Author: Vikram Raval

Vadodara,તા.17 તાજેતરમાં રાત્રિ દરમિયાન જ ચોર ટોળકીએ શહેરમાં ચારે બાજુએ તરખાટ મચાવીને લાખો રૂપિયાની રોકડ અને ઘરેણા સહિત હાથ ફેરો કરતા પોલીસની ઊંઘ હરામ થઈ હતી. પરંતુ ત્યારબાદ જાણે કે બ્રહ્મજ્ઞાન લાગ્યું હોય એવી રીતે અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય એવો ઘાટ પોલીસે કર્યો છે. વડોદરામાં ચોર ટોળકીયે તરખાટ મચાવ્યા બાદ હવે નાક કપાયા બાદ રાત્રી પેટ્રોલિંગનું ફારસ શરૂ કર્યું છે. જોકે આમેય રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કેવું પેટ્રોલિંગ શેના માટે કરે છે એવા પ્રશ્નોના જવાબો લોકો સુપેરે જાણે છે. ઉલ્લેખનીય છે કે, શહેરનો વિસ્તાર વ્યાપ ખૂબ વધી ગયો છે, જ્યારે બીજી બાજુ પોલીસ મહેકમ…

Read More

Vadodara,તા.17 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું 6,219.81 કરોડનું સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલું બજેટ કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂરી માટે આજે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગના અધ્યક્ષએ જણાવ્યું હતું કે બજેટમાં આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસ કર્યો છે. વડોદરાને વધુ વિકસિત, સ્માર્ટ, ગ્રીન, સસ્ટેનેબલ, લીવેબલ, લવેબલ અને રેસીડેન્ટ સીટી બનાવવા પ્રયાસ થશે. ગયા વર્ષે 1150 કરોડનો વિકાસના કામો કરવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે 1500 કરોડના કામો થશે. તમામ વયના જૂથને ધ્યાનમાં રાખીને લોકોની સુખાકારી અને જીવન સ્તરમાં સુધારો કરવા તેમજ મલ્ટીયર પ્લાનને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. સફાઈ ચાર્જનો કરબોજ લાદવા દીધો…

Read More

Vadodara,તા.17  વડોદરાના માંજલપુરમાં સૂર્ય દર્શન ટાઉનશિપમાં રહેતા 64 વર્ષના પ્રસન્ના નારાયણભાઈ પાણીકર સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારા ઘરે હતો સોલર સાફ કરવા માટેની પાઇપની કામગીરી માટે પ્લમ્બરને બોલાવ્યો હતો. હું પ્લમ્બરને રેતી આપતો હતો તે દરમિયાન બપોરે દોડ વાગે મારા ઘરની સામે રહેતો રમેશ ઠાકોર મારી તરફ દોડી આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી રમેશ ઠાકુરે મને માર માર્યો હતો. ઝપાઝપીમાં મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટીને નીચે પડી જતા. આરોપી ચેન લઈને જતો રહ્યો હતો.

Read More

Vadodara,તા.17  વડોદરાની એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી ઓનલાઈન ઠગોએ 61 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બનતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં રહેતી શીતલ નામની મહિલાએ પોલીસને કહ્યું હતું કે, ઓગસ્ટ 2024 માં મને પાટીલ નામની વ્યક્તિએ ફોન કરી મારા નામે આઇસીઆઇસીઆઇ બેન્કમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે અને તેમાં 25 લાખનો ફ્રોડ થયેલો છે… તેમ કહી સાયબર સેલના અધિકારી અજય બંસલને ફોન ટ્રાન્સફર કર્યો હતો. સાયબર સેલના અધિકારીએ પ્રાથમિક વાતચીત કર્યા બાદ તેમના ફોટા સાથેનું કાર્ડ મોકલતા મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ તેમણે સાયબર સેલના ડીસીપી મિલિંદ સર સાથે વાત કરાવી હતી. મિલિંદ…

Read More

Ahmedabad,તા.17 અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ ખસેડવાનો મુદ્દો વકર્યો છે. જૈન મૂર્તિઓને ખસેડવાના મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા. શું છે મામલો ? અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર શિફ્ટ થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં…

Read More

Surat,તા.17 સુરતના નાના-મોટા પ્રત્યેક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની ઐસીતૈસી કરનારા સંખ્યાબંધ વાહનચાલકો સામે કાર્યવાહી થઈ હતી. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રૂપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે. આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલદરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું. મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો. રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા-નાચતા વાડીએ પહોંચ્યા હતા. આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં દર…

Read More

Ahmedabad,તા.17 ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે ઉગ્ર રોષની સાથે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ છે. બીજીબાજુ, જસ્ટિસ સંદીપ એન.ભટ્ટનું રોસ્ટર આ રીતે અચાનક બદલાતાં ખુદ હાઇકોર્ટના જ કેટલાક સાથી જજીસ અને વકીલઆલમમાં પણ આંતરિક રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મામલે તાકીદની ચર્ચાની માંગણી ઉઠતાં આવતીકાલે બપોરે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસિએશનની એક…

Read More

Ahmedabad,તા.17 ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તે દર્શાવતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 18,716 વ્યક્તિને નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી. વધુ ચોંકાવનારી વાત એ પણ છે કે, નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારાનું પ્રમાણ એક વર્ષમાં સાત ગણુંથી વઘુ વધી ગયું છે. નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારામાં એક વર્ષમાં સાત ગણોથી વધુનો ચિંતાજનક વધારો  ગુજરાતમાં ઈન્ટગ્રેટેડ રિહેબ સેન્ટર ફોર એડિક્ટસના 7, આઉટરીચ એન્ડ ડ્રોપ ઈન સેન્ટર્સ-કમિટી બેઝ્‌ડ પીઅર લેડ ઈન્ટરવેશન-ડિસ્ટ્રિક્ટ ડી એડિક્શન સેન્ટર્સના 3-3, સ્ટેટ લેવલ કોઓર્ડિનેટિંગ એજન્સીના 1 જ્યારે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીના 5 એમ કુલ 22…

Read More

Ahmedabad,તા.17 ગુજરાતમાંથી શિયાળાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે અને મોટાભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોધાયો હતો. રાહતની વાત એ છે કે, આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્‌ છે. શિયાળાની વિદાયનું કાઉન્ટ ડાઉન અમદાવાદમાં શનિવારે રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ 24 કલાકમાં જ અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. રવિવારે દિવસ દરમિયાન 34 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે…

Read More

Ahmedabad,તા.17 ગુજરાતમાં હજારો પ્રી-સ્કૂલો આવેલી છે અને જેમાંથી અનેક બંગ્લાઓમાં એપોર્ટમેન્ટોમાં અને બિલ્ડિંગમાં ચાલે છે. પરંતુ સરકારે લાગુ કરેલી પ્રી-સ્કૂલોની પોલીસી અંતર્ગત એક વર્ષની મુદત પુરી થયા બાદ પણ માંડ 400 જેટલી જ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. રજિસ્ટર્ડ ભાડા કરાર અને એજ્યુકેશન બી.યુ પરમિશન સહિતના નિયમોને લઈને વિરોધ અને છુટછાટ આપવાની અનેકવાર રજૂઆતો સાથે આંદોલન છતાં પણ સરકારે નિયમોમાં છુટછાટ આપી નથી. સરકારે નિયમો હળવા ન કર્યા  રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ-ખાનગી પ્રી સ્કૂલોને પણ સ્કૂલ શિક્ષણ સમાવવા સાથે 15મી મે 2023ના રોજ પ્રી-સ્કૂલ પોલીસીનો ઠરાવ કર્યો હતો. પોલીસી ફરો રેગ્યુલેશન ઓફ નોન ગ્રાન્ટેડ પ્રાઈવેટ પ્રી-પ્રાયમરી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ નામથી થયેલા…

Read More