Author: Vikram Raval

Moscowતા.૧૫ શનિવારે સવારે દક્ષિણ સાઇબિરીયાના અલ્તાઇ રિપબ્લિકમાં ૬.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. અચાનક ધરતી ધ્રુજતા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને સલામત સ્થળો તરફ ભાગવા લાગ્યા. રશિયન ભૂકંપશાસ્ત્રીઓએ આ માહિતી આપી. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી ’ઇન્ટરફેક્સ’ એ રશિયન એકેડેમી ઓફ સાયન્સની ઇન્ટિગ્રેટેડ જીઓફિઝિકલ સર્વિસને ટાંકીને જણાવ્યું છે કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૪૮ વાગ્યે આવ્યો હતો અને તેના આંચકા પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. પ્રાદેશિક વડા આન્દ્રે તુર્ચકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લખ્યું કે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઉચ્ચ ચેતવણી જારી કરવામાં આવી છે,…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો. સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો – મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ…

Read More

Morbi,તા.15 આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પૂર્વે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે Morbi એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેન્ગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવતા વિશેષ પૂછપરછ માટે એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી જે ત્રણેય ઈસમો મધ્યપ્રદેશ રાજ્યના વતની હોવાનું અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું જે ત્રણેય ઇસમોએ મધ્યપ્રદેશ, દિલ્હી, છતીસગઢ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યા હોવાનું અને અમુક ગુનામાં નાસતા ફરતા હોવાનું ખુલ્યું હતું…

Read More

Morbi,તા.15 મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસેથી બલેનો કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને કાર સહીત ૬.૮૪ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય  દરમિયાન લખધીરપુર ગામ બાજુથી એક કાળા કલરની બલેનો કાર જીજે ૧૩ સીઈ ૪૦૦૩ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી આવનાર હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસે બલેનો કારને ઝડપી લઈને કારમાંથી દારૂની ૧૨૦ બોટલ કીમત રૂ ૭૪,૪૪૮ કાર કીમત ૬ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ…

Read More

Morbi,તા.15 વાંકાનેરના કેરાળા ગામના બોર્ડથી થોડે દુર હાઈવે પર સ્કૂલ બસના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા કરી બસ લઈને ચાલક નાસી ગયો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના ચંદ્રપુરના રહેવાસી રવિભાઈ છગનભાઈ સિંધવ (ઉ.વ.૨૯) સ્કૂલ બસ જીજે ૦૩ એડબલ્યુ ૯૬૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ નારોજ રવિભાઈ પોતાનું બાઈક લઈને નેશનલ હાઈવે પર કેરાળા બોર્ડથી થોડે દુર પહોંચ્યા ત્યારે સ્કૂલ બસના ચાલકે સામેથી બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઈક સહીત યુવાન પડી જતા શરીરે નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજા અને માથાના ભાગે…

Read More

Morbi,તા.15 Morbiમાં વેપારી યુવાનને વ્યાજના પૈસા માટે અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચાર ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે Morbi રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ગાંભવા નામના વેપારી યુવાને ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ લાખ ૨૧ ટકા વ્યાજે લીધા હતા જે રકમ પરત આપ્યા છતાં આરોપીઓએ અપહરણ કરી વ્યાજના સાત લાખની માંગણી કરી માર માર્યો હતો જે ફરિયાદ સંદર્ભે પોલીસે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે શક્તિ ટાઉનશીપ ગોલ્ડન વ્યુ બી એપાર્ટમેન્ટ અને રોહિત ઉર્ફે જીગો શંકરભાઈ કૈલા રહે પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદિર વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા…

Read More

Morbi,તા.15 મોરબી જીલ્લામાં હથિયારોની હેરાફેરી સતત વધી રહી છે અને છાશવારે પોલીસ હથિયાર સાથે ઇસમોને ઝડપી લેતી હોય છે જેમાં વિસીપરા વિસ્તારમાંથી એક ઈસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફીસ પાસે એક ઇસમ મરૂન કલરનો શર્ટ અને ભૂરા કલરનું જેકેટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ ઇસમ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વિસીપરામાંથી આરોપી ઈરફાન રહીમ સુમરા (ઉ.વ.૨૧) રહે ફૂલછાબ કોલોની, વિસીપરા મોરબી વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ નો…

Read More

Morbi,તા.15 મીતાણા ગામે આવેલ વાડીએ રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મૂળ દાહોદના વતની અને હાલ ટંકારાના મીતાણા ગામની સીમમાં વાડીએ રહેતા દીતીયાભાઈ હિમરાજભાઈ ભૂરીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૨ ના રાત્રીથી તા. ૦૬-૦૨ ના સવારના ચાર વાગ્યા દરમિયાન ફરિયાદીનું ૫૦ હજારની કિમતનું બાઈક વાડીએ રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Read More

Morbi,તા.15 ઓનલાઈન જુગારનું દુષણ સતત વધી રહ્યું છે ઓનલાઈન ગેમિંગ એપના રવાડે ચડીને યુવાનો પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે તો ક્યારેક મોટી રકમ હારી જતા જીવન ટૂંકાવવાની નોબત આવતી હોય છે આવો જ કિસ્સો વાંકાનેરના બન્યો છે જ્યાં ઓનલાઈન ગેમમાં હારી જતા યુવાને ઉંદર મારવાની દવા પી લેતા મોત થયું હતું મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર સરતાનપર રોડ પર મોટો કંપનીમાં કામ કરતા પ્રિન્સસિંહ તિલકધારીસિંહ (ઉ.વ.૧૯) નામના યુવાન તા. ૨૩-૦૧ ના રોજ ઢુવા ચોકડી પાસે આવેલ પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે જબલપુર મધ્યપ્રદેશ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત…

Read More

Morbi,તા.15 થોરાળા ગામે આવેલ વાડીના કુવામાં પડી જતા ૩૦ વર્ષના યુવાનનું મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકાના થોરાળા ગામે બલુભાઈની વાડીમાં રહેતા વિનુભાઈ જયંતીભાઈ નાયક (ઉ.વ.૩૦) નામના યુવાન તા. ૧૪ ના રોજ સાંજના સુમારે કોઈ કારણોસર વાડીમાં આવેલ કુવામાં પડી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Read More