- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
- યુદ્ધો અને તેલ સંકટ છતાં, ભારતની રેલ્વે અટકી નથી, ભારતનો વિકાસ અટક્યો નથી,PM Narendra Modi
- Rohingya શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત
Author: Vikram Raval
Morbi,તા.15 માળિયાના વેજલપર-ઘાટીલા ગામ જવાના રસ્તા પરથી દેવર અને ભાભી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભાભીનું મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ સુરાણીએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ ના રોજ સાંજે પાંચેક વાગ્યે ફરિયાદી મુન્નાભાઈ અને તેના ભાઈ જીતેશના પત્ની હંસાબેન ઉર્ફે સોનીબેન બંને બાઈક લઈને મંદરકિ ગામે કૌટુંબિક ભાઈ ભરતભાઈનું અવસાન થયું હોવાથી અંતિમવિધિ માટે જતા હતા સાંજે વેજલપરથી ઘાટીલા વચ્ચે પહોંચતા સામેથી ટ્રેક્ટર આવતું હતું જે ટ્રેક્ટર ચાલકે…
Morbi,તા.15 કાલિકા પ્લોટમાં રહેતા ઇસમના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલનો જથ્થો કબજે લીધો હતો અને આરોપી હાજર મળી ના આવતા વધુ તપાસ ચલાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ મોમાઈ ડેરી સામે રહેતા આરોપી ભુપેન્દ્ર જયસુખ વાઘેલાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૬૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો રેડ દરમીયાન આરોપી ભુપેન્દ્ર વાઘેલા મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.1,365 ઊછળ્યો, ચાંદીનો વાયદો રૂ.355 નરમ કોટન-ખાંડીના વાયદામાં રૂ.340ની તેજીઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.14 ઢીલોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,30,474 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11,52,086 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 7થી 13 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 114,83,291 સોદાઓમાં કુલ રૂ.12,82,577.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,30,474.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11,52,086.91 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,84,260 સોદાઓમાં રૂ.87,918.03 કરોડનાં કામકાજ થયાં…
Jamnagar તા.15 વાત્સલ્યધામના ડોનર અને શુભેચ્છક મોરબી નિવાસી ડો. મહેન્દ્રસિંહ દેવુભા જાડેજા દ્વારા વડીલો માટે એક મોટીવેશનલ સ્પીચનુ આયોજન કરેલ જેમાં વાત્સલ્યધામના તમામ વડીલોએ આ કાર્યક્રમ માં ડો.ને શાંતિથી સાંભળ્યા અને એમને દર્શાવેલ માર્ગદર્શનને પોતાના જીવન માં જરૂર ગ્રહણ કરશે તેવો ભાવ વ્યક્ત કરેલ. વાત્સલ્યધામ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર આ તકે ડો. મહેન્દ્રસિંહ દેવુભાનો આભાર વ્યક્ત કરેલ અને વધુમાં વધુ આવા કાર્યક્રમ વાત્સલ્યધામના આંગણે થાય તેવી આશા વ્યક્ત કરેલ હતી.
Junagadhતા.15 રાજકોટ જીલ્લાની 5 સહિત સૌરાષ્ટ્રની કચ્છ 32 નગરપાલિકા અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવતીકાલે તા.16 ને રવિવારે યોજાનારી ચૂંટણીમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થનાર છે. જેમાં રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાની તેમજ ગોંડલ, જેતપુર, ઉપલેટા, અને જસદણ એમ ચાર તાલુકા પંચાયતની ડુમીયાણી, મોટીપાનેલી, આંબરડી, ભાડલા, પીઠડીયા અને સુલતાનપુર એમ છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે તેની સાથોસાથ જામજોધપુર, કાલાવડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા શિહોર, ગારીયાધાર, તળાજા, હળવદ,થાનગઢ, કુતિયાણા અને રાણાવાવ પાલીકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમ્યાન કાયદો અને…
Jamnagar,તા.15 જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.16/02/2025 (રવિવાર) ના રોજ યોજાનાર ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ 14-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ 8-જોડીયા-3 તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી હતી. નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે, ધ્રોલ નગરપાલિકા વિસ્તાર માટે 11,166 પુરુષ, 11,175 સ્ત્રી તેમજ અન્ય 2 મતદાર મળી કુલ 22,343, કાલાવડ નગરપાલિકા વિસ્તાર માટે 12,014 પુરુષ, 11,528 સ્ત્રી તેમજ…
New Delhi,તા.15 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં હવે ફક્ત ગણતરીનાં દિવસો જ બાકી છે. આ વખતે ટૂર્નામેન્ટ પાકિસ્તાનનાં રાવલપિંડી, લાહોર, કરાચી અને દુબઈના ત્રણ શહેરોમાં ’હાઇબ્રિડ મોડેલ’ હેઠળ રમવામાં આવશે. પ્રારંભિક મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે કરાચીમાં યોજાશે. જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રોહિત શર્મા, જો રૂટ, બાબર આઝમ, કેન વિલિયમસન, મોહમ્મદ શમી, કાગિસો રબાડા ભાગ લેવા જઈ રહ્યાં છે. દરેક વ્યક્તિ આ ખેલાડીઓ પર નજર રાખશે. જો કે, કેટલાક ખેલાડીઓ છે જે આ ટૂર્નામેન્ટનો ભાગ નહીં બને.…
Ahmedabad,તા.15 ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ બ્રેન્ડન મેકુલમે ભારત સામે મર્યાદિત ઓવરની શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી ન હતી તેવા આરોપોને નકાર્યા હતાં. રવિ શાસ્ત્રી અને કેવિન પીટરસને બુધવારે રમવામાં આવેલી ત્રીજી વનડે દરમિયાન ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ઇંગ્લેન્ડનાં ખેલાડીએ વનડે શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી નથી. આક્ષેપો નકાર્યા મેકુલમે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે ’અમે સારી તૈયારી સાથે અહીં આવ્યાં હતાં. અમારાં ખેલાડીઓ ઘણી મેચો રમીને અહીં આવ્યાં હતાં. જ્યારે પરિણામ અનુકૂળ ન હોય, ત્યારે તે કહેવું સરળ બને છે કે પૂરતી તૈયારીઓ કરી ન હતી. ’ઇંગ્લેન્ડની ટીમે નાગપુરમાં રમવામાં આવેલાં પ્રથમ વનડે પ્રેક્ટિસ સત્રમાં…
Washington,તા.15 અમેરિકામાં અમલદારશાહી-સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનાં ભાગરૂપે ટ્રમ્પ તંત્ર દ્વારા એક જ દિવસમાં 9500 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ સરકારી જમીનનાં રક્ષણથી માંડીને નિવૃતિ સૈનિકોની સારસંભાઈ જેવી જવાબદારી સંભાળતા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમનાં સલાહકાર ઈલોન મસ્ક દ્વારા નોકરશાહી ઘટાડવાનો પ્લાન તૈયાર કરાયો છે અને તેમાં તંત્ર આગળ વધી રહ્યુ છે. અમેરિકાના ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું. જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં ક્ધઝ્યૂમર…
આપણે રોજ સવારે અને અમુક લોકો રાત્રે બ્રશ કરતાં હોય છે. આપણે બ્રશ કર્યા બાદ સામાન્ય રીતે કોગળા કરીએ છીએ. આ એક મૌખિક સ્વચ્છતાની કવાયત હોય છે જેને લોકો અનુસરે છે પરંતુ જો અમે તમને કહીએ કે તમે આ મૂળભૂત, રોજિંદું કાર્ય ખોટી રીતે કરી રહ્યાં છો તો ? ઇન્ટરનેટ પર અનેક વાયરલ વીડિયો અનુસાર, તમારે દાંત સાફ કર્યા પછી કોગળા કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. કેમ ? ક્લિપ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂથપેસ્ટમાં રહેલાં ફ્લોરાઇડને તેનું કામ કરવા માટે પૂરતો સમય મળતો નથી. જે તમારા દાંતને મજબૂત બનાવે છે. શું આ દાવો સાચો છે, કે પછી ’વ્યૂઝ’ અને ’શેર’…
