Babra તા.21
બાબરામાં ભૂદેવોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવ ની ભવ્ય ઉજવણી સમસ્ત યુવા બ્રહ્મસમાજ દ્વારા અહીં બ્રહ્મસમાજ ની વાડી ખાતે ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવી હતી.
બ્રહ્મસમાજ વડીલ અગ્રણી શૈલેષભાઈ કનૈયાના યજમાન પદે શાસ્ત્રી સુનિલભાઈ ત્રિવેદી ઉદયભાઈ જાની અને યગ્નેશભાઈ શુક્લ દ્વારા વિધિ વિધાન સાથે ભગવાન પરશુરામ નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મસમાજના અગ્રણી ડો.પ્રવિણભાઈ ત્રિવેદી, નરૂભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, નરેશભાઈ ઉપાધ્યાય, કાકુંભાઈ ચાવ, રાજુભાઇ તેરૈયા, અતુલભાઈ ત્રિવેદી, જીતુભાઇ ત્રિવેદી, કિરીટભાઈ ઇન્દ્રોડિયા, બાવકુભાઇ ત્રિવેદી,મુકેશભાઈ મહેતા ચીમનભાઈ મહેતા,સહિત મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

