- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
Bhavnagar,તા.17 શહેરના ખેડૂતવાસ ખાતે રહેતો યુવાન સાળા ના લગ્નમાંથી પરત ભાવનગર તરફ આવતી વેળાએ કાળા તળાવ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નીરજભાઈ ઉર્ફે નિલેશભાઈ અરવિંદભાઈ જાંબુચા ( ઉ.વ ૨૭ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી ૫૩૦૭ લઈને કાળાતળાવ સાળાના લગ્નમાં સાસરે ગયા હતા.લગ્ન પ્રસંગ પૂર્ણ થતા નીરજભાઈ પોતાનું બાઈક લઈને પરત ભાવનગર તરફ આવતા હતા તેવામાં કાળાતળાવ ગામ પાસે ભાવનગર તરફ જતા રસ્તે વળાંક પાસે આશાપુરા સોલ્ટ નજીક ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૧૭૮૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને…
Bhavnagar, ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંગ્રામમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ જોવા મળ્યો હતો. ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકાથી વધુ મતદાન થયું હતું. તો તાલુકા પંચાયતની પાંચ અને મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોમાં નિરૂત્સાહ રહેતા મતદાનની ટકાવારીનો આંકડો ૩૪ ટકાને પણ આંબી શક્યો ન હતો. જેના કારણે ઘણાં મતદાન મથકો તો એવા હતા. જ્યાં કાગડા ઉડતા હોય તેમ પોલીંગ કર્મચારીઓ મતદાતાની રાહ જોતા બેઠા રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં આજે ત્રણ પાલિકાની સામાન્ય ચૂંટણી, ત્રણ તાલુકા પંચાયતની પાંચ સીટ અને ભાવનગર મહાપાલિકાની એક બેઠક માટે મતદાન થયું હતું. જેમાં સિહોર નગરપાલિકામાં સૌથી વધુ ૬૧.૨૭ ટકા (ટેન્ટેટીવ), ગારિયાધાર ન.પા.માં…
Bhavnagar,તા.17 શહેરના ચાવડીગેટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે કાર રજી નંબર જીજે-૦૪-ઇઇ-૨૨૩૯ માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચાવડીગેઈટ થી નિલમબાગ તરફ જનાર છે. જે બાતમી આધારે ચાવડીગેટ નજીક વોચમાં રહેતા આવી રહેલી કારને અટકાવી તલાસી લેતા ભારતીય બનાવટ તથા ફોરેન મેડનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ૧૬૮ મળી આવતા પોલીસે કાર ચાલક રાજદિપસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ (ઉ.વ.૩૫, રહે.કુમારશાળા પાસે, ગામ અવાણીયા, તા.ઘોઘા જી. ભાવનગર હાલ રહે.ગૃપ-૦૮, ગોંડલ)ને…
Surendranagar,તા.17 સુરેન્દ્રનગર શહેરના મીયાણાવાડ શેરી નં.૧માં ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ એક શખ્સને છરીના ઘા ઝીંકી તેમજ લાકડાના ધોકા વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સની માતાએ એ-ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના અજરામર ટાવર પાસે મીયાણાવાડ શેરી નં.૨માં રહેતા ફરિયાદી જાયદાબેન હબીબભાઈ માણેક અને તેમનો પુત્ર મુસ્તુફા ઉર્ફે રાજા ઘરે સુતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ઘર પાસે દેકારો થતાં ફરિયાદી જાગી ગયા હતા અને શેરીમાં જોતા તેમનો નાનો દિકરો હસન ઉર્ફે આશીષ કબુતરવાળા અપુલભાઈના પુત્ર સાથે બોલાચાલી કરી રહ્યો હતો. આથી ફરિયાદીએ ત્યાં જઈ…
Surendranagar,તા.17 સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નં.૧ની એક-એક બેઠક પર અને લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી તેમજ સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરીની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૦.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૬.૧૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૯.૫૩ ટકા મતદાન, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ૪૦.૩૦ ટકા જ્યારે સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ૬૬.૯૮ ટકા મતદાન નોંધાયું હતું. થાન નગરપાલિકાના અમુક મતદાન મથકોમાં આચારસંહિતાનો ભંગ થયો હોય તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપો બાદ એકંદરે શાંતિપર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. થાન નગરપાલિકાના…
Rajkot,તા.17 સૌરાષ્ટ્રમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખરે સાત વર્ષે યોજાઇ, પણ આજે ખાસ કરીને ૨૬ નગરપાલિકામાં થયેલા મતદાનમાં નિરૂત્સાહી માહોલ જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીઓ કરતા મતદાન ઘટવાનો સિલસિલો જળવાઇ રહેવા સાથે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યાના નિયત સમયમાં ૫૯.૨૧ ટકા મતદાન થયું હતું. આ પહેલા વર્ષ ૨૦૧૩માં ૬૬.૯૬ ટકા અને ૬૨.૧૮ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. આ સાથે આજે ભાજપ-કોંગ્રેસ સહિત ૧૮૪૮ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થયું હતું. આજે અમુક મતદાન મથકોમાં વોટિંગ મશીન બગડતા ચૂંટણી તંત્રને દોડધામ પણ થઇ હતી. જો કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં અમુક સ્થળોએ રાજકીય પક્ષના કાર્યકરો તો ક્યાંક…
Rajkot,તા.17 રાજકોટની પેડાં ગેંગના સાગરિત પરીક્ષિત ઉર્ફે પરેશ બડદા (ઉ.વ.૨૪) ઉપર ફાયરિંગ કરી નાસી ગયેલી જંગલેશ્વરની ટોળકીના ત્રણ સભ્યોને એસઓજીએ ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ટોળકી પરેશને સબક શીખડાવવા માટે અઠવાડિયાથી રેકી કરતી હોવાનું બહાર આવ્યું છે. એ યુવતીના પ્રશ્ને થયેલી માથાકૂટને કારણે પરેશ ઉપર પુનિતનગર મેઇન રોડ ઉપર વર્ના કારમાં ધસી આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં પરેશના પગમાં ગોળી વાગી હતી. ગેંગ વોરની આ ઘટનામાં તત્કાળ આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટીમો બનાવી હતી. જેમાં એસઓજીની ટીમ પણ હતી. એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ ચોક્કસ માહિતીના આધારે સૌથી પહેલા સોહીલ ઉર્ફે ભાણાને ઝડપી લીધા બાદ બાકીના…
Gandhinagar,તા.17 અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા.અમેરિકન એરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઈટમાં હરિયાણાના સૌથી વધુ 44 ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઈટમાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હાલમાં 4ની તપાસ ચાલી રહી છે અને જે ચાર લોકો પાછા આવ્યા તેમાં મહેસાણાના બે લોકો એક…
Mumbai,તા.17 શેરબજારમાં મંદીનુ જોર સતત વધી રહ્યું છે. સળંગ નવમા દિવસે માર્કેટ કડડભૂસ થયું છે. જેના પગલે નવ દિવસમાં રોકાણકારોએ રૂ. 32.79 લાખ કરોડની ખોટ કરી છે. બીએસઈ માર્કેટ કેપ 5 ફેબ્રુઆરીએ 427.19 લાખ કરોડ હતું. જે ઘટી આજે 395 લાખ કરોડ થયું છે. સેન્સેક્સ આજે 300 પોઇન્ટથી વધુના ઘટાડે ખૂલ્યા બાદ 644.45 પોઇન્ટ તૂટી 75294.76ના લેવલે પહોંચ્યો હતો. જે 10.15 વાગ્યે 542.76 પોઇન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોને આજે વધુ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું છે. નિફ્ટી પણ 22800નું લેવલ ફરી તોડી 172.15 પોઇન્ટના ઘટાડે 22757.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્મોલકેપ શેરોમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન…
Bardhaman,તા.17 આરએસએસ ચીફ મોહન ભાગવતે બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપતા તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સારને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર હતી. ભાગવતે જણાવ્યું કે, ભારત એક ભૌગોલિક ઓળખ કરતા ઘણુ વિશેષ છે. તેની ઓળખ સમગ્ર ઈતિહાસ દ્વારા ટકી રહેલા સહિયારા જટિલ સંસ્કારમાં મૂળ ધરાવે છે. તેમણે નોંધ કરી કે આ સારથી અળગા થયેલા કેટલાક જૂથોએ વિભાજન કર્યા, પણ બાકીનાએ આ ભાવનાને ટકાવી…
