Bhuj,તા.૧૭
કચ્છમાંના ભચાઉમાંથી મસાણની મેલડીનો ભુવો પકડાયો છે. ભવન જાદવ નામના ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. ભવન જાદવ છેલ્લા ૨૦ વર્ષથી માતાજીના નામે છેતરપિંડી આચરતો હતો.
મસાણની મેલડીના નામે ધૂણતો. રમેણમાં દાણા જોવાનું પણ કામ કરતો હતો. આ ઉપરાંત આ ભુવો દાણા પાડવા, બિમારના સાજા કરવા, વિધિ-વિધાન જેવા અનેક કામો કરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તે મજબુર, દુઃખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો હતો અને માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરતો હતો.
પરિવાર સાથે આશ્રમે ગયેલી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાના પ્રેમજાળમાં ફસાવી સુરતના ભુવાએ અવારનવાર દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા ઢોંગી ભુવાની કતારગામ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો સંપર્ક કર્યા બાદ મોબાઈલ નંબર મેળવી ભુવાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ કતારગામ સ્થિત પોતાની ઓફિસે બોલાવી ઘેનયુક્ત પ્રસાદી અને મંત્રેલું પાણી પીવડાવી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ લગ્ન બાદ પતિ સાથે શારીરિક સંબંધ બાંધશે તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાનું મૃત્યુ થઈ જશે તેવી ધમકી આપી આપી હતી. જ્યાં લગ્ન બાદ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ ન રાખતા સાસરિયા પક્ષ દ્વારા પણ યુવતીને પિયરે મોકલી આપતા ઘર પણ ભંગાવી નાંખવામાં આવ્યું હતું.