Mumbai,તા.24
સિનેમાઘરોમાં ‘ઓ રોમિયો’થી લઈને ‘અસ્સી’ની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કેટલીક નવી ફિલ્મ પણ રિલીઝ થશે. જેમાં કેટલીક ફિલ્મ્સ થિયેટર્સમાં અને અમુક સીરિઝ-ફિલ્મ OTT પર રિલીઝ કરાશે. આમ, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં OTT પર કેટલીક જોરદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે. ચાલો જાણીએ કઈ-કઈ ફિલ્મ-સીરિઝ રિલીઝ થશે.
સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ, ‘ઈક્કીસ’ થિયેટરમાં રિલીઝ થયા પછી હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ આ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત ‘ઈક્કીસ’ આ વર્ષે 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ બાયોગ્રાફિકલ વૉર ડ્રામા ફિલ્મ છે, જે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ પર આધારિત છે. આ ફિલ્માં અગસ્ત્ય નંદાએ લીડ રોલ કર્યો છે. આ ફિલ્મ 26 ફેબ્રુઆરીથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
‘એક કુડી’ ફિલ્મમાં શહનાઝ ગિલે ડબલ રોલ કર્યા છે. આ ફિલ્મ 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોએ ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો હતો. આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ ચૌપાલ પર 26 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ કરાશે. આ ફિલ્મમાં લગ્ન અને સંબંધને એક મહિલાના દ્રષ્ટિકોણ બતાવવાની કોશિશ કરવામાં આવી છે.પ્રિયંકા ચોપડાની હૉલિવૂડ ફિલ્મ ‘ધ બ્લફ’ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં OTT લિસ્ટમાંથી એક છે. આ ફિલ્મ આગામી 25 ફેબ્રુઆરીથી પ્રાઈવ વીડિયો પર જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફ્રેન્ક ઈ. ફ્લૉવરે કર્યું છે.કોંકણા સેન શર્મા અને પ્રતિભા રાંટા અભિનીત ફિલ્મ ‘એક્યુઝ્ડ’ પણ આ અઠવાડિયાની ઓટીટી OTT લિસ્ટમાં સામેલ છે. અનુભૂતિ કશ્યપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ‘એક્યુઝ્ડ’ પોલેન્ડમાં સેટ એક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે.

