Veraval તા.01
આગામી તા.1 જાન્યુઆરી 2026 થી ભાવનગર રેલવે મંડળ દ્વારા નવું સમયપત્રક લાગુ પડેલ હોય જેમાં વેરાવળ સ્ટેશન પરથી પાંચ જેટલી ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા તા.1 જાન્યુઆરી, 2026 થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનો ની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરો નો સમય બચશે. આ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી એ જણાવેલ કે, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી રવાના થતી ટ્રેનોમાં (1) ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 06.50 વાગ્યાના બદલે 06.55 વાગ્યે રવાના થશે.
(2) ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. (3) ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. (4) ટ્રેન નંબર 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 14.40 વાગ્યાના બદલે 14.45 વાગ્યે રવાના થશે. (5) ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.40 વાગ્યાના બદલે 19.00 વાગ્યે એટલે કે 20 મિનિટ મોડેથી રવાના થનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનોની મરામત માટે ચાલી રહેલા કાર્યને કારણે જે ટ્રેનો તા.25 જાન્યુઆરી, 2026 સુધી રદ કરવામાં આવી છે, તે ટ્રેનો રદ જ રહેશે અને તે ટ્રેનો માટે બદલાયેલા સમય કાર્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવનાર હોવાનું અંતમાં જણાવેલ છે.

