Author: Vikram Raval

Visavadar, તા.ર0 સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલયે થી લઈ આવેલ કળશનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સતાધાર રોડ વિસાવદર ખાતે કળશ પધરાવવામાં આવેલ. કળશના સ્વાગત માટે સાયોના પેટ્રોલ પંપ પાસેથી બાઇક રેલી સાથે સન્માન પૂર્વક રથને શિવ મંદિરે લઈ જતા સરદાર ચોક અને આંબેડકર ચોક ખાતે કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવેલ. તેમજ  તા-: 18/08/2026 નારોજ વિસાવદર શહેરના અલગ અલગ 6 વોર્ડમાં આવતા મંદિરોમાં કળશ પધરાવવામાં આવશે. આ યાત્રામાં ભાજપ હોદેદારો, આગેવાનો, નગરપાલિકા પ્રમુખ/ ઉપપ્રમુખ, સભ્યો, કાર્યકર્તા જોડાયેલ.

Read More

જીજ્ઞેશ પટેલ,Manavadar,તા.20 માણાવદર તાલુકાના દડવા ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ’પોષણ ઉત્સવ 2026’ સેજા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં દડવા સેજાની અનેક મહિલાઓ અને ઉત્સાહીભાગીદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા સ્થાનિક અને અવેલેબલ ખાદ્ય પદાર્થોમાંથી સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી,જેણે ઉપસ્થિત  સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા અને સહભાગી સ્પર્ધકોને સી.ડી.પી.ઓ. તથા દડવા ગામના સરપંચના હસ્તે ઉત્સાહવર્ધન અર્થે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Read More

Junagadh, તા.20 જુનાગઢ તા 19/8/26 મેંદરડા તાબેના નતાડીયા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા દારૂની મહેફિલ માણતા બે મહિલા 8 પુરુષો સહિત 10 ને ઝડપી પાડી રૂપિયા 1.95 લાખનો મુદ્દા માલ કબજે કરી મેંદરડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની પોલીસ માંથી મળતી વિગત મુજબ મેંદરડાના નતાડીયા ની સીમમાં આવેલ વાઇલ્ડ વાળી ક્વોટેજ નામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોય જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુડીરાત્રીના ત્રાટકી જ્યાં રૂમ નંબર 402 માં તપાસ કરતા મહિલા  સહિત 8 પુરુષો મળી કુલ 10 ને હાથમાં ગ્લાસ ભરેલા દારૂ સાથે દબોચી લીધા હતા. ઝડપાયેલાઓમાં જુનાગઢ કામ રોડ પર…

Read More

દંપત્તિ વચ્ચે ઝઘડો થયાં બાદ માનસિક ત્રાસ આપતો હોવાનો સાળાનો આક્ષેપ: બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી  Rajkot,તા.19 શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતા 28 વર્ષ યુવાને આજે સવારે બનેવી ત્રાસથી પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ કરી હતી આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશ્વિનભાઈ બગથરીયા ઉંમર વર્ષ 28 વર્ષીય યુવાને આજે સવારે 7:00 વાગ્યે આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી જતા…

Read More

ભાગીદારીમાં ખરીદ કરેલો ટ્રકનો હિસાબ માંગતા ગાળો ભાંડી માર માર્યો, ગુનો નોંધાયો  Rajkot,તા.19 શહેરના ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ નજીક વૃદ્ધ ટ્રાન્સપોર્ટરને ભાગીદારે માથામાં લોખંડના પાનાના ઘા ઝીંક્યા હતા. વૃદ્ધે ભાગીદારીમાં ખરીદ કરેલો ટ્રકનોં હિસાબ માંગતા ઉશ્કેરાયેલા ભાગીદારે ગાળો ભાંડી માર મારતા ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામલ કુંજ – ૧૦૩ માં રહેતા વેપારી જિતેન્દ્રભાઇ લક્ષ્મભાઇ અમૃતિયા(ઉ.વ.૬૦) એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માલિયાસણમાં રહેતા જશંવત રાયસિંગભાઇ ખાંટનું નામ આપ્યું છે.  બે વર્ષ પહેલાં તેમણે તથા તેમના મિત્ર જશવંત ખાંટે ભાગીદારીમાં એક ‘અશોક લેલેન્ડ’ કંપનીનું ટ્રક (જેનો રજીસ્ટર નંબર જીજે-03-બીવી-0243) ચાલુ…

Read More

પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ડીસીપી હરપાલસિંહ જાડેજા, એસીપી લાલીવાલ સહીતની ટીમો મેદાનમાં ઉતરી Rajkot,તા.19 શહેરમાં નંબર પ્લેટ લગાવ્યા વિના અથવા તો ચેડા કરેલી નંબર પ્લેટ વાહનમાં લગાવી ફરતા શખ્સો પર ટ્રાફિક પોલીસે ધોસ બોલાવી છે. પોલીસ કમિશ્નરે ‘નો નંબર પ્લેટ, નો ફ્યુલ’ નું જાહેરનામાના અમલવારીના પ્રથમ દિવસે જ ટ્રાફિક ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા. ટ્રાફિક પોલીસના ચેકીંગમાં નંબર પ્લેટ વિનાના વાહનો લઈને નીકળેલા 62 ચાલકો ઝપટે ચડ્યા હતા. પોલીસે આ તમામ વાહનો ડિટેઇન કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સમી સાંજે રાજકોટના હાર્દ સમાન કિશાનપરા ચોક સહિતના વિવિધ સર્કલો અને સંવેદનશીલ ચાર રસ્તાઓ પર પોલીસે ચેકીંગ ઝુંબેશ શરૂ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ સાવચેતીભર્યું અને નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા છે. બુધવારના સત્રમાં, ભારતીય શેરબજારમાં અગાઉના સતત ઘટાડા છતાં, સાવચેતીભર્યું વલણ એ જ રહ્યું. શકયતા છે. છેલ્લા છ સત્રોના ઘટાડા પછી, બજાર હવે ફક્ત ટેકનિકલ વેચાણથી નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્રથી ચિંતિત છે. સંબંધિત ઊર્જા, ફુગાવો, વ્યાજ દરો અને મૂડી પ્રવાહ પરિબળોથી પ્રભાવિત. મંગળવારે, નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યો અને લગભગ ૧.૭% નો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો. આજે બજારમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ ક્રૂડ ઓઈલનો ભાવ છે. ભારતનો આયાત ખર્ચ, રૂપિયો અને ભાવિ ફુગાવો બ્રેન્ટ ક્રૂડ $૯૨ ની આસપાસ પહોંચતા ચિંતામાં વધારો થયો છે. આ સાથે, વૈશ્વિક…

Read More

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું Rajkot,તા.19 અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર વાહનો ચલાવવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી.-૩૨ ના આશરે ૯૩૦ એકરના વિશાળ વિસ્તારમાં વિકસાવવામાં આવેલ ‘અટલ સ્માર્ટ સિટી’માં હવેથી આડેધડ વાહનો ચલાવનારા અને પાર્કિંગ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં અત્યાધુનિક રોડ નેટવર્ક, બીઆરટીએસ કોરિડોર, બસ સ્ટોપ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગની સાથે સાથે નાગરિકોની સુવિધાર્થે ખાસ ફૂટપાથ અને સાયકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું…

Read More

તા.20-08-2026 ગુરુવાર તિથિ અષ્ટમી (આઠમ) – ૨૧ઃ૨૦ઃ૧૫ સુધી નક્ષત્ર વિશાખા – ૦૯ઃ૦૯ઃ૦૨ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૦૮ઃ૧૭ઃ૪૪ સુધી, ભાવ – ૨૧ઃ૨૦ઃ૧૫ સુધી પક્ષ શુક્લ યોગ ઇન્દ્ર – ૨૮ઃ૨૫ઃ૨૧ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૨ઃ૩૬ સૂર્યાસ્ત ૧૮ઃ૫૬ઃ૦૬ ચંદ્ર રાશિ વૃશ્ચિક ચંદ્રોદય ૧૩ઃ૧૧ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૩ઃ૨૯ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૪ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૩ઃ૦૩ઃ૩૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૧૩ઃ૪૬ થી ૧૧ઃ૦૬ઃ૦૦ ના, ૧૫ઃ૨૭ઃ૧૦ થી ૧૬ઃ૧૯ઃ૨૪ ના કુલિક ૧૦ઃ૧૩ઃ૪૬ થી ૧૧ઃ૦૬ઃ૦૦ ના દુરી / મરણ ૧૫ઃ૨૭ઃ૧૦ થી ૧૬ઃ૧૯ઃ૨૪ ના રાહુ…

Read More

તા.20-08-2026 ગુરુવાર મેષ આજે મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. જે લોકો છેલ્લા કેટલાક દિવસો થી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે એવા કોઈક નો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમય થી વાત કરવા માંગતા હતા. ઘણી જૂની યાદો તાજી થઈ…

Read More