Author: Vikram Raval

Bengaluru,તા.17 એક જ પરિવારનાં ચાર લોકોનાં મૃતદેહ સોમવારે સવારે કર્ણાટકના મૈસુરુમાં બે અલગ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યાં હતાં. પોલીસને સાઉથ મૈસુરુના સંકલપ સેરેન એપાર્ટમેન્ટ્સમાં જોબ કન્સલ્ટન્સી ફર્મ ચલાવી રહેલાં એન્જિનિયર, તેની પત્ની, પુત્ર અને માતાના શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહો મળી આવ્યાં હતાં. પ્રારંભિક તપાસ બાદ પોલીસે જણાવ્યું કે, દેવામા ડુબેલા એન્જિનિયરે તેની માતા, પત્ની અને પુત્રની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેની માતા એપાર્ટમેન્ટના બીજા ફ્લેટમાં રહેતી હતી. મૃતકની ઓળખ ચેતન તરીકે કરવામાં આવી છે, તેની પત્ની રૂપાલી ( 43) તેનાં 15 વર્ષનાં પુત્ર કુશાલ અને ચેતનની માતા પ્રિયંવદા ( 65) તરીકે થઈ છે. પોલીસનાં જણાવ્યાં…

Read More

Rajkot, તા. 17 રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડર પર ભરતી માટે અંતે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ટાઉન પ્લાનર, વોર્ડ ઓફિસર, ઓ.એસ. સહિતની કેડરમાં આ ભરતી પરીક્ષા તા.2 માર્ચના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી છે. રાજકોટના ત્રણે ઝોનમાં હવે એક-એક ટાઉન પ્લાનીંગ અધિકારી રહે તે પ્રકારનું સેટઅપ થોડા સમય પહેલા મંજૂર કરીને ભરતી બહાર પાડવામાં આવી હતી. જે ત્રણ જગ્યા માટે 183 જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. આ અંગે મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મહાપાલિકામાં ત્રણ નવા ટાઉન પ્લાનર, નવ મેનેજર, પાંચ વોર્ડ ઓફિસર અને 11 ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પૈકી ટાઉન પ્લાનર…

Read More

New Delhi, તા.17 ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ફાસ્ટેગ માટે નવા નિયમો આજથી લાગુ થશે આજથી અમલમાં આવેલા નવા ફાસ્ટેગ નિયમો હેઠળ ઓછા બેલેન્સ, મોડા પેમેન્ટ્સ અથવા બ્લેકલિસ્ટેડ ટેગ ધરાવતા યુઝર્સ પાસેથી વધારાનો દંડ વસૂલવામાં આવશે. નવા નિયમો એવા યુઝર્સ અસર કરશે જેઓ ચુકવણીમાં વિલંબ કરે છે અથવા જેમના ટેગ બ્લેકલિસ્ટેડ છે. જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે અને વાહન ટોલપ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ ઇનએક્ટિવ રહે છે તો…

Read More

Varanasi, તા.17 પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન બાદ હજારો-લાખો શ્રધ્ધાળુઓ અયોધ્યા-વારાણસી જેવા ધાર્મિક સ્થાનોએ પહોંચતા હોવાના કારણે ત્યાં ભારે ઘસારો છે. ત્યારે વારાણસી તંત્ર દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણો હવે મહાકૂંભનાં સમાપન અર્થાત 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. વારાણસીમાં ગંગાઘાટ પરની આરતી પર 26 ફેબ્રુઆરી સુધી રોક લગાવવામાં આવી છે ધો.8 સુધીની સ્કુલ કલાસ પણ બંધ રાખવા કહેવાયું છે.સ્કુલો પણ માત્ર ઓન લાઈન ધોરણે ચલાવવાના આદેશ કરવામાં આવ્યા છે. યાત્રીકોનાં ઘસારામાં ટ્રાફીક વ્યવસ્થા જાળવવાના નિયંત્રણો-ડાઈવર્ઝનનો કડક અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને રેકોર્ડબ્રેક સંખ્યામાં ભાવિકો ઉમટતા રહ્યા છે. એક જ દિવસમાં આઠ લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા.…

Read More

Brussels,તા.17 યુરોપિયન યુનિયન (ઇયુ) પોતાના ખેડૂતોને સુરક્ષિત કરવા માટે અનેક આયાતિત ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં જ લગાવવામાં આવેલ વેપાર ડયુટી જેવો જ છે. એટલે કે ઇયુ ટ્રમ્પ સ્ટાઇલથી પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોેર્ટ અનુસાર ઇયુ આ ખાદ્ય પદાર્થો પર આગામી સપ્તાહમાં આયાત ડયુટી વધારવાની જાહેરાત કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર લગાવવામાં આવેલા તાજેતરના નિર્ણયોથી વેપાર જગતમાં તંગદિલી છે. આ સ્થિતિમાં ઇયુના આ નિર્ણયથી તંગદિલી વધી શકે છે. રિપોર્ટ અનુસાર ઇયુ સૌથી પહેલા સોયાબીન જેવી અમેરિકન પાકોને નિશાન બનાવી શકે છે. આ પાક…

Read More

Rajkot,તા.17 સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં સિલ્વર આઇકોનમાં રહેતા શિક્ષક રજનીકાંત લાલજીભાઈ કાલરિયા (ઉ.વ.૫૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રજનીકાંતભાઈ સામાકાંઠે આવેલી માસુમ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા. આજે બપોરે તેણે રતનપર ગામે આવેલા મંદિરના બગીચામાં ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભરી લીધું છે.…

Read More

Ahmedabad,તા.17 ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું  કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.’ ‘હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય’ ગુજરાત હાઈકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી…

Read More

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે પૂરું થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી ઈચ્છે છે અને આ માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘હું આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળીશ.’ આ મુલાકાત સાઉદી અરબમાં થશે. એવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ સમજૂતીના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. ટ્રમ્પના ટેરિફની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ પડી રહી છે. વૈશ્વિક ક્રૂડ ટ્રેડમાર્ક બ્રેન્ટ સતત ઘટી રહ્યો છે સોમવારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 20 સેન્ટ્સ અથવા 0.2% ઘટીને 74.59 ડોલર પ્રતિ…

Read More

Britain,તા.17  બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટન પોતાની સેના યુક્રેન મોકલવા માટે તૈયાર છે. જો યુરોપને સુરક્ષાની જરૂર પડી તો બ્રિટન પોતાની સેનાને યુક્રેન મોકલવા તૈયાર છે. આ નિવેદન અમેરિકાની પીછેહઠ બાદ આવ્યું છે. જમીન પર સૈનિકોને ઉતારવાની વાત કીર સ્ટાર્મરે કહ્યું કે ‘બ્રિટન રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને ખૂબ સમર્થન કરી રહ્યું છે. જરૂર પડવા પર યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા માટે પણ તૈયાર રહેવું પડશે. પોતાના સૈનિકોને જમીન પર ઉતારવા પણ મહત્ત્વનું છે.’ હું હળવાશમાં કહી રહ્યો નથી બ્રિટિશ પીએમે કહ્યું કે ‘હું આ વાત હળવાશમાં કહી રહ્યો નથી. બ્રિટિશ સૈનિકો અને મહિલાઓને સંભવિત…

Read More

New Delhi,તા.17 ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે થોડા જ કલાકોમાં દુનિયાનું સૌથી સ્માર્ટ AIને લોન્ચ કરવામાં આવશે. ઇલોન મસ્કે ટ્વિટરને ખરીદીને X નામ આપ્યું છે અને હવે XAI એટલે કે ગ્રોક 3 ને ઇલોન મસ્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. ગ્રોક 3 એ ઇલોન મસ્કની કંપનીનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને લેટેસ્ટ AI મોડલ છે. આ AIને લાઇવ ડેમોની સાથે લોન્ચ કરવામાં આવશે. તેમ જ એને અત્યાર સુધીનું દુનિયાનું સૌથી સ્માર્ટ AI તરીકે ઇલોન મસ્ક જણાવે છે. ચેટજીપીટીને ખરીદવાની કરી હતી ઓફર ઇલોન મસ્ક દ્વારા ચેટજીપીટીને ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. OpenAIના ચીફ એક્સીક્યુટિવ ઓફિસર…

Read More