Author: Vikram Raval

તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૨૨ઃ૨૦ઃ૦૭ સુધી નક્ષત્ર પૂર્વભાદ્રપદ – ૧૧ઃ૩૨ઃ૩૯ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૦ઃ૪૮ઃ૩૩ સુધી, ભાવ – ૨૨ઃ૨૦ઃ૦૭ સુધી પક્ષ શુક્લ યોગ ગંડ – ૧૩ઃ૧૭ઃ૨૧ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૧ઃ૦૮ સૂર્યાસ્ત ૧૮ઃ૧૩ઃ૩૫ ચંદ્ર રાશિ મીન ચંદ્રોદય ૧૭ઃ૫૨ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૦ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૨ઃ૦૨ઃ૨૭ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૧૧ઃ૦૮ થી ૦૬ઃ૫૯ઃ૧૮ ના, ૦૬ઃ૫૯ઃ૧૮ થી ૦૭ઃ૪૭ઃ૨૮ ના કુલિક ૦૬ઃ૫૯ઃ૧૮ થી ૦૭ઃ૪૭ઃ૨૮ ના દુરી / મરણ ૧૧ઃ૪૮ઃ૧૭ થી ૧૨ઃ૩૬ઃ૨૭ ના…

Read More

મેષ આજે તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો? તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા…

Read More

Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગઈકાલના ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં નીચલા સ્તરે ખરીદીના સંકેતો સાથે સુધારાત્મક ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સમાં તેજી જોવા મળતાં રોકાણકારોમાં ફરીથી ખરીદીનું વલણ ઉભું થયું છે.આજે આટલા મોટા ઘટાડા બાદ બજારમાં નીચલા સ્તરે ખરીદી આવવી સ્વાભાવિક છે. પ્રારંભિક સંકેતોમાં ગિફ્ટ નિફ્ટી પણ થોડો ઊંચો રહ્યો હતો, જે બજારમાં મર્યાદિત સકારાત્મક શરૂઆત તરફ સંકેત આપે છે. જોકે આજની તેજીને સંપૂર્ણ વલણમાં ફેરફાર તરીકે જોવાને બદલે ગઈકાલના ઘટાડા બાદની સુધારાત્મક ચાલ તરીકે જોવી યોગ્ય રહેશે. મંદીના કારણો :- આજના બજારમાં તેજી હોવા છતાં કેટલીક ચિંતાઓ યથાવત છે. અમેરિકાના ૧૦ વર્ષના સરકારી બોન્ડનું વ્યાજદર લગભગ…

Read More

Rajkot તા.૨૫ઃ શહેરના ભગવતી પરામાં રહેતી ૨૭ વર્ષીય પરણીતાએ આજે સવારે ગ્રહકલેશના કારણે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો વધુ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને નાની નાની બાબતે વ્યક્તિઓ અમૂલ્ય જીવનને મોતના ખપરમાં હોમી રહ્યા છે ત્યારે ભગવતી પરા શેરી નંબર ચારમાં રહેતી કોમલબેન વિપુલભાઈ બેરડીયા ઉંમર વર્ષ ૨૭ વર્ષીય પરણિતએ આજે સવારે ૯૦૦ વાગે આ પાસપાસ પોતાના ઘરે હતી ત્યારે ગ્રહ કલેશ…

Read More

સગાને દર્દીની પીડાની ચિંતા તો બીજી તરફ દંડ અપાતા પોલીસે પીડા વધારી હોવાનો કચવાટ Rajkot તા.૨૫ઃ શહેરમાં સૌરાષ્ટ્ર એક માત્ર સિવિલ હોસ્પિટલમાં આજુબાજુ જિલ્લા માંથી દર્દીઓ સારવાર અને નિદાન માટે આવતા હોય છે અને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ કરતા હોવાથી રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે અને સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ બાબતે સિક્યુરિટી સ્ટાફ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે અને અમુક વ્યક્તિઓ દ્વારા સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ થતું હોય અને સિક્યુરિટીનું ગાંઠતા ન હોય અને બળજબરી પૂર્વક પોતાનું વાહન આડેધડ પાર્કિંગ કરી જતા રહેતા હોય છે ત્યારે આજે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ટોઈંગવાને સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ લગાવી ને…

Read More

શ્રીનાથજી સોસાયટીની ઘટનામાં માલવિયા પોલીસે રાયોટ સહિત કલમો હેઠળ ૭ સામે ગુનો નોંધ્યો Rajkot તા.૨૫ઃ શહેરના મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૪માં મોડી રાત્રે ઘરની સામે ચડ્ડો પહેરી બેસવા બાબતે ઠપકો આપતાં બે જૂથો વચ્ચે છરી અને ધોકાથી મારામારી થતા ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા માલવિયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને બંને જૂથના ૭ શખ્સો સામે રાયોટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉં.૪૮) પરિવાર સાથે રહે છે.…

Read More

જન્મદિવસના એક દિવસ પૂર્વે પતિ સાથે બોલા ચાલી બાદ પિયરે આવી ભર્યું પગલું, પરિવારમાં હૈયાફાટ રુદન Rajkot તા.૨૫ઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના ૯ માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સ્થળ પર હાજર લોકોએ પરણીતાને તાત્કાલિક એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા જ તબીબે પરણીતાને મૃત જાહેર કરતા ઘટના સ્થળે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રેલનગરમાં પલ હોસ્પિટલ પાછળ મધુવન એકમાં રહેતી માનસીબેન મિલનભાઈ આંબલીયા ઉંમર વર્ષ ૨૩ વર્ષીય…

Read More

Rajkot તા.૨૫ઃ સુરતમાં મિલકત ખરીદવા આપેલ રકમ પરત કરવા આપેલા બે ચેક રિટર્ન થવાના ગુનામાં ટ્રાયલ કોર્ટે ફરમાવેલી સજાના હુકમ સામે બિલ્ડરે કરેલી અપીલ સેશન્સ કોર્ટે રદ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે. વધુ વિગત મુજબ ધર્મેશભાઈ બાબુભાઈ ચૌહાન દ્વારા સુરત ખાતે કઠોર ગામ, અબ્રામા રોડ પ્લોટ નં. ૯૦ દિવ્ય લોક રેસીડેન્સીમા મિલ્કત ખરીદવા બિલ્ડર્સ કેવલભાઈ મનજીભાઈ સુતરીયાને રૂ.૧૪.૧૨ લાખ ચુકવી આપ્યા હતા. બાદમાં બિલ્ડર્સ દ્વારા દસ્તાવેજ કરી આપવા સમય વિતાવવામાં આવતો હતો જેથી ફરીયાદીએ આરોપીનો સપર્ક કરી દસ્તાવેજ કરી આપવા કહેતા આરોપીએ મિલ્કત અન્યને વેચી દીધાનું જણાવતા સોદો રદ કરી ફરીયાદીએ સોદા પેટે આપેલ રકમ, ચાર્જ,…

Read More

મોટા દેવળિયા ગામે ચેકડેમમાં કાકા-ભત્રીજા સહિત જેતપુરના બે સગા ભાણિયાઓએ જીવ ગુમાવતાં અરેરાટી ગણેશ વિસર્જન માટે આવેલા લોકોએ કાંઠે પડેલાં કપડાં જોઈ પોલીસને જાણ કરી ચિતરંજન છાટબાર Babra તા. ૨૫ઃ બાબરા  બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આજે બપોરના સમયે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે, દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ચાર યુવકો ડૂબી જતાં ચારેયના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાવાનો હતો. તે પહેલાં એકબીજાના સગા સંબંધીઓ એવા ચાર યુવકો ચેકડેમ નજીક પહોંચ્યા હતા અને…

Read More

દારૂ, બાઈક અને બે મોબાઇલ સહિત રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે હાર્દિક કાનાબાર Gir Somnath તા.૨૫ઃ ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની કુલ ૪૪ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ સહિત બાઈક અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫૭,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, કઈઇના પી.આઈ. એમ.કે. વણારકા, પી.એસ.આઈ. એ.બી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ એ.બી. ચૌહાણ, એ.કે. સોલંકી, પિયુષભાઈ બારડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પિયુષભાઈ બારડને…

Read More