- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
New Delhi,તા.17 આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. જે પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, કરાંચી અને રાવલપીંડી) અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કરાંચી અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. શું છે સમગ્ર વિવાદ? આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે જેમાં કરાંચી ખાતે આવેલા નેશનલ સ્ટેડીયમની છત પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા સાત દેશોના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા છે તેવું જોઈ શકાય છે. પરંતુ તેમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજને…
Surat,તા.17 સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસની ઘટનામાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બંને હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સબડશે. ઉલ્લેખનીય છે કે આ મામલે કોર્ટે 130 દિવસમાં ઝડપી સુનાવણી હાથ ધરીને ન્યાય આપ્યો હતો. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનું ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે કેસ ચાલતાં પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા…
Ahmedabad,તા.17 ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયના એક અહેવાલ મુજબ રાજ્યમાં 2022માં 15,751 માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી, જ્યારે 2021માં આ સંખ્યા 15,186 હતી. 2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા આ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત માં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે. આંકડાઓ દર્શાવે છે કે 2018 માં 18,769 અકસ્માતોમાંથી ગમે તેવા હદ સુધી ઘટાડો થયો નથી. ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો પણ ચિંતાજનક છે. 2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા, જે 2021ના 7,452નાં પ્રમાણમાં વધારે છે. આ વૃદ્ધિ રાજ્યમાં માર્ગ સલામતીની ચિંતાઓને…
Jamnagar,તા.17 જામનગરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવતા તંત્રની વિચિત્ર કામગીરી સામે આવી છે. શહેરના પીડબલ્યુડી કચેરી પાસે બોલેરો કાર ચાલકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:20 વાગ્યે નરશી મેઘાભાઈ સાદીયા નામના કાર ચાલકને જી.જે.10 જી.એ. 0077 નંબરની બોલેરો કારમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા પકડવામાં આવ્યા હતા. જ્યાં એક તરફ કાર ચાલકો માટે હેલ્મેટ પહેરવા અંગે કોઈ કાયદો નથી, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને હેલ્મેટ વગર બોલેરો કાર ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાની પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં અનેક હા્સ્યાસ્પદ ચર્ચાઓ જાગી છે. લોકોમાં એક…
Jamnagar,તા.17 જામનગર જિલ્લાના જોડિયાના બાલંભા ગામના પાટીયા પાસે આજે (17મી ફેબ્રુઆરી) વહેલી સવારે એક ટ્રક ચાલકે મહિલા પદયાત્રીઓને અડફેટે લીધી હતી. દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી સાંતલપુરના બકુત્રા ગામની ત્રણ મહિલાઓ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સમગ્ર મામલે જોડિયા પોલીસ તપાસ શરૂ કરી છે. ટ્રક કાળ બનીને આવી મળતી માહિતી અનુસાર, સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામની આઠ મહિલાઓ પદયાત્રા કરીને દેવભૂમિ દ્વારકાના જગત મંદિર શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને જોડિયાના બાલંભા ગામના પાટિયા નજીક વહેલી સવારે 4:30 કલાકે અકસ્માત નડ્યો હતો. પાછળથી એકદમ પૂર…
Jamnagar,તા.17 જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે થઈ હતી. જેથી કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. ઉપરાંત કાર ત્રણ સ્કૂટર સાથે પણ ટકરાઈ હતી, અને નુકસાની થઈ હતી. જેમાં પણ એક યુવક ઘાયલ થયો હતો. આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કેવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગઈકાલે બપોરે જી.જે. 03 એન.પી. 2662 નંબરની ઇકો કારનો ચાલક પુરપાટ ઝડપે પોતાની કાર લઈને નીકળ્યો હતો, અને નાની સાંકડી શેરીમાંથી કારને…
Jamnagar,તા.17 જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાસભાગ થઈ હતી. ચારથી પાંચ શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના એકથી વધુ ઘા ઝીંકી દેવાતાં માનવ વઘોરા નામના 31 વર્ષના સ્થાનિક યુવાનને શરીરના અનેક ભાગોમાં હથીયારના ઘા વાગ્યા હતા, અને લોહી લુહાણ બન્યો હતો. દરમિયાન 108 ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયારે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલને તેમજ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર બનાવ…
Jamnagar,તા.17 જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે વાહનચોર તસ્કર બેલડીને પોલીસે ઝડપી લીધી છે અને ચોરાઉ બાઈક કબજે કર્યું છે. જામનગરમાં ટાઉનહોલ સર્કલ નજીક પારસી અગિયારી પાસેથી એક યુવાનનું બાઇક ચોરી થઈ ગયું હતું, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદા-જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી બે તસ્કરોને ઝડપી લીધા છે. જામનગરમાં ભીડ ભંજન નહાદેવના મંદિર પાસે ફૂટપાથ પર આશરો લેનારા રોહિત રવજીભાઈ સોલંકી નામના દેવીપુજક શખ્સ તેમજ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના અજય ઉર્ફે ટીપુ મુકેશભાઈ પરમાર નામના શખ્સની પોલિસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ચોરાઉ બાઈક…
Jamnagar,તા.17 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર નામના 35 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા રાજાભાઈ ઉપરાંત પુત્ર બ્રિજેશ અને ભાઈ રામાભાઇ ઉપર હુમલો કરવા અંગે જામજોધપુર પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ચાર આરોપીઓ વિજય લાખાભાઈ મુછાર, અને તેના ભાઈ રામાભાઈ લાખાભાઈ મુછાર ઉપરાંત મેહુલ અરજણભાઈ મુછાર અને કાનાભાઈ દેવાભાઈ મુછાર સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ફરિયાદીએ પોતાના મકાનના પ્લાસ્ટર ના કામ માટે વાડીની બાજુમાં જ આવેલા વોકળામાંથી રેતી ચારીને તૈયાર કરી રાખી હતી.…
Vadodar,તા.17 થાઈલેન્ડમાં વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાના એક દંપતિ સાથે છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે. ડભોઇના સાઠોદ ગામે રહેતા યોગેશભાઈ બારોટે જુન 2022 માં થાઈલેન્ડ જવા માટે સયાજીગંજના ફિનિક્સ કોમ્પલેક્ષમાં લાઈવ ઈમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના ભાગીદારો વિવેકકુમાર શાહનો અમદાવાદમાં સંપર્ક કરાવતા યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઈલેન્ડ જવા માટે રૂ.3.60 લાખ ચૂકવ્યા હતા. થાઈલેન્ડ ગયા પછી દંપતીને જાણ થઈ હતી કે તેમને વર્ક પરમિટ નહીં પણ ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા છે. જેથી તેમણે વિવેક ઉર્ફે વીકી ન જાણ કરતાં તેણે યુકે મોકલવા માટે વાત કરી કુલ રૂ.13.69 લાખ પડાવ્યા…
