પી.આઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એસ મહેશ્વરી સહિત સહિત એ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગંજીવાળા સોસાયટી ગેટ સામે જાહેરમાં જુગાર રમતો હોવાની  મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નીનામા અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો…

Read More

રોમિયોગીરી કરનાર માથાભારે ટોળકીનો ત્રાસ દૂર કરવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાવ Rajkot,તા.20 લુખી રોમ્યાગીરી..શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં ઘંટેશ્વર ૨૫ વારીયા પ્લોટમાં રહેતા અને  કલરકામના કારીગરે ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જીથરીયા પીર વિસ્તારમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ યાદવ ૩૧ તે  ગઈકાલે ચાર વાગે ફિનાઈલ પી લેતા સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. અનિલભાઈ યાદવે ફીનાઇલ પીવાના કારણોમાં જણાવ્યું હતું કે ઘર પાસે જ રહેતા રોહિત કોળી નામનો શખ્સ ફરિયાદીની પત્નીની વારંવાર મશ્કરી કરી પાછળ પડી ગયો હોય ફરિયાદીએ રોહિતને આવું ન કરવા સમજાવવાનો પ્રયત્ન કરતા રોહિતે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા…

Read More

રાજકોટ મ્યુ. કોર્પો. તંત્ર દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો Rajkot, તા.20 પાણી અને આરોગ્યનો સીધો સંબંધ છે. જેથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ, સામાન્ય તાવ, શરદી-ઉધરસ વિ.ના રોગોનું જોખમ વધી જાય છે. તા. ૧૨-૫- થી ૧૮-૫- દરમિયાન પાણીજન્ય રોગચાળા અન્વયે કલોરીન ટેસ્ટ ૩૯૬ કરવામાં આવ્યા હતા. જેમાં એકપણ રિપોર્ટ નેગેટીવ આવવા પામ્યો નથી. રાજકોટ મનપા તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વિ. જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ઉપરોકત એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૮,૫૭૪ ઘરોમાં પોરાનાશક કામગીરી થયેલ, ફિલ્ડવર્કરો દ્વારા ૨૭૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ. ઉપરાંત ૬૧૪ પ્રિમાઈસીસનો મચ્છર ઉત્પતિ સબબ…

Read More

Rajkot, તા.20 લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ન થાય અને સમાજને એક નવીન દીશા મળે તેવા ઉદ્દેશ સાથે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હિંદુ શાસ્ત્રોકત વિધિથી વૈદિક વિવાહ કરાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વૈદિક વિવાહમાં તા. ૧૭ મે ના રોજ યોજાયેલા લગ્નમાં અનોખો સંયોગ રચાયો હતો. દીકરાના નિધન બાદ પિતાએ પુત્રવધૂને અન્ય જગ્યાએ પરણાવીને કન્યાદાન કર્યું હતું અને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો. જામનગર જિલ્લાના અમરાપર ગામના નારણભાઈ ધાડિયાના પુત્ર અંકિત ધાડિયાનું તા. ૩૧ ડિસે.ના રોજ નાનીવયે આકસ્મિક અવસાન થયેલ. તેમના અવસાન બાદ તેમની પત્ની જાગૃતિબેનના અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું સ્વ. અંકિતના પિતા અને જાગૃતિબેનના સસરા નારણભાઈ ધાડિયાએ નક્કી કર્યું હતું.…

Read More

Rajkot, તા.20 સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન અને દૂધની પ્રક્રિયા દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું સહકારી ધોરણે ઉત્પાદન કરી રાજકોટ ડેરી નમૂનેદાર કામગીરી કરી રહી છે. દૂધ ઉત્પાદકોની હરહંમેશ ચિંતા કરે છે. રાજકોટ ડેરી સાથે સંયોજીત દૂધ મંડળીઓના ૪૦,૦૩૬ દૂધ ઉત્પાદકોને સામાજિક સુરક્ષાના ભાગરૂપે અકસ્માત વીમા કવચ આપવામાં આવેલ છે. આજરોજ રાજકોટ જિલ્લા બેંક તથા રાજકોટ ડેરી મુકામે નીચે મુજબની દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકના વારસદારને રૂા. ૧૦ લાલખના અકસ્માત વિમાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ૧. ભાડવા દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. ભાડવા, તા. કોટડાસાંગાણી, ૨. વિરવા મ. દૂધ ઉત્પાદક સહ. મંડળી લિ. મુ. વિરવા, તા. લોધીકા, ૩. વડોદ દૂધ ઉત્પાદક સહ.…

Read More

Rajkot, તા.20 દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા. ૧૦નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૮૨૦/ કરવાનો નિર્ણય નક્કી કરેલ છે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે તેમ રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધન ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Read More

Rajkot, તા.20 ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને ઉજાગર કરવા રાજકોટ શહેર રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગઈકાલે તા. ૧૮/૫ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે દરેક વોર્ડમાં ‘તિરંગા યાત્રા’નું દરેક વોર્ડમાં આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, હોદેદારોએ ભાગ લીધો હતો. આ યાત્રા બાઈક રેલી, લાઉડ સ્પીકર સાથે દેશભક્તિના ગીતો તેમજ સેનાને બિરદાવતા પ્લેકાર્ડ અને પાકિસ્તાની દેશની સેનાની નિંદા કરતા પ્લેકાર્ડ સાથે યોજવામાં આવી હોવાનું રાષ્ટ્રીય એકતા સમિતિના શૈલેષ જાની, અનુપમ દોશી, અજય પટેલ, સુનિલ વોરા, વિરા હુંબલા સહિતના હોદેદારોની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

Read More

Rajkot, તા.20 રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમીટીની ગત મીટીંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની સંકલન મીટીંગમાં મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણી સામે વ્યાપક અનેકવિધ ફરિયાદો ઉઠયા બાદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને આ અંગે મ્યુનિ.કમિશ્નરે તુષાર સુમેરાને તાત્કાલિક અસરથી પગલા લેવા આદેશ કર્યો હતો. દરમિયાન આવતીકાલે મળનારી જનરલ બોર્ડ મીટીંગ પૂર્વે મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરાએ આરોગ્ય અધિકારીના પીંછા ખેરીને પાંખો કાપી લેતો હુકમ કર્યો છે. જેમાં આરોગ્ય અધિકારીની તમામ નાણાંકીય સત્તાઓ છીનવી લેવાઈ છે તેમજ અન્ય સત્તાઓમાં પણ મોટો કાપ મૂકયો છે. તદઉપરાંત તેમના હસ્કતની રોજિંદી કામગીરી પણ ડેપ્યુટી કલેકટર મઘ્યાહન ભોજનને સોંપી દેતા ખળભળાટ મચી ગયો…

Read More