Author: Vikram Raval

હોસ્પિટલમાં રૂ. ૧૧નો આઈવી સેટ રૂ. ૩૨૫, રૂ. ૨૯નું કેથેરટર રૂ.૩૧૦, ૪૦-૫૦ના નેબુલાઈઝર-માસ્ક રૂ. ૭૧૫ સુધીમાં વેચાયા New Delhi, તા.૨૬ દેશમાં સસ્તી દવાઓ ઊંચી કિંમતે વેચાતી હોવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કર્યા પછી હવે હોસ્પિટલો વિશેષરૂપે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતો મેડિકલ સામાન અને દવાઓ બજારમાંથી નીચી કિંમતે ખરીદીને તેના માટે દર્દીઓ પાસેથી અનેક ગણી ઊંચી રકમ વસૂલતી હોવાની કેન્દ્ર સરકારને ફરિયાદો મળી છે. આ ફરિયાદોને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકારે આ બાબતની સમીક્ષા હાથ ધરી છે. સાથે જ સરકારે મેડિકલ સામાનની કિંમતોમાં તર્કસંગતતા અંગે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સેક્ટર સાથે ચર્ચા શરૂ કરી છે.સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર…

Read More

અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, Trump અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી Washington, તા.૨૬ ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ એક ૭ દિવસનો ખાસ પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પુનઃ શરૂ કરવા તૈયાર થયું હતું. પરંતુ તેના બદલામાં ઈરાને અમેરિકા સામે ૩ મુખ્ય શરતો રાખી હતી.અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન તેમની માંગણીઓ પૂરી નહીં કરે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યા છે…

Read More

મૃતકોમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાટાલાઈ તિયેંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ Congo, તા.૨૬ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો માં શનિવારે સવારે એક દુઃખદ વિમાન અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં સૈન્યના બે ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ ૧૪ લોકોના મોત નીપજ્યા છે. કોંગોની સેનાએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતકોમાં સૈન્ય અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાટાલાઈ તિયેંદે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. આ સિવાય ડેલિગેશનના અન્ય સભ્યો અને પ્લેનના કેબિન ક્રૂ મેમ્બર્સ પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે.કોંગોની સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગે જણાવ્યું હતું કે,…

Read More

રાજેશે સિંચાઈનું પાણી આપવાના બદલામાં ખેડૂત પાસે રૂપિયા માંગ્યા હતા : એલસીબીએ ઝડપી લીધો Chandigarh, તા.૨૬ એક્ટર Yashpal Sharmaના આસિસ્ટન્ટ રેવેન્યૂ કલર્કની નોકરી કરતાં ભાઈ રાજેશ કુમાર શર્માને એલસીબીએ ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. હરિયાણા સરકારના પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતાં રાજેશ કુમાર સામે ફરિયાદ દાખલ થઈ છે.આસિસ્ટન્ટ રેવેન્યૂ ક્લર્ક રાજેશ કુમાર શર્મા હરિયાણા સરકારના પાણી પુરવઠામાં ખેતીની જમીન માટે સિંચાઈનો લાભ આપવાની યોજના વિભાગ સંભાળતો હતો. રાકેશ કુમાર નામના એક ખેડૂતે એલસીબીમાં ફરિયાદ કરી હતી કે રાજગઢ-ચંડીગઢ હાઈવે પાસે આવેલી જમીનમાં કે જ્યાં એક કોલોની બની છે. તેમાં સિંચાઈનું પાણી આપવા માટે સર્ટિફિકેટ આપવાના બદલામાં રાજેશ કુમાર…

Read More

ફેસ્ટિવલમાં ફિલ્મ મોકલવામાં ન આવે તો તેના પ્રદર્શન અને જાહેરાત પાછળ ખર્ચેલા નાણાં વ્યર્થ જાય છે : Anurag Kashyap Mumbai, તા.૨૬ ૯૯મા એકેડમી એવોર્ડમાં ભારતની બેસ્ટ ઇન્ટરનેશલ ફિચર કેટેગરીમાં મોકલવા માટે ‘ગોંધળ’ ફિલ્મની પસંદી સામે Anurag Kashyap નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મના નિર્દેશક સંતોષ ડાવખરેએ અનુરાગ કશ્યપને જવાબ આપતાં જણાવ્યું હતું કે પહેલાં ફિલ્મ જુઓ તે પછી તેના વિશે અભિપ્રાય બાંધો. અનુરાગ કશ્યપે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણે ઓસ્કર એવોર્ડમાં મોકલવા માટે ખોટી ફિલ્મો પસંદ કરીએ છીએ અને જો ક્યારેક સાચી ફિલ્મ પસંદ થઇ પણ જાય તો તેના પ્રચારમાં આપણે ઉંધુ મારીએ છીએ. ‘ગોંધળ’ને સિલ્વર પિકોક એવોર્ડ મળ્યો હોય…

Read More

Mumbai, તા.૨૬ મીનાકુમારી અભિનિત ૧૯૭૨ની આઈકોનિક ક્લાસીક Pakeezahને ૪કેમાં રિસ્ટોર કરવામાં આવી છે અને લિયોન, ળાન્સ તેમજ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટીવલમાં ફેસ્ટીવલ લ્યુમીર ખાતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્ક્રીનિંગ માટે તૈયાર છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએફ) દ્વારા કરાયેલ બે વર્ષના સંઘર્ષયુક્ત રિસ્ટોરેશન કાર્યએ મૂળ ફિલ્મી સામગ્રીને થયેલી ગંભીર ક્ષતિઓ છતાં કમાલ અમરોહીની પ્રસિદ્ધ માસ્ટરપીસને પુનર્જીવિત કરી છે. મૂળ કેમેરા નેગેટીવ લગભગ ઓગળી ગઈ હોવાથી રિસ્ટોરેશન કાર્ય અતિશય પડકારજનક બન્યું હતું જ્યારે અન્ય બચી ગયેલા ઘટકોના રંગ ઉડી ગયા હતા, ઘસરકા થઈ ગયા હતા અને તેના પર ફૂગ જામી ગઈ હતી. એફએચએફના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંઘ ડુંગરપુર અને તેમની ટીમે સંદર્ભ માટે મૂળ ફિલ્મની…

Read More

ધર્મા પ્રોડક્શન્સની અનામી ફિલ્મમાં રોમાન્સ અને થ્રિલનું મિશ્રણ જોવા મળશે, સ્ક્રિપ્ટ વાંચતાં અભિનેત્રીના ધબકારા વધી ગયા હતા Mumbai, તા.૨૬ અભિનેત્રી વેદિકા પિન્ટોએ પોતાની આગામી ફિલ્મ વિશે રસપ્રદ માહિતી શેર કરી છે. આ ફિલ્મમાં તે દિગ્દર્શક પ્રોસિત રોય અને અભિનેતા લક્ષ્ય સાથે કામ કરશે. તાજેતરમાં નેટફ્લિક્સની સિરીઝ મુસાફિર કેફેમાં જોવા મળેલી વેદિકાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે અને ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહી છે.વેદિકાએ ફિલ્મને રોમાન્સ અને થ્રિલરનું અનોખું મિશ્રણ ગણાવ્યું છે. સાથે જ તેણે સંકેત આપ્યો કે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સની અત્યાર સુધીની પરંપરાગત ફિલ્મોથી કંઈક અલગ હશે. ફિલ્મ વિશે વાત કરતાં વેદિકાએ…

Read More

ફિલ્મની વાર્તા બિહારી લોકકથાઓ અને રહસ્યમય જંગલ સંબંધિત માન્યતાઓની આસપાસ ફરે છે Mumbai, તા.૨૬ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની થ્રિલર ફિલ્મ The One Force of the Forest’ ને સેન્સર બોર્ડે કોઈપણ કાપ વગર ેં/છ ૧૬+ સર્ટિફિકેટ આપ્યું છે. બિહારી લોકકથા પર આધારિત આ રહસ્યમય ફિલ્મ ૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુપ સોની, સુનીલ ગ્રોવર અને મનીષ પોલ પણ મુખ્ય ભૂમિકામાં છે.બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી તમન્ના ભાટિયાની આગામી થ્રિલર ફિલ્મ ‘ધ વનઃ ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં બંને કલાકારો પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મના છઠ પૂજા-વિશિષ્ટ ગીતને દર્શકો…

Read More

આજે દર્શકો જે તે પાત્રને અનુરૂપ વિવિધ પ્રકારના બોડી શેપ અને ત્વચાના રંગને વધુ સ્વીકારી રહ્યા છે : Harshita Gaur Mumbai, તા.૨૬ “મિર્ઝાપુર” ફેમ અભિનેત્રી Harshita Gaur ગ્લેમર ઉદ્યોગ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શેર કર્યો છે. તેણે કેમેરા સામે સતત સંપૂર્ણ દેખાવાના દબાણ વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું છે કે રોલની ડિમાન્ડ પ્રમાણે દેખાવામાં ખોટું શું છે? ભલે ને એને માટે દબાણ આવતું હોય!  હર્ષિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે વ્યક્તિ પર આધાર રાખે છે કે તે દબાણ સ્વીકારે છે કે નહીં. પોતાની વાત સાબિત કરવા માટે, તેણીએ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરનું એક ઉદાહરણ આપ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.…

Read More

IIFA Awards 2027માં સલમાનખાન, શાહિદકપૂર, કરીનાકપૂર અને જાહ્નવીકપૂરના પરફોર્મન્સ Mumbai, તા.૨૬ છવ્વીસ વર્ષથી યોજાતાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઇફા એવોર્ડ ૨૦૨૭માં અબુધાબીમાં યાસ આઇલેન્ડ ખાતે ઇત્તિહાદ અરેનામાં યોજાશે. ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ યોજાનારા આઇફા એવોર્ડને કરણ જોહર અને વરૂણ ધવન હોસ્ટ કરશે.આ વર્ષે IIFA Awards 2027માં સલમાનખાન, શાહિદ કપૂર, કરીના કપૂર અને જાહ્નવી કપૂર પરફોર્મ કરશે. આ સાથે યોજાનારા આઇફા ડિજિટલ એવોર્ડ ૨૦૨૭ને પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ હોસ્ટ કરશે. પહેલીવાર હોસ્ટ બની રહેલાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હું મોટાભાગે કેમેરાની સામે પાત્રો દ્વારા સ્ટોરીઓ કહેતો આવ્યો છું પણ આઇફાના સ્ટેજ પર હું પહેલીવાર હોસ્ટ તરીકે અલગ…

Read More