Veraval ,તા.3
વેરાવળ શહેરમાં પ્રતિબંધીત મોડીફાઇ સાઇલેન્સર વાળી બુલેટ મોટર સાયકલ પુર ઝડપે ચલાવી નીકળનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી બુલેટના સાઇલેન્સર કાઢી એમ.વી.એકટ કલમ-207 મુજબ-ચાર વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા પ્રતિબંધિત મોડીફાઇ સાઇલેન્સર ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા શખ્સો સ્ટંટ કરી જાહેર રાહદારીઓ તથા પોતાના જીવનને જોખમમાં મુકી બેફામ વાહનો હંકારતા હોય તેવા શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા સીટી પી.આઈ જે.એન.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ચોપાટી ખાતે થી આવારા તત્વો દ્વારા બુલેટ માં મોડીફાઇ સાઇલેન્સર નો ઉપયોગ કરી પુરઝડપે વાહન ચલાવતા શખ્સો બુલેટ માં ફટાકડા ફોડતા હોય તેને બુલેટ ના સાઇલેન્સર કાઢી નાખવામાં આવ્યા અને એમ.વી.એકટ કલમ-207 મુજબ-ચાર વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.

