Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»ગુદા cancer ની આયુર્વેદ સારવાર
    હેલ્થ

    ગુદા cancer ની આયુર્વેદ સારવાર

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.14

    આજના લેખમાં એક એવા રોગ વિશે વાત કરીશું કે જે, ભયાનક હોવાની સાથે સાથે અતિકષ્ટદાયક પણ છે. આ રોગનું નામ છે. Anal Cancer   એટલે કે ‘ગુદાનું કેન્સર’.

    આ Anal Cancer એટલે કે, ગુદાનું કેન્સર એ સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળતો રોગ છે. સ્ત્રીઓમાં પણ ૫૦ વર્ષની ઉપરની સ્ત્રીઓમાં આ રોગ થવાની શક્યતા વધુ રહેલી છે. આ રોગની શરૂઆતમાં ગુદાનાં બહારનાં ભાગમાં ચાંદા જોવા મળી છે. જે સ્ત્રીઓને હરસ, મસા વગેરેની તકલીફ હોય અથવા તો જે સ્ત્રીઓ ગુદાની સ્વચ્છતા બરોબર ન રાખતી હોય તો તે કારણોસર આ રોગ થવાની શક્યતાઓ વધારે રહે છે.

    આ રોગમાં શરૂઆતમાં ગુદાની અંદર દુ:ખાવો થાય છે. વારંવાર સંડાસ જવું પડે છે. છતાં પણ દુખાવામાં રાહત મળતી નથી. મળમાં અવરોધ, કબજિયાત વગેરે ફરિયાદો કાયમી બની જાય છે. એન્ડોસ્કોપી વગેરેથી તપાસ કરાવતાં ત્યાં નાની મસા જેવી ગાંઠ દેખાય છે. ઘણીવાર તે ગાંઠ અલ્સરનું રૂપ ધારણ કરી લે છે, તો ઘણીવાર તે ફ્લાવર જેવી દેખાવા લાગે છે. સાથળમાં લિમ્ફનોડ હોય છે, જે તપાસ કરતાં જાણી શકાય છે.

    જે વ્યક્તિઓ બલ્કી અને રેસાવાળો ખોરાક લે છે, તેમને આ કેન્સર ઓછા પ્રમાણમાં થાય છે. જ્યારે આર્થિક રીતે આગળ વધેલ અને ઔદ્યોગિકરણવાળા દેશોમાં લોકોને રસોઈ બનાવવા અને જમવાનો સમય ન હોવાથી તૈયાર મળતાં બ્રેડ, બિસ્કીટ અને અન્ય મેંદાની ચીકણી ચીજો જેમાં રેસા બિલકુલ મળતાં નથી તેવી ચીજો ખાઇને આ લોકો પેટ ભરી લે છે, આવા લોકોને આ કેન્સર થવાનું જોખમ ૬ ગણું વધી જાય છે. આવાં આહારમાં પ્રાણીઓની ચરબી, પ્રાણી જ પ્રોટીન, રિફાઈન્ડ, કાર્બોહાઈડ્રેટસ વધારે હોય છે. જે લોકો પ્રીઝર્વ ફૂડ વધારે વાપરે છે. તથા આહારમાં Clostridia અને Bacteroids  નામનાં જંતુઓ બને છે, કે જે ચરબી અને પિત્ત ઉપર અસર કરીને એવા પ્રકારનાં એસિડ બનાવે છે કે, જે એસિડ આંતરડાનાં Mueosa ને નુકશાન કરે છે. વળી, આવા ખોરાકમાં રેસા ઓછા હોવાથી મળનું પ્રમાણ ઘટે છે, અને કબજિયાત થાય છે. જેટલો સમય મળ આંતરડામાં વધારે રહે તેટલો સમય Carcinogens ને ત્યાં અસર કરવાનું વધારે મળી છે. જ્યારે ખોરાકમાં રેસા વધારે હોય તો તે મળનું પ્રમાણ વધારે છે, અને મળનો આંતરડામાં રહેવાનો સમય ઘટાડે છે. Cascinogens રેસામાં ભરાઈ ને પણ મળ સાથે બહાર ઢસડાઈ આવે છે અને રેસામાં ભરાઈ જવાથી અંદર પણ તો અકાર્યક્ષમ બની જાય છે આવા રેસા અને એન્ટી કેન્સર દ્રવ્યો વિટામિન્સ ફળો અને શાકભાજીમાં વધારે હોય છે. તેથી ખોરાકમાં તે વધારે લેવાં જોઇએ.

    જે વ્યક્તિઓમાં અલ્સરેટીવ કોલાઇટીસ હોય છે, તેમને પણ આંતરડાનાં કે ગુદાનાં કેન્સર થવાનું જોખમ અતિ વધારે રહે છે. પરંતુ બધાં જ આવા અલ્સરો કેન્સર જ કરે છે, તેવું પણ નથી. પરંતુ જે લોકોને આખા આંતરડામાં કોલાઇટીસ સોજો રહેતો હોય અને તેમાં પણ ૧૦-૧૫ વર્ષનો જૂનો ઇતિહાસ આ પ્રમાણેનો હોય છે તો તેવા લોકોમાં આ કેન્સર થવાની શક્યતાઓ ઘણી જ વધારે હોય છે.

    આંતરડા અને ગુદાનાં કેન્સરો ઘણા ધીમા વધનારા હોય છે. આનો સીધો ફેલાવે મ્યુકોઝામાં એક જગ્યાએથી શરૂ થઇ તે આખી દિવાલમાં પ્રસરે છે. પછી તે ગોળાકારે ફરી વળે છે. તે ઉપર અને નીચે ઓછું જાય છે, પણ પોતાની જગ્યાએથી જ ફરતું વધે છે. જ્યારે આંતરડાની આખી દિવાલ જ ઘેરાઈ ગઇ હોય તો પછીથી તે તરત નજીકનાં અવયવોમાં સીધું પહોંચે છે અથવા તો તેનાં કેન્સરકોષોને છૂટા મૂકી દે છે કે જે આખા પેટમાં ગમે ત્યાં ફેલાઈ શકે છે. એટલા માટે જ આ કેન્સર પકડાય કે તુરંત જ જે તે પ્રભાવિત ભાગ ઓપરેશનથી કાઢી નાખવામાં આવે તો દર્દીને લાંબુ આયુષ્ય મળી જાય છે. આ કેન્સર લીવરમાં પહોંચ્યું હોય અથવા આખા પેટમાં ફેલાયું હો તો જ તેમાં ઓપરેશનથી પણ કોઈ લાભ થતો નથી. બાકી તો ઔષધપ્રયોગથી પણ તેને મહાત કરવામાં સફળતા મળી શકે છે.

    સારવાર : આ અતિભયાનક રોગ ને નાડીજ્ઞાાન દ્વારા કુપિત દોષોનો સૌ પ્રથમ ઉપચાર કરી તેનાથી સારવાર શરૂ કરવી જોઇએ. કુપિતદોષોનાં શમનથી દર્દી હળવાશ અનુભવે છે અને રોગ સામે માનસિક રીતે પ્રતિકાર કરવા તૈયાર થઇ શકે છે. જ્યારે વાયુ અને કફદોષ કોપાયમાન હોય ત્યારે દર્દીને કડવા, તીખા, ખાટા અને ખારા રસોનું સેવન કરાવવું જોઇએ. કફ અને વાયુની પીડાને હરનાર નિરુહબસ્તિ અને અન્ય બસ્તિકર્મ કરાવવાં અને શાસ્ત્રોક્ત વાતશામક ઔષધોનું દર્દીનાં બળાબળને જોઇને સેવન કરાવવું જોઇએ. જો વાયુ પ્રધાન હોય અને શરીરનાં કોઈ પણ ભાગમાં સોજો કે ગ્રંથિ હોય તો વાયુ દૂર થતાં તે ગ્રંથિ કે સોજો નરમ પડે છે. ત્યારબાદ ઔષધપ્રયોગ ચાલુ રાખી ગ્રંથિ ને ઓળખવામાં આવે છે. તે માટે દંશમૂળ ક્વાથથી પકવેલા ઘી, તેલ, ચરબી તથા મજ્જા એ સ્નેહોમાંના બે બે સ્નેહ આપવા. અર્બુદ વાતપ્રધાન હોય અને ગ્રંથિ થઇને બહાર વિકાસ પામેલું હોય તો તે ગ્રંથિ ઉપર જટામાંસી, કફ, ગળો, ભારંગી, અરડૂસો, બીલી, અગર, સરગવો, ગળજીભી અને મુસળીને વાટી તેનો લેપ કરવો જોઇએ. ઉપરાંત નાળિયેર, રાળ અને એરંડાના બીજોનું ચૂર્ણ કરી તે દૂધ, ઘીમાં પકવી તેલ મિશ્ર કરી ગરમ કરી તેનો ગ્રંથિ ઉપર ઉપનાહ કરવો જોઇએ.

    Ayurvedi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 190 થયો, અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ

    May 29, 2025
    ગુજરાત

    Gujarat માં ટીબીના નવા દર્દીની સંખ્યા-મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો

    May 29, 2025
    હેલ્થ

    WHO નો ખાસ રીપોર્ટ,આલ્કોહોલનો એક પેગ પણ સુરક્ષિત નથી

    May 29, 2025
    હેલ્થ

    Makhana ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.