New Delhi, તા.15
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રીક વાહનો (ઇવી)ને પ્રોત્સાહન આપવા માટે સબસીડીનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રીક ટુ વ્હીલર પર સબસીડી 2026 સુધી અને ઇલેક્ટ્રીક્ થ્રી-વ્હીલર વાહનો પર 31 માર્ચ 2028 સુધી ચાલુ રહેશે.
આ પગલું પશ્ચિમ એશિયામાં તનાવના કારણે સપ્લાય સાથે સંકળાયેલા જોખમોને જોતા ઉઠાવવામાં આવ્યું છે. આ વિસ્તાર 10,900 કરોડ રૂપિયાના પીએમ ઇ-ડ્રાઇવ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે, જો કે આ બધા વાહનો પર લાગુ નથી, બ્લકે ખાસ કરીને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટ પર ફોક્સ કરવામાં આવ્યું છે.
શું કહે છે એક્સપર્ટ
વિશેષજ્ઞોનું માનવું છે કે, આ કોઇ નવી નીતિ નથી, બલકે અગાઉથી નકકી યોજનાનો વિસ્તાર છે. આથી ગ્રાહકો અને કંપનીઓને થોડી રાહત જરૂર મળશે. પરંતુ વેચાણમાં મોટો ઉછાળ આવવાની આશા નથી. વિશેષજ્ઞોના અનુસાર ઇવી માત્ર પર્યાવરણ જ નહીં, ઉર્જા સુરક્ષાનો પણ મહત્વનો વિકલ્પ બનવા બનતું જઇ રહ્યું છે.

