Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
    • Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર
    • બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે
    • Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી
    • 14 ઓગસ્ટનું પંચાંગ
    • 14 ઓગસ્ટનું રાશિફળ
    • યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના
    • Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Bhupendrabhai Patel પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ’હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
    ગુજરાત

    Bhupendrabhai Patel પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ’હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૩

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાજ્યવ્યાપી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ ખાસ અભિયાન અંતર્ગત ૧૭ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાની સાથે સીમાવર્તી ગામડાઓ સુધી ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આયોજિત થઈ રહેલા રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સંપૂર્ણ સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો.તેમણે રાજ્યના તમામ નાગરિકોને પોતાના ઘરો, દુકાનો અને પ્રતિષ્ઠાનો પર તિરંગો લહેરાવી આ અભિયાનને ’હર ઘર તિરંગા’થી આગળ વધારી ’હર દિલ તિરંગા’ જનઆંદોલન બનાવવાની ભાવુક અપીલ કરી હતી.

    આ વર્ષે ૯ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી માત્ર સરકારી પ્રોટોકોલ પૂરતી સીમિત ન રહેતાં વ્યાપક જનભાગીદારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

    રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ, તાલુકાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ધામધૂમથી યોજાઈ રહ્યા છે.

    આ વર્ષની ઉજવણી વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આઝાદીના સંગ્રામમાં દેશવાસીઓમાં ચેતના જગાડનાર રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ ની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સ્વતંત્રતા દિવસની થીમ સાથે વંદે માતરમ્‌ ની આ ૧૫૦મી વર્ષગાંઠને પણ જોડવામાં આવી છે.

    ગુજરાત સરકારે આ વર્ષે ૭૦ લાખથી વધુ મકાનો, શાળાઓ અને સરકારી કચેરીઓ પર તિરંગો લહેરાવવાનો મક્કમ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે સમગ્ર રાજ્યમાં મોટા પાયે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે.

    અભિયાનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તિરંગા યાત્રા માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી રહેતાં કચ્છ અને બનાસકાંઠા જેવા ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા છેવાડાના ગામડાઓમાં પણ ઉત્સાહભેર યોજાઈ રહી છે. જિલ્લા કલેક્ટરો, સ્થાનિક પોલીસ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી ૧૨૦૦થી વધુ સત્તાવાર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. આ યાત્રાઓ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભવ્ય લાગણી અને દેશ માટે વિર શહીદોએ આપેલી શહાદત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ બની છે.

    Bhupendrabhai Patel Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા
    Next Article IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Auda ના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા

    August 13, 2026
    ગુજરાત

    Gandhinagar માં યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ

    August 13, 2026
    ગુજરાત

    Gandhinagar પેથાપુરમાંથી જુગારધામ ઝડપાયું, ૧૦ જુગારીઓ સામે પોલીસ કાર્યવાહી

    August 13, 2026
    ગુજરાત

    Mahisagar: કુદરતનો કોપ વિરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી, બે માસૂમ બાળકોના મોત

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 04:13
    Categories
    Latest News

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    14 ઓગસ્ટનું પંચાંગ

    August 13, 2026

    14 ઓગસ્ટનું રાશિફળ

    August 13, 2026
    Search
    Main News

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026

    Bharat Tiwari ના પરિવાર માટે મુખ્યમંત્રી Samrat Chaudharyએ જાહેરાત કરી

    August 13, 2026

    યુપી ચૂંટણી પહેલા CM Yogi ની મોટી તૈયારીઓ, મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની યોજના

    August 13, 2026

    Rajasthan માં સમાન નાગરિક સંહિતા બિલનો ડ્રાફ્ટ મંજૂર; વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

    August 13, 2026

    Priyanka Gandhi એ કહ્યું, “ગૃહમંત્રી આજે આવ્યા હતા, પરંતુ ફક્ત વંદે માતરમ ગાવા માટે

    August 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

    August 13, 2026

    Supreme Court નો મોટો હુમલો: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક એફઆઈઆર

    August 13, 2026

    બસ એક મહિનો બાકી! PM Modiપછી, CM Bhupendra Patelગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.