Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari
    રાષ્ટ્રીય

    ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કારઃ Nitin Gadkari

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયાનો દાવો

    New Delhi, તા.૨૪

    કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી Nitin Gadkariએ જણાવ્યું છે કે તેમને ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, જે આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના સમર્થનની વાત ફરી કરી હતી.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાલ વિશ્વના ૧૯ દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે આ ઇંધણ વાપરતા વાહનો તરફથી કોઈ ફરિયાદો પણ મળી રહી નથી.

    ટોયોટાનું આ નવું વાહન ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલશે અને તેમાં ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ વાહનને ચલાવવાનો ખર્ચ આશરે રૂ. ૨૫ પ્રતિ લીટર પેટ્રોલની કિંમત જેટલો જ બેસી શકે છે.ટોયોટાએ તેની ભારતીય વેબસાઇટ પર ઓક્ટોબરના કોમર્શિયલ લોન્ચ અંગે અલગથી કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ઓટોમેકર કંપની છેલ્લા કેટલાક વર્ષોથી આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં ટોયોટા કિર્લોસ્કર મોટરે દિલ્હીમાં ઇનોવા હાઇક્રોસ પર આધારિત ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપ રજૂ કર્યો હતો. આ વાહનમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન આપવામાં આવ્યું છે, જે ઈ૨૦થી વધુ ઈથેનોલ મિશ્રણ પર પણ કામ કરી શકે છે.

    કંપનીના જણાવ્યા અનુસાર, વિશિષ્ટ ટેસ્ટ કન્ડિશનમાં આ સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ લગભગ ૬૦ ટકા સમય માટે પેટ્રોલ એન્જિન બંધ રાખીને અને લગભગ ૪૦ ટકા અંતર ઇલેક્ટ્રિફાઇડ મોડ પર કાપી શકે છે.દિલ્હીના કાર્યક્રમમાં ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે ઈથેનોલના વધુ ઉપયોગથી કૃષિ ક્ષેત્રની કાચી સામગ્રીની માંગમાં વધારો થશે.

    મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયો છે. સરકારની નીતિ ઘરેલું ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની હોવી જોઈએ. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા દાયકામાં સરકારે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડી આધારિત ઉત્પાદનો, નુકસાન પામેલા અનાજ, મકાઈ અને વધારાના ચોખા જેવા વિવિધ વિકલ્પોનો વ્યાપ વધાર્યો છે, જેના કારણે દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા ૨૦૧૪ના ૪૨૧ કરોડ લીટરથી વધીને ૨૦૨૬માં આશરે ૨,૦૦૦ કરોડ લીટર સુધી પહોંચી ગઈ છે.

    Nitin Gadkari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHimatnagar: કાંકણોલ પાસે ગરનાળામાં ડૂબી જતાં ગામડી ગામના બે યુવકોનાં મોત
    Next Article New Delhi: સેવા એ આપણું પ્રાથમિક કાર્ય હોવું જોઈએ, અને આપણે સેવા કરતી વખતે સેવાનો સંદેશ આપવો જોઈએ, ઉપદેશ નહીં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026
    અન્ય રાજ્યો

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026
    રાષ્ટ્રીય

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026
    રાજકોટ

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 21:35
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.