Author: Vikram Raval

ગ્રાહકોને જાણ પણ ન થાય તે રીતે તેમની ઓળખના પુરાવાનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો Surendranagar,તા.૩૦ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી બેંકિંગ ક્ષેત્રે સળવળાટ મચાવતો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. મેથાણ ગામે આવેલી ગ્રામીણ બેંકમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરનારા તત્કાલીન બેંક મેનેજરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયાની લોન મેળવી લેવાના આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર બેંકિંગ વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મેથાણ ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિએ પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકને રૂ. ૧.૭૨ કરોડનો…

Read More

રાતભરમાં દારૂ અંગેના ૧૭૭ કેસ નોંધી પોલીસે બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે પોલીસે શંકાસ્પદ રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ન પીવા અપીલ કરી છે Bhavnagar,તા.૧૯ ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતની ગંભીર ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બુટલેગરો દ્વારા દારૂનો આ શંકાસ્પદ જથ્થો અમદાવાદ ગ્રામ્યના રસ્તેથી ભાવનગર પહોંચાડવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે ગ્રામ્ય પોલીસે મંગળવાર(૧૮ ઓગસ્ટ) રાતથી જ આખા જિલ્લામાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે રાતભરમાં દારૂ અંગેના ૧૭૭ કેસો નોંધીને બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય એ જણાવ્યું કે, મંગળવાર મોડી રાતથી બુધવારે સવારે ૮ વાગ્યા સુધી સમગ્ર જિલ્લાના સંવેદનશીલ રૂટ,…

Read More

ગૃહમાં Ritabrata Banerjee ને તૃણમૂલ કોંગ્રેસના “બળવાખોર પરંતુ બહુમતી” જૂથના નેતા તરીકે માન્યતા આપી હતી Kolkata,તા.૧૯ તૃણમૂલ કોંગ્રેસના હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી હાલ માટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે. કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બેનર્જીની આ પદ પર નિમણૂકને પડકારતી અરજી ફરીથી સિંગલ બેન્ચને મોકલી દીધી છે. ન્યાયાધીશ શંપા સરકાર અને અજય કુમાર ગુપ્તાની ડિવિઝન બેન્ચે વિધાનસભા અધ્યક્ષ રથિન્દ્ર બોઝના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમણે ગૃહમાં ઋતાબ્રત બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસના “બળવાખોર પરંતુ બહુમતી” જૂથના નેતા તરીકે માન્યતા આપી હતી અને તેમને વિધાનસભામાં વિપક્ષના સત્તાવાર નેતા જાહેર કર્યા હતા. ડિવિઝન બેન્ચે નિર્દેશ આપ્યો હતો…

Read More

New Delhi,તા.૧૯ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશમાં ચીને ભારતીય ક્ષેત્રમાં ૬૦ કિમી સુધી ઘૂસણખોરી કરી હોવાના દાવાઓને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે સરહદ પર ખરેખર સમસ્યા છે અને કેટલાક અરુણાચલ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેને ચીન દ્વારા ભારતીય ગામ પર કબજો જમાવ્યો છે તે રીતે દર્શાવવું યોગ્ય નથી. રિજિજુએ કહ્યું કે સરહદ સંપૂર્ણપણે સીમાંકિત કરવામાં આવી નથી. આ જ કારણ છે કે ભારત અને ચીન ચોક્કસ વિસ્તારો વિશે અલગ અલગ દાવા કરે છે. રિજિજુએ કહ્યું કે સરહદ અંગે સ્થાનિક ગ્રામજનોની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ. તેમના મતે, સરહદ સ્પષ્ટ રીતે સીમાંકિત ન હોવાને કારણે, બંને પક્ષો વચ્ચે…

Read More

Surendranagar,તા.૧૯ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-લખતર રોડ પર બનેલી હિટ એન્ડ રનની ગમખ્વાર ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં અરેરાટી ફેલાઈ છે. દેદાદરા ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિનું પણ સારવાર દરમિયાન મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.મૃતક રવિભાઈ પરમાર લખતર તાલુકા પંચાયતમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ રવિભાઈ પરમાર પોતાની પત્ની દીપિકાબેન…

Read More

Bhavnagarતા.૧૯ ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના કામને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં અંદાજે ૨.૫૫ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં રૂ.૫૦.૪૩ લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું. મામલો સામે આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આશરે ૧૩ દિવસ પહેલાં પાલીતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા મળી નહોતી. ત્યારબાદ થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે ટાંકીનું કામ સ્થળ પર પૂર્ણ થયું ન હોવા છતાં તેના માટે લાખો રૂપિયાનું…

Read More

Chhota Udepur,તા.૧૯ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વૃદ્ધ મહિલાના ઘરેણાં કાઢી જવાના ઇરાદે હુમલો કરાયો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે રાત્રિના સમયે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. વાવડી ગામની સીમમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. રાત્રિના…

Read More

Vadodara,તા.૧૯ વડોદરાની એક પ્રતિષ્ઠિત ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને વિવાદ ઉભો થયો છે. હોસ્ટેલની મેસમાં મળતું ભોજન નબળી ગુણવત્તાનું અને ખાવા યોગ્ય ન હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીની હોસ્ટેલ મેસમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં નારાજગી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને આપવામાં આવતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટી તંત્ર સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. ભોજનની ગુણવત્તા…

Read More

Ahmedabad,તા.૧૯ ૪નો ભોગ લેનારા ભાવનગર લઠ્ઠાકાંડની હજી શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક વાર દારુનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર પાણશીણા નજીક અંગ્રેજી દારૂની ૨૮૮૦ બોટલ ઝડપાઈ છે. આ જથ્થો ટ્રકના કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં છુપાયેલો હતો જેની બજાર કિંમત ૨૯.૮૩ લાખ થવા જાય છે. પાણશીણા પોલીસે ટ્રક ચાલક દુર્ગારામ જાટની ધરપકડ કરી છે. પોલીસ દારૂ મંગાવનાર સાયલા-સુદામડા ગામના અજાણ્યા શખ્સોની પણ શોધખોળ કરી રહી છે. ભાવનગરના વરતેજ ડુપ્લીકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યાં છે. ગૌતમ સોલંકીનું વરતેજની આંબલીવાડી વિસ્તાર માં આવ્યું છે. ગૌતમ સોલંકીની સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં…

Read More

Ahmedabad,તા.૧૯ અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. શહેરનાં વિવિધ શાકમાર્કેટ અને છૂટક બજારોમાં અનેક શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને રીંગણનો ભાવ રૂ.૧૨૦ પ્રતિ કિલો સુધી પહોંચતાં ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાંથી શાકભાજીની આવક અને ગુણવત્તા બંને પર અસર પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવા, પરિવહનમાં મુશ્કેલી અને આવકમાં ઘટાડાની અસર સીધી છૂટક બજારના ભાવ પર પડી રહી છે. પરિણામે રસોડામાં વપરાતાં શાક ખરીદવા માટે પણ ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓ માટે રસોડાનું…

Read More