પીસીબી બ્રાન્ચે રૂ 8112 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
Harpalsinh Jadeja
Rajkot તા,27
શહેરના લક્ષ્મી નગર મેઇન જાહેર રોડ પર રૂ 8112ની કિંમતનો વિદેશી દારૂની 24 બોટલના જથ્થા સાથે રામનાથ પરામાં રહેતા શખ્સની પીસીબી બ્રાન્ચે ઝડપી પાડ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના પીસીબી બ્રાન્ચ ની ટીમને સંયુક્તિ રાહે બાતમી મળેલ કે શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ આરોગ્ય કેન્દ્રની બાજુમાં શ્રીજી શરણમ ફ્લેટ ની સામે રોડ પર વિદેશી દારૂનો જથ્થો હોવાની પાક્કી બાતમી આધારે દરોડો પાડતા રૂ 8112 ની કિંમતનો વિદેશી દારૂની 24 બોટલ સાથે રામનાથપરા માં રહેતો ચિરાગ રમેશભાઈ ઝાપડાને ઝડપી પાડ્યો હતો અને રૂ 8112 નો મુદ્દામાલ પીસીબી બ્રાન્ચે કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોધી અને આ જથ્થો કયાથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અગે વધુ તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા ચલાવી રહ્યા છે

