Author: Vikram Raval

બનાવમાં મિત્રને મરી જવા મજબુર કર્યાની મિત્ર સામે ફરિયાદ નોંધાઈ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૫ઃ ગત તા.૧૬ સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે પોતાના રહેણાક મકાનમાં એક પિતાએ પોતાની ૫ વર્ષની પુત્રીને શ્વાસ રૂંધાવી મારી નાખી અને તેમના મૃતદેહને ફ્રિજમાં સમાધી આપી દઈ અને બાદમાં પોતે પણ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં પોલીસે પ્રથમ પુત્રીની હત્યા અંગે મૃતક પિતા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા મૃતક પિતાના મહુવા ખાતે રહેતા એક મિત્રએ પોતાની બાંધકામની સાઇટ ઉપર નોકરીએ રાખી અને તેમના પગારના બચતના તથા પર્સનલ લોનના તથા સોનાની બુટી ગીરવે મુકી મેળવેલ કુલ રૂપિયા ૭,૨૫,૦૦૦…

Read More

સૌરાષ્ટ્ર પ્રાંતનાં ૨૬ જિલ્લાઓના આશરે ૨૦૦ પ્રખંડોની સમિતિ સાથે દરેક પ્રખંડમાં ૧૦ ગ્રામ સમિતિ નિમાશે: પ્રાંત સહમંત્રી ભાવેશ ઠકકર Rajkot તા.૨૫ઃ વિહિપનાં અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંત વિહિપ દ્વારા આગામી તા.૨૭ને રવિવારે બપોરે ૪ કલાકે વિહીપના કેન્દ્રીય મંત્રી ગોપાલની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઈ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શ્રધ્ધેય અશોકજી સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સંગઠનાત્મક તથા સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્ષિક કાર્યક્રમ યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનાત્મક વિકાસ માટે…

Read More

રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિશાળ જર્મન ડોમ ઉભો કરાયો ,ભાવિકો માટે કથા શ્રવણની બેઠક વ્યવસ્થા, પાર્કીંગ, પાણી, એલઈડી સ્ક્રીન સહિતની સુવિધા Rajkot તા.૨૫ઃ શ્રી સનાતન યુવા કથા સમીતી રાજકોટ દ્વારા ત્રિ-દિવસીય યુવા કથાનું તારીખ ૨૮,૨૯,૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને આ યુવા કથા યોજાશે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં વરસાદી સીઝનને ધ્યાનમાં લઈને રાજકોટની ધર્મ પ્રેમી જનતાને તકલીફ ના પડે તે માટે ૫૦૦ ફુટ લાંબા જર્મન ડોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કુલ વીસ હજારથી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થાની સાથે આઠ અલગ ગેટ મુકવામાં…

Read More

મોબાઈલ કેમેરામાં કેદ થયો સિંહનો રખેવાળી કરતો રોમાંચક વીડિયો, સોશિયલ મીડિયામાં થયો વાયરલ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૫ઃ ધારી પંથકમાં સિંહોની અવર જવર વચ્ચે વધુ એક રોમાંચક ઘટના સામે આવી છે. જેમાં ધારી તાલુકાના દીતલા ગામમાં ઢળતી સંધ્યાએ એક ડાલામથ્થો સિંહ અચાનક ખેડૂતના ખેતરના રહેણાંકી મકાન બહાર આવી પહોંચતા આસપાસના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. મકાન બહાર પહોંચેલો સિંહ જાણે રાત્રીનો ચોકીદાર બનીને થોડો સમય ત્યાં જ બેસી રહ્યો હતો. સિંહનો રખેવાળી કરતો રોમાંચક વીડિયો, સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ દીટલા ગામના ખેડૂત રમેશ સાવલીયાના ખેતરના રહેણાંકી મકાન બહાર ઢળતી સંધ્યાના સમયે અચાનક એક ડાલામથ્થો સિંહ આવી…

Read More

આલેખનઃ વિનોદ માછી નિરંકારી ભારતીય સંસ્કૃતિમાં પર્વો-તહેવારો અને વિધિ-વિધાનો માત્ર બાહ્ય આચરણ કે પરંપરાગત ક્રિયાઓ પૂરતાં મર્યાદિત નથી પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દર્શન છુપાયેલું છે. ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષ એટલે કે ’શ્રાદ્ધ પક્ષ’ આ જ પ્રકારનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ઊંડા અર્થવાળું પર્વ છે.સામાન્ય રીતે લોકો શ્રાદ્ધને માત્ર મૃત્યુ પામેલા વડીલોની વર્ષી કે તેમના નામે કરવામાં આવતા પીંડદાન પૂરતું સીમિત માની લે છે પરંતુ વાસ્તવમાં શ્રાદ્ધ એ જીવનનું આત્મપરીક્ષણ કરવા,પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને જીવનના વિવિધ ઋણમાંથી મુક્ત થવાનો અદભૂત અવસર છે. ’શ્રાદ્ધ’ શબ્દની વ્યાખ્યા આપતા શાસ્ત્રોમાં કહેવાયું છે ‘‘શ્રદ્ધયા યત્‌? ક્રિયતે તત્‌? શ્રાદ્ધમ્‘‘ એટલે કે શ્રદ્ધાપૂર્વક…

Read More

’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ દ્વારાં અદકેરું આયોજન Rajkot તા.૨૫ઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો .જયદીપસિંહ ડોડિયાના અધ્પાપન ક્ષેત્રે કુલ ચાર દાયકાના અને સૌરાષ્ટ્‌? યુનિવર્સિટી ખાતે ૨૮ વર્ષના સ્મરણીય સેવાકાળ બાદ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વયનિવૃત્ત થતા હોઈ તેમને સન્માનપત્ર અર્પણ કરીને વિશિષ્ટ ઢબે સન્માનિત કરવાનો એક વિશિષ્ટ ઉપક્રમ ૪ ઓક્ટોબર , ૨૦૨૬, રવિવારની ઢળતી સાંજે ૫ કલાકે શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટર , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાઉસિંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. ’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રળિયામણાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ જામનગરના હર્ષદમિલની ચાલી વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા ૨૬ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ, હર્ષદમિલની ચાલી ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આવાસના બી-૫૦૧માં રહેતા સાગરભાઈ રામજીભાઈ માંગલિયા (ઉંમર ૨૬ વર્ષ) છેલ્લા કેટલાક વર્ષોથી દારૂ પીવાની ટેવ ધરાવતા હતા તેમજ આશરે પાંચ વર્ષથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા હતા. જોકે, તેઓ નિયમિત દવા લેતા ન હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.દરમિયાન તા.૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં સાગરભાઈએ પોતાના ઘરે હોલમાં…

Read More

ખાનગી બાતમીના આધારે પોલીસે બોલેરો અટકાવી તપાસ કરતાં રૂ.૧ લાખનો ગાંજો મળ્યો, બે મોબાઇલ અને કાર સહિત કુલ રૂ.૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ ધ્રોલ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર કાર્યવાહી કરી બોલેરો કારમાંથી ૨ કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂ.૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે…

Read More

ફાઇનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું કહી પ્રોસેસિંગ ફી, વીમા, જીએસટી અને લેટ ફીના નામે વારંવાર નાણાં પડાવી લીધા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ જામનગરમાં લોન અપાવવાના બહાને ગેરેજ સંચાલક સાથે રૂ.૧,૨૨,૩૪૮ની ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા અને ઉગમ મોટર્સ નામે ગેરેજ ચલાવતા ૩૮ વર્ષીય કેતનભાઈ રમણીકભાઈ સાવલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૧ સપ્ટેમ્બરે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી સામેવાળાએ પોતે ફાઇનાન્સ કંપનીમાંથી બોલતો હોવાનું કહી લોનની ઓફર કરી હતી. ફરિયાદ મુજબ શરૂઆતમાં લોનની પ્રોસેસિંગ ફીના નામે રૂ.૨,૫૫૦ ગૂગલ-પેથી ભરાવ્યા બાદ લોન મંજૂર થઈ હોવાનું કહી વીમા, જીએસટી, લેટ ફી સહિતના અલગ-અલગ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫ઃ જામનગરના શક્તિનગર શેરી નં.૪માં જાહેર ગલીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી. ડીવીઝન પોલીસના સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડી છ મહિલાઓ સહિત નવ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને સ્થળ પરથી કુલ રૂ.૧૩,૧૭૦ની રોકડ રકમ અને ગંજીપતાના ૫૨ પાનાં મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ, ૨૪ સપ્ટેમ્બરના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન ઓમ શાંતિ પાન પાસે ખાનગી બાતમી મળી હતી કે શક્તિનગર શેરી નં.૪માં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી સાંજે આશરે ૭.૧૫ વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોળ કુંડાળું બનાવી બેઠેલા…

Read More