રાતભરમાં દારૂ અંગેના ૧૭૭ કેસ નોંધી પોલીસે બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે પોલીસે શંકાસ્પદ રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ ન પીવા અપીલ કરી છે
Bhavnagar,તા.૧૯
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતની ગંભીર ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બુટલેગરો દ્વારા દારૂનો આ શંકાસ્પદ જથ્થો અમદાવાદ ગ્રામ્યના રસ્તેથી ભાવનગર પહોંચાડવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે ગ્રામ્ય પોલીસે મંગળવાર(૧૮ ઓગસ્ટ) રાતથી જ આખા જિલ્લામાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે રાતભરમાં દારૂ અંગેના ૧૭૭ કેસો નોંધીને બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે.
અમદાવાદ ગ્રામ્ય એ જણાવ્યું કે, મંગળવાર મોડી રાતથી બુધવારે સવારે ૮ વાગ્યા સુધી સમગ્ર જિલ્લાના સંવેદનશીલ રૂટ, વાહનો અને શંકાસ્પદ અડ્ડાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે ૮૦૦ જેટલાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો રોડ પર ઉતારી દેવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ ગ્રામ્યના આશરે ૫૦૦થી વધુ ગામડાંઓમાં પણ સ્થાનિક લોકો અને સરપંચોની મદદથી ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની ટીમે જિલ્લાના વિવિધ ગામોના સરપંચો સાથે તાકીદની બેઠકો યોજીને ગ્રામીણ વિસ્તારમાં દારૂના કોઈપણ શંકાસ્પદ જથ્થા કે હેરાફેરી અંગે તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આ શંકાસ્પદ દારૂ રોયલ સ્ટેગની બોટલોમાં સપ્લાય કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જેથી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે હાલના તબક્કે આ બ્રાન્ડનો કે કોઈ પણ અજાણ્યો દારૂ ન પીવો. જો કોઈ વ્યક્તિએ આવો દારૂ ખરીદ્યો હોય કે સેવન કર્યું હોય, તો તેમણે તાત્કાલિક પોલીસ અથવા તબીબી સારવારનો સંપર્ક કરવો.
એ જણાવ્યું કે, ’અમે સમગ્ર જિલ્લામાં રાત-દિવસ ચેકિંગ ચાલુ રાખ્યું છે. કોઈ પણ સ્થળે દારૂનું વહન કે સંગ્રહ થયો હોય તો તેની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.’
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેને કયા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને કયા રૂટ મારફતે ભાવનગર સુધી પહોંચાડાયો હતો. બુટલેગરોની સપ્લાય ચેઈન તોડી પાડવા માટે પોલીસે જિલ્લાની તમામ સરહદો પર નાકાબંધી પણ આકરી કરી દીધી છે.
ભાવનગરના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ ૪ યુવકોની તબિયત લથડી હતી. ૩૫ વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું નિધન થયું હતું. ઝેરી દારૂના સેવનથી વધુ ૨ વ્યક્તિઓના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને ૪ થયો છે. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી કે, રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂના સપ્લાયરની તપાસ શરૂ કરી

