Author: Vikram Raval

New Delhi,તા.૮ ભારતીય ક્રિકેટ ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. ભારતીય ટીમ આવતીકાલે એટલે કે રવિવારે ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમશે. ફાઇનલ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. મોહમ્મદ શમીના ઉપવાસ ન રાખવા પર કેટલાક મૌલાનાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેનો ઘણો વિરોધ થયો હતો. હવે જાવેદ અખ્તર પણ શમીના બચાવમાં કૂદી પડ્યા છે. એટલું જ નહીં, જાવેદ અખ્તરે કટ્ટરપંથીઓ પર પ્રહાર કરતા કહ્યું, ’શમી સાહેબ, ચિંતા ના કરો અને કટ્ટરપંથી મૂર્ખોની પરવા ના કરો.’ તમે અમને અને સમગ્ર દેશને ગર્વ કરાવો છો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ્યારે ભારતીય…

Read More

Ranchi,તા.૮ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૫ ના અવસર પર, ઝારખંડ સરકાર રાજ્યની મહિલાઓને બેવડી ભેટ આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વ હેઠળની સરકારે મૈયા સન્માન યોજના હેઠળ ૫૫ લાખથી વધુ મહિલાઓને એક સાથે ત્રણ હપ્તા આપવાની જાહેરાત કરી છે. આ સાથે, મહિલા દિવસ પર ઝારખંડના તમામ પર્યટન સ્થળોએ મહિલાઓને મફત પ્રવેશ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હેમંત સોરેન સરકારની મૈયા સન્માન યોજના હેઠળ, રાજ્યમાં ૧૮ થી ૫૦ વર્ષની વયની મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના હપ્તા અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યો હતો. પરંતુ હવે…

Read More

Jaipur,તા.૮ એક વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારબાદ એક ચૂંટણી સભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા. તે સમયે, જ્યારે આ મુદ્દા પર હોબાળો થયો હતો, ત્યારે ભૂતપૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢાએ કહ્યું હતું કે બંધારણમાં ક્યાં લખ્યું છે કે આપણે ’પાકિસ્તાન અમર રહે’ કહી શકીએ નહીં. હવે રાજસ્થાન વિધાનસભામાં પણ પાકિસ્તાન પાકિસ્તાનના નારા લાગ્યા. જયપુરના સિવિલ લાઇન્સ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માએ ગૃહમાં પાકિસ્તાની પાકિસ્તાની નારા લગાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. વિપક્ષના નેતા ટીકારામ જુલીએ સ્પીકર અને મુખ્યમંત્રી પાસેથી ધારાસભ્ય ગોપાલ શર્મા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. વિપક્ષના નેતા ટીકારામ જુલીએ ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માની ટિપ્પણીઓને અશ્લીલ…

Read More

આપણા શાસ્ત્રોમાં મહિલાઓને નારાયણી કહેવામાં આવી છે. મહિલાઓનું સન્માન એ સમાજ અને દેશના વિકાસ તરફનું પ્રથમ પગલું છે. Navsari, તા.08 વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા હિવસ નિમિત્તે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અહીં તેમણે મબહિલાઓને સંબોધિત કરતા કહ્ય હતું કે  “આજનો દિવસ મહિલાઓ પાસેથી પ્રેરણા લેવાનો અને કંઈક શીખવાનો છે. આ દિવસે, હું ગર્વથી કહી શકું છું કે હું વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છું કારણ કે મારા જીવનના ખાતામાં કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ છે, જે સતત વધી રહ્યા છે.”પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, “આપણા શાસ્ત્રોમાં મહિલાઓને નારાયણી કહેવામાં આવી છે. મહિલાઓનું સન્માન એ સમાજ અને દેશના વિકાસ તરફનું પ્રથમ પગલું છે. તેથી, ભારતને…

Read More

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ત્રણ ભાષાઓની નીતિ છે, જેમાં એ રાજ્યની ભાષા, અંગ્રેજી અને એક અન્ય ભારતીય ભાષાનું અધ્યયન સામેલ છે. જોકે આ નીતિમાં સ્પષ્ટ રૂપે એ નથી કહેવામાં આવ્યું કે ત્રીજી ભાષા હિંદી જ હોવી જોઇએ બલ્કે તે કોઈપણ ભારતીય ભાષા હોઇ શકે છે. તેમ છતાં તમિલનાડુ સરકાર તેને એક રીતે હિંદી થોપવાની કોશિશ રૂપે જોઈ રહી છે. તમિલનાડુમાં હિંદી વિરોધ ત્યાંના રાજકારણના ખાસ મુદ્દાઓમાં એક છે. આ વિરોધ આઝાદી બાદથી જ આંદોલન રૂપે સતત ચાલતો આવ્યો છે. એક વાર ફરી હિંદી વિરોધને રાજ્યની જનતાના હિતો વિરુદ્ઘ ગણાવીને રાજ્ય સરકાર આવનાર ચૂંટણીમાં એક મુદ્દા રૂપે જોઈ રહી છે. જે…

Read More

Morbi,તા.08 ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૭.૩૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરની ક્રેટા કાર નેકનામ જોધપર ગામ તરફથી આવવાની છે જે કારમાં દારૂ અને બીયરનો જથ્થો ભરેલ છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને રોકી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૩૧૮ કીમત રૂ ૧,૨૪,૩૬૨ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૫૫૬૨ મળી આવતા દારૂ-બીયર અને કાર તેમજ 2 મોબાઈલ સહીત કુલ રૂ ૭,૩૯,૯૩૦ નો…

Read More

Morbi,તા.08 બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૩૨ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ સહીત કુલ ૨૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૮૬૬ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી વ્યાકરણમ (સંસ્કૃત પ્રથમ) વિષયના પેપરમાં તમામ ૨૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે જીલ્લામાં કુલ ૧૨,૮૮૭ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩૩ ગેરહાજર નોંધાયા હતા

Read More

Morbi,તા.08 Morbiના ટીંબડી ગામની સીમમાં આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું બનાવ મામલે Morbi તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૂળ અમદાવાદના વતની અને હાલ Morbi તાલુકાના અમરનગર નજીક ક્રેન સર્વિસ ઓફિસમાં કામ કરતા સલમાનખાન સલીમખાન પઠાણ નામના યુવાને ટ્રક ટ્રેઇલર આરજે ૩૨ જીડી ૯૩૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા સલીમખાન ભૂરાખાન પઠાણ પોતાનું બાઈક લઈને ટીંબડી ગામથી Morbi તરફ જતા રોડ પરથી જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે લેતા સલીમખાન પઠાણને પગ અને શરીરે…

Read More

Morbi,તા.08 શહેરના ગેસ્ટ હાઉસ રોડ પરથી પોલીસે જાહેરમાં વરલી આંકડા લખી નસીબ આધારિત જુગાર રમતા ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૬૦૦ જપ્ત કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ગુલાબ પાન પાસેથી આરોપી રાજેશ ચંદુભાઈ ગણાત્રા (ઉ.વ.૫૩) રહે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ ઋષભનગર વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૩૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.08 ત્રાજપર ખારીમાં રહેતા ઇસમના મકાન સામેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલના જથ્થા સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-૨ રામકુવા શેરી ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નીલેશ ભરત ડાભીના માકન સામે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલ કીમત રૂ ૧૦,૪૮૦ ના મુદામાલ સાથે આરોપી નીલેશ ડાભીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Read More