- ધનતેરસની જાદુઈ શીખ 🪔
- ભારતીય Stock Marketમાં અસ્થિરતા, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkot: અક્ષર પ્રાઈડ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી જુગારધામ ઝડપાયું
- Rajkot: વિજયાદશમી નિમિત્તેક્ષત્રિય (ગિરાસદાર)સમાજ દ્વારા આજે સામુહિક શસ્ત્રપૂજન
- Rajkot; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામા શાહરૂખની જામીન કોર્ટે ફગાવી
- Dhoraji: રિક્ષામાંથી પટકાયેલ મહિલાનું મોત
Author: Vikram Raval
Islamabad,તા.૨૦ પાકિસ્તાનને કદાચ ખ્યાલ નહોતો કે ઇંગ્લેન્ડ સામેની તેમની ટેસ્ટ શ્રેણી આ રીતે શરૂ થશે. પાકિસ્તાની ઓપનર અઝાન અવૈસ પ્રથમ ટેસ્ટના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ રીતે પાકિસ્તાની બેટ્સમેન આઉટ થયો હોય તેવી આ બીજી ઘટના છે. જોકે, આ ચોથી વખત છે જ્યારે કોઈ અંગ્રેજી બોલરે આ સિદ્ધિ મેળવી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. ત્રણ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજથી શરૂ થઈ. જ્યારે પાકિસ્તાની ટીમ બેટિંગ કરવા ઉતરી, ત્યારે તેમનો ઓપનર અઝાન અવૈસ મેચના પહેલા બોલે આઉટ થયો. ઓલી રોબિન્સને તેની વિકેટ લીધી. આ બીજી વખત છે જ્યારે કોઈ…
Headingley,તા.૨૦ પાકિસ્તાનના બેટ્સમેન પાસે ઇંગ્લેન્ડના જોશ ટંગ અને ઓલી રોબિન્સનની બોલિંગનો કોઈ જવાબ નહોતો. બંને ઝડપી બોલરોએ પાંચ-પાંચ વિકેટ લીધી, પાકિસ્તાનની પ્રથમ ઇનિંગને ફક્ત ૧૭૧ રનમાં ઓલઆઉટ કરી દીધી. ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ૨૮ વર્ષમાં આ પહેલી વાર બન્યું કે બે અંગ્રેજી ઝડપી બોલરોએ એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી. પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટોસ જીત્યા બાદ, ઇંગ્લેન્ડે પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. રોબિન્સને મેચના પહેલા જ બોલ પર વિકેટ લઈને પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો. તેણે ૧૮ ઓવરમાં ૫૧ રન આપીને પાંચ વિકેટ લીધી. આ દરમિયાન, ટોંગે માત્ર ૯.૧ ઓવરમાં ૪૬ રન આપીને પાંચ પાકિસ્તાની બેટ્સમેનોને આઉટ કર્યા. તેમની શાનદાર…
ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન Ahmedabad,તા.20 ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા…
Ahmedabad, તા.20 અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રે કાર્યરત કંપનીએ તેના આગામી IPO માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 94 થી રૂ. 99નો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. IPOમાં સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 25 ઓગસ્ટ 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 28 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે. કંપની આ IPO મારફતે રૂ. 175 કરોડનું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે અને કંપનીના શેર BSE તથા NSE પર લિસ્ટ થશે. Mefcom કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે Kfin ટેકનોલોજિસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. IPOમાં બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 1,76,83,000 ઇક્વિટી શેરનો ફ્રેશ…
Rajkotતા.20 ભાવનગરમક તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ દુર્ઘટના બાદ સમગ્ર પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર દેશી દારૂના દૂષણને ડામવા માટે કમર કસી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ કમિશનરની કડક સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, પીસીબી સહિત સ્થાનિક પોલીસ મથકોની અલગ-અલગ ટીમોએ એકસાથે મોરચો સંભાળી શહેરના અલગ અલગ વિસ્તારો અને દારૂના અડ્ડાઓ પર ઘોંસ બોલાવીને 30 થી વધુ સ્થળોએ ધડાધડ દરોડા પાડ્યા છે. આ મેગા ઓપરેશન દરમિયાન બેરોકટોક દેશી દારૂ વેચતી મહિલાઓ સહિત અનેક રીઢા બુટલેગરોને દબોચી લેવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટના…
Junagadh તા.20 હાલ પવિત્ર શ્રાવણ માસ માં ઠેર ઠેર જુગાર ચાલી રહ્યા છે ત્યારે પોલીસે જુગારીઓ ઉપર ત્રાટકે રોજબરોજ જુગારીઓને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે કેશોદના ચોર ગામે આરોપી દામજી હીરા સાવલિયા પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે રેડ કરતા ચંદુ મોહન સોજીત્રા, પ્રફુલ રાજા વાડલીયા, વિરમ ભૂરા ચુડાસમા, દિનેશ નાથા ચુડાસમા, હરેશ ભાયાવરુ અને જીતેન્દ્ર મહેશ ચુડાસમા ને રોકડ રૂપિયા 57,650 , નાલના રોકડ રૂપિયા 5,500 , મોબાઈલ 6 રૂપિયા 60,000 , મળી કુલ રૂપિયા 1, 73, 150 ની મતા સાથે સાતને દબોચી લીધા હતા જ્યારે મકાન માલિક દામજી હીરા…
Junagadh,તા.20 કેશોદની સુમન સોસાયટી માં રહેતા અને અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનીશીયન તરીકે કરાર આધારિત સર્વિસ કરતા યુવાને ગઈકાલે ગુરુ કલેશ ના કારણે પોતાની પત્નીને ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી પોતે પણ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસે ટ્રેનના ટ્રેક નીચે પડતું મૂકી આ ભાગ કરી લીધો હતો. પોલીસે ઘટના પહોંચી યુવકનું મૃતદેહ કબજે કરી તેની પાસેથી મોબાઇલ એક મળી આવ્યો હતો જેમાં યુવકે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનો વિડીયો પણ મળી આવ્યો હતો. આ અંગેની વિગત મુજબ કેશોદ રેલવે સ્ટેશન પરથી ગઈકાલે બપોરે વેરાવળ- બાંદ્રા ટ્રેન ફાટક પાસે પહોંચી ત્યારે એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી…
Junagadh,તા.20 જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ના ચિરોડા- ગુંદાળી રોડ પર ગઈકાલે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો કારના સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી નીચે ઉતરી ધડાકાભેર ઝાડ સાથે અથડાતા જેમ ભાઈ બેનના મોત નીપજ્યા હતા. જ્યારે મૃતકના પત્ની અને પતિ બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વિગત મુજબ ભરતભાઈ ઠાકરશીભાઈ કણથીયા પોતાની ફોરવીલ બ્રેઝા કાર નંબર જીજે03-એમઇ-1946 લઈને જઈ રહ્યા હતા ત્યારે ચિરોડા -ગુંદાળી રોડ પર ભરતભાઈએ સ્ટેરીંગ પરનો આબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીઝાડ સાથે ભટકાતા રમણીકભાઈ ગોવિંદભાઈ ચોવટીયા ઉમર 55 સેમવાડા તથા તેમના બહેન કાંતાબેન ભરતભાઈ કળથીયા નું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેન…
Junagadh તા.20 પ.કે.મંડળ સંચાલીત એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં દિન વિશેષ શ્રેણી અંતર્ગત ગત તા.18/8ના રોજ સુભાષચંદ્ર બોઝના નિર્વાણ દિવસ નિમિતે વાર્તાલાપ યોજાયો હતો. જેમાં પ્રિ.ડો.દિનેશભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સામાં થયો હતો. તેમણે જાપાનની સહાયથી આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી હતી. તેઓ નેતાજી તરીકે જ ઓળખાતા હતા. તેમણે 1921માં ઈંગ્લેન્ડમાં જઈને સીવીલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. કોંગ્રેસના 51માં અધિવેશનમાં સુરત હરીપુરા ખાતે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તેમની પાસેથી જયહિન્દ ચાલો દિલ્હી અને તુમ મુઝે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા જેવા ત્રણ મહત્વના નારા મળ્યા હતા. બાપુએ કહ્યું હતું કે…
Junagadhતા.20 જુનાગઢના ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલ મેનેજડ બાય પ્રયાગ વિદ્યા સંકુલ (ખામધ્રોળ રોડ) ખાતે સંસ્થાના પ્રમુખ જયસુખભાઈ બુટાણી, મનપા જુનાગઢ, પૂર્વ સ્ટે.કમીટીના ચેરમેન તથા સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, વઘાસીયાભાઈ, અજુડીયાભાઈ, લાયન્સ કલબ રૂદ્રાક્ષ જુનાગઢના પ્રમુખ કૃણાલભાઈ પરસાણા અને તેના સાથી સભ્યો તથા કે.એમ. ઠુંમર આર.એ. બામરોલીયા, ડોબરીયાભાઈ કિશનભાઈ શાળાના તમામ સ્ટાફ અને વાલીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં 80માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીન કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમૂહમાં રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતૃભૂમિને આઝાદ કરવામાં ક્રાંતીવીરો અને નામી અનામી શહીદોને યાદ…
